Bhaskar News, Dhari
|
Feb 13, 2014, 00:20AM IST
- ધારી-ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં બન્યો બનાવ-ત્રણ થી પાંચ માસનું બચ્ચુ હોવાનું બહાર આવ્યું
ધારી -ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં આજે સમી સાંજે ઇનફાઇટનાં એક બનાવમાં સિંહે દીપડીનાં બચ્ચાને ફાડી નાંખતાં વન વિભાગનાં અધિકારીઓએ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય એ છે કે, વન વિભાગનાં પેરણા દરમિયાન આ બનાવ મામાપીરની જગ્યા પાસે બન્યો હોવાનું અને દીપડાના બચ્ચાનું મૃતદેહ લઇ પીએમ સહિતની કાર્યવાહી કરી હોવાનું ડીએફઓએ જણાવ્યું હતું.મોડેથી મળતા સમાચાર મુજબ ધારી-ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં મામાપીરની રેવન્યુ વિસ્તારમાં મામાપીરની જગ્યા પાસે ત્રણથી પાંચ માસનું મૃત હાલતમાં દીપડીનું બચ્ચું મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.
આ બનાવની જાણ થતાં ડીએફઓ અશુંમન શર્માને જાણ કરાતાં આરએફઓ એ.વી. ઠાકર, નિલેશભાઇ વેગડા, અમિત ઠાકર, જે.બી. બાપલ તેમજ વેટરનરી તબીબ ડો.હિતેશ વામજા રેવન્યુ બીટ વિસ્તારમાં પહોંચ્યા હતાં અહીંથી દીપડીનાં બચ્ચાનાં મૃતદેહનો કબજો લીધો હતો. દરમિયાન પી.એમ. બાદ ડીએફઓએ જણાવ્યુ હતું કે, ત્રણ થી પાંચ માસનું આ બચ્ચું હંમેશા દીપડી સાથે જ હોય છે. પરંતુ ઇનફાઇટના આ બનાવમાં સિંહે દીપડીને ભગાડી ગળાનાં અને પગનાં ભાગે હૂમલો કરી દીપડીનાં બચ્ચાને ફાડી ખાધું છે.
No comments:
Post a Comment