Bhaskar News, Dhari
|
Feb 12, 2014, 00:05AM IST
- દીપડાને ગળાના ભાગે ઇજા : અન્ય બે ફાંસલા અને દેશી બંદુકમાં વપરાતો દારૂ પણ ઝડપાયો- વન્ય પ્રાણીઓની શિકાર પ્રવૃત્તિ કયારે અટકશે ?
ખાંભાની સીમમાં એક વાડીમાં ગઇરાત્રે એક દિપડો ફાસલામાં ફસાઇ જતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. વન વિભાગની ટીમે અહિં દોડી જઇ દિપડાને બેભાન બનાવી ફાસલાથી મુક્ત કરાવી સારવારમાં ખસેડયો હતો. વનતંત્રને વાડીમાંથી વધુ બે ફાસલા પણ મળી આવ્યા હતાં અને દેશી બંદુકમાં ઉપયોગ થતો દારૂ મળી આવ્યો હતો ત્યારે અહિં વન્ય પ્રાણીના શિકારના ઉદેશથી ફાસલા ગોઠવાયા હતાં કે કેમ તે દિશામાં વન વિભાગે તપાસ શરૂ કરી છે.
ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરવામાં આવતો હોવાની લાંબા સમયથી ફરીયાદ છે. અગાઉ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા પણ આ પ્રવૃતિ અટકાવવા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. આમ છતાં આજે ખાંભાના પાદરમાં જ વન્યપ્રાણીઓના શિકાર માટે ફાસલાનો ઉપયોગ થયાનું ખુલ્યુ હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખાંભાના વિમલસિંહ મહીપતસિંહ રાઠોડની વાડીમાં ગઇરાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે એક દિપડો ગળાના ભાગે ફસાયેલો હોવાનું જણાતા સ્થાનીક લોકો દ્વારા ડીએફઓ અંશુમન શર્માને જાણ કરાઇ હતી.
તેમની સુચનાને પગલે આરએફઓ પરડવા સ્ટાફ સાથે બનાવના સ્થળે ધસી ગયા હતાં. વેટરનરી ડોક્ટર હિતેષ વામજા દ્વારા આ દિપડાને બેહોશ બનાવી દેવાયો હતો અને બાદમાં તેને ફાસલામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આશરે બે મણ વજનના લીલી ખડના ટુકડા સાથે આ ફાંસલો બાંધવામાં આવ્યો હતો. દિપડાએ ફાંસલામાંથી છુટવા પ્રયત્ન કરતા તેને ગળાના ભાગે ઇજા પહોંચી હોય સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
દરમીયાન વન વિભાગ દ્વારા વાડીની તલાશી લેવામાં આવતા અન્ય બે સ્થળેથી ફાંસલા પણ મળી આવ્યા હતાં. એટલુ જ નહી દેશી બંદુકમાં ભરવાનો દારૂ પણ મળ્યો હતો. વાડીમાં લોખંડના તારમાં ઇલેકટ્રીક શોક મુકાતા હોવાના પુરાવા પણ મળ્યા હતાં. આમ વન્ય પ્રાણીના ખાતમા માટે અહિં સમગ્ર તખ્તો તૈયાર હોવાનું જણાતા ડીએફઓ પણ ચોંકી ઉઠયા હતાં. વન વિભાગે આ ફાંસલા કોણે ગોઠવ્યા હતાં તે દિશામાં તપાસ શરુ કરી છે.
પોલીસને પણ જાણ કરાઇ
ખાંભાની સીમમાં જે વાડીમાંથી દિપડો ઝડપાયો તે વાડી માલીકે ભાગવુ વાવવા આપેલી છે. વાડીમાંથી દેશી બંદુકમાં વપરાતો દારૂ મળી આવતા વનતંત્ર દ્વારા ખાંભા પોલીસને જાણ કરવામાં આવી છે. દિપડાની ઉંમર ચાર વર્ષ હોવાની અને ક્લચ વાયરનો ફાંસલો બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
શિકારની પ્રવૃતિ અટકાવો : લાયન નેચર કલબ
લાયન નેચર ક્લબ એ અગાઉ પણ ખાંભા પંથકમાં ફાંસલામાં ફસાવીને તથા ઇલેકટ્રીક શોક દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોવાની રજુઆતો કરી હતી. આજે આ ઘટનાથી તેમની વાતને સમર્થન મળતા તેમણે શીકારની આ પ્રવૃતિ અટકાવવા કડક પગલા લેવા માંગ દોહરાવી છે.
ખાંભાના પીપળવાના આધેડ ખેડૂત પર દીપડાનો હુમલોખાંભાની સીમમાં જે વાડીમાંથી દિપડો ઝડપાયો તે વાડી માલીકે ભાગવુ વાવવા આપેલી છે. વાડીમાંથી દેશી બંદુકમાં વપરાતો દારૂ મળી આવતા વનતંત્ર દ્વારા ખાંભા પોલીસને જાણ કરવામાં આવી છે. દિપડાની ઉંમર ચાર વર્ષ હોવાની અને ક્લચ વાયરનો ફાંસલો બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
શિકારની પ્રવૃતિ અટકાવો : લાયન નેચર કલબ
લાયન નેચર ક્લબ એ અગાઉ પણ ખાંભા પંથકમાં ફાંસલામાં ફસાવીને તથા ઇલેકટ્રીક શોક દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોવાની રજુઆતો કરી હતી. આજે આ ઘટનાથી તેમની વાતને સમર્થન મળતા તેમણે શીકારની આ પ્રવૃતિ અટકાવવા કડક પગલા લેવા માંગ દોહરાવી છે.
પાકમાં છુપાયેલા દિપડાએ અચાનક હુમલો કરી લોહી લુહાણ કરી દીધા
ખાંભા તાલુકાના પીપળવા ગામની સીમમાં ગઇસાંજે વાડીમાં કામ કરી રહેલા એક આધેડ ખેડૂત પર દિપડાએ હુમલો કરી તેમને હાથ અને માથા પર ઇજા પહોંચાડતા સારવાર માટે તેમને દવાખાને ખસેડવામાં આવ્યા છે. અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દિપડાની વસતી વધતી જાય છે. અને તેની સાથે સાથે દિપડા દ્વારા માણસ પર હુમલાની ઘટના પણ વધતી જાય છે. દિપડો છુપાઇને રહેવાવાળુ પ્રાણી છે. સીમ વિસ્તારમાં વાડી ખેતરોમાં દિપડો છુપાઇને રહેતો હોય ખેતીકામ કરતા ખેડૂત પર દિપડાના હુમલાની ઘટના અવાર નવાર બને છે. આવી જ એક વધુ ઘટના ખાંભા તાલુકાના પીપળવા ગામની સીમમાં બની હતી.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર પીપળવાના રણછોડભાઇ ખોડાભાઇ વાઘેલા નામના આધેડ ખેડૂત ગઇસાંજે પોતાની વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધસી આવેલા એક દિપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ દિપડાએ તેમને હાથ પર અને માથામાં ઇજા પહોંચાડતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતાં. તેમની બાજુની વાડીવાળા લાલભાઇ ઝાલા વિગેરેએ આવી હાંકલા પડકારા કરતા દિપડો નાસી છુટયો હતો. ઘવાયેલા રણછોડભાઇ વાઘેલાને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા હતાં. બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ દોડી ગયાનું જાણવા મળેલ છે.
No comments:
Post a Comment