Bhaskar News, Talala
|
Feb 27, 2014, 01:05AM IST
- જાંબુર (ગીર) ગામનાં ૨૦૦ સીદી આદિવાસી પરિવારોને તંત્ર દ્વારા મકાનનાં આધાર અપાયાતાલાલા પંથકનાં જાબુર ગામે ૨૦૦ સીદી આદિવાસી પરિવારોને મકાનનાં આધાર મળતા ખૂશીનો માહોલ પ્રસર્યો છે.ગીર-સોમનાથ જિલ્લા નાયબ કલેકટર વીરાણીનાં અધ્યક્ષ સ્થાને આજે જાંબુર ખાતે યોજાયેલા સનદ વિતરણ કાર્યક્રમમાં તાલાલા મામલતદાર બી.કે. ઝાલા, ટીડીઓ મકવાણા, આદીપ જુથ - પ્રાયોજન અધિકારી સંભાણીયા, માધુપુર- જાંબુરના સરપંચ ભીમશીભાઇ બારડ, ઉપસરપંચ અલાપાભાઇ મજગુલ, સદસ્યો અહેમદભાઇ દરજાદા, સૈયદભાઇ ભાલીયા, અગ્રણી સોમનાથીસિંહ ક્ષત્રીય સહિત સીદી આદીવાસી સમાજનાં અગ્રણી અબ્દુલભાઇ મજગુલ, મહીલા અગ્રણી હીરબાઇબેન લોબી સહિત મોટી સંખ્યામાં આદીવાસી સમાજનાં પરિવારો ઉપસ્થિત રહયા હતાં.
સરપંચ ભીમશીભાઇ બારડે ગરીબ પરિવારો માટે મકાનનાં આધાર ઉપયોગી બનશે તેની કામગીરીને આવકારી હતી. મહિલા અગ્રણી હીરબાઇબેન લોબીએ આદીવાસી પરિવારો માટે ૧૦૦ ચો.વાર જમીનની સનદો આપવા સાથે ભારત સરકાર અને રાજય સરકારની વિવિધ યોજના હેઠળ સીતેર હજારની સહાયથી પાકા મકાનો બનાવી આપવાનાં નિર્ણયથી ગરીબ પરિવારોની કાયમી સમસ્યાનો અંત આવશે તેમ જણાવેલ.
જાંબુરનાં ર૦૦ પરિવારોને સનદો આપ્યા બાદ બાકીનાં પરિવારોનેપણ ઝડપથી આધાર પ્રાપ્ત થશે તેમ નાયબ કલેકટર વીરાણી અને તાલાલા મામલતદારએ જણાવેલ ૭૯ પરિવારોને આદીપ જુથ અને ૪ર પરિવારોને તાલુકા પંચાયત હસ્તક ઇન્દીરા આવાસ યોજના હેઠળ સીતેર હજારની સહાય આપી પાકા મકાનો બનાવી અપાશે તેમ તાલુકા વિકાસ અધિકારી મકવાણા અને આદીપ જુથનાં પ્રાયોજન અધિકારી સંભાણીયાએ જણાવતા ગરીબ પરીવારોમાં ખુશી છવાઇ હતી.
તાલાલા તાલુકા પંચાયતના મયુરભાઇ વ્યાસ અને મામલતદાર
કચેરીનાં કમલેશ સોલંકીએ સનદો વિતરણની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી હતી. સનદ
વિતરણ કાર્યક્રમનું સંચાલન માધુપુર - જાંબુરનાં તલાટી મંત્રી ડાયાભાઇ
મકવાણાએ કરેલ આભાર દર્શન તાલુકા ભાજપ મીડીયા સેલનાં સહ કન્વીનર સંદીપ સુચકે
અધિકારી વર્ગનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગીર-સોમનાથ કલેકટરનાં ઋણી રહીશુ
અગ્રણી અબ્દુલભાઇ મજગુલે પોતાનાં વકતવ્યમાં ગીર-સોમનાથ કલેકટરનો જાહેર આભાર માની ગદગદીત સ્વરે કલકેટરનાં ઋણી રહીશું તેમ જણાવેલ.
બેવડી ખુશી આખા જાંબુરમાં સી.સી રોડનાં કામ શરૂ
જાંબુરમાં વસતા ગરીબ સીદી પરિવારોનાં ઉત્કર્ષ માટે આવતી યોજના હેઠળ ગામની શેરીઓમાં સી.સી. રોડ બનાવવા અંગે ડી.ડી.ઓ દિલીપ રાણાએ અગાઉ ખાત્રી આપી હતી તે મુજબ ૩૦ લાખનાં ખર્ચે આજથી જાંબુર ગામમાં સી.સી. રોડનાં કામ શરૂ થતા આખા ગામમાં બેવડી ખુશી છવાઇ હતી.

No comments:
Post a Comment