ચિતળ અને નીલગાય વનરાજાને ભાવતા ભોજનીયા! : રસપ્રદ સર્વે.
રાજકોટ/ધારી તા.૨૭
જેવી રીતે મનુષ્યોને ચોકકસ ભોજન ડીશ ફેવરીટ હોય એમ હિંસક પશુઓને
પણ ચોકકસ પ્રાણીના માંસ પ્રત્યે લગાવ હોય છે. તાજેતરમાં વનવિભાગે વનરાજને
કયો ખોરાક વધુભાવે અને એ શિકારમાં કયાં તૃણાહારીની પસંદ પહેલી કરે છે એ
માટે સર્વેક્ષણ કરતા એવુ નકકી થયુ છે કે વનરાજને ચીતળનું માંસ બહુ જ ભાવે
છે. તેને અને નીલગાયને શિકારમાં અગ્રતા આપે છે. વનરાજોના મળ દ્વારા સંશોધન
કરી વનવિભાગે શિકારના દરેક પાસાઓનો રસપ્રદ સરવે કર્યો હતો.
- વનરાજના મળના પૃથ્થકકરણ દ્વારા વનવિભાગે મેળવેલી વિગત
- વનવિભાગના સર્વેક્ષણ મુજબ
સિંહો જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં સૌથી વધુ કયાં પ્રાણીનો
શિકાર કરીને આરોગે છે એ અંગે સાસણ વિભાગ દ્વારા એક રસપ્રદ સરવે કરવામાં
આવ્યો હતો. જેમાં સિંહોના એકત્ર કરેલા મળના પૃથ્થકરણ દ્વારા પ્રાણીઓના
મળેલા વાળના આધારે એમ નકકી થયું હતુ કે વનરાજને શિકાર માટે ચીતળ બહુ જ
ફેવરિટ છે. જેનો શિકાર વનવિસ્તારમાં ૩૧.૦૬ ટકા છે.આ ઉપરાંત નીલગાય બીજા
નંબરે આવે છે. જે વનવિસ્તારમાં ૨૪.૦૫ ટકા અને રેવન્યુ વિસ્તારમાં ૪૫.૭૨ ટકા
છે. માલઢોર માત્ર ૩.૫ ટકા, છે એને ફેવરિટ શિકાર ચિતલ
નીલગાય છે. અને એ પછી ચિંકારા આવે છે. તેને સાબરનું માંસ પણ બહુ જ ભાવે છે.
જો વનરાજ બહુ જ ભૂખ્યો હોય અને શિકારની કોઈ ઉપલબ્ધતા ન હોય તો જ જંગલી
ભુંડનો શિકાર કરે છે. એની ટકાવારી ૦.૭૫ ટકા આવી હતી. રેવન્યુ વિસ્તારમાં
શિકારની પેટર્ન બદલી જાય છે. ત્યાં વધુ નીલગાયને પસંદ કરે છે. જેનો રેશિયો
૪૫.૭૨ ટકા છે. સાબર ૬.૪૧ ટકા, ચિતલ ૯.૨૫ ટકા, માલઢોર
૪૫.૭૨ ટકા ચીકારા ૧૦.૨૨ ટકાનો શિકાર થાય છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ
ર૦૧૦ની સિંહ વસતિ ગણતરી મુજબ કુલ ૪૧૧ સિંહો નોંધાયા હતા. જેમાં ૯૭ નર,૧૬૨ માદા, અને ૧૫૨ બચ્ચા હતા.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68505
No comments:
Post a Comment