Saturday, June 23, 2012

સિંહના પગમાંથી પાંચ દી’ બાદ કાંટો કઢાયો.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 1:31 AM [IST](23/06/2012)
વિસાવદર રેન્જનાં ખાંભડા રાઉન્ડનાં હળદરવા નેસ નજીક રાઉન્ડનાં સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન લંગડાતો સિંહ જોવા મળતાં આરએફઓ એન.એમ. જાડેજાને વાકેફ કર્યા હતા અને તેમણે ઉપલા અધિકારીઓનું ધ્યાન ર્દોયુ હતું પરંતુ એક પણ વેટરનરી ડોક્ટર ન હોવાથી પાંચ દિવસ સુધી ખાંભડા રાઉન્ડનો સ્ટાફ તથા વનરક્ષક સહાયક એચ.કે. વર્માએ સતત દેખરેખ રાખેલ હતી.

પાંચ દિવસ બાદ જશાધાર રેન્જના વેટરનરી ડોકટરને બોલાવી સારવાર અપાઇ હતી. આ સિંહનાં જમણાં પગમાં કાંટો ખુંપી ગયો હોવાથી પ્રથમ તેને બેભાન કરી કાંટો બહાર કાઢવામાં આવ્યો હતો.

પુરતી સરવાર અપાયા બાદ આ આઠ વર્ષનાં સિહને ફરી જંગલમાં મૂકત કરી દેવાયો હતો. જોકે સિંહના પગમાંથી કાંટો કાઢવા પાંચ દિવસનો સમય વિતી ગયો હતો.

No comments: