Friday, February 28, 2014

ખાંભા નજીક વાડીમાંથી મળેલ વિસ્ફોટક એફએસએલમાં મોકલાયો.


Bhaskar News, Amreli | Feb 19, 2014, 01:30AM IST
- ફાંસલામાં ફસાયેલ દિપડાને બચાવતી વખતે દેશી બંદુકમાં ભરવાનો દારૂ પણ ઝડપાયો હતો

થોડા દિવસ પહેલા ખાંભાની સીમમાંથી વન વિભાગે રાજેન્દ્ર રાઠોડ નામના ખેડૂતની વાડીમાંથી ફાંસલામાં ફસાયેલ દિપડાને બચાવી લીધો હતો. આ સમયે બાજુની વાડીમાંથી બે ફાંસલા અને દેશી બંદુકમાં ભરવાનો દારૂ મળી આવતા વન વિભાગે આ અંગે પોલીસને રીપોર્ટ કરતા પોલીસે આ વિસ્ફોટક એફએસએલમાં મોકલ્યો છે.

ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓની વસતી ઘણી વધારે છે ત્યારે આ પ્રકારની ઘટનાને ખુબ જ ગંભીરતાથી જોવાઇ રહી છે. ફાંસલામાં ફસાવીને વન્ય પ્રાણીના શિકારની ફરીયાદ તો ઘણા સમયથી છે. પરંતુ દેશી બંદુકના ઉપયોગની વાતથી પ્રકૃતિ પ્રેમીઓ ચિંતીત છે. થોડા દિવસ પહેલા ખાંભાની સીમમાંથી રાજેન્દ્ર રાઠોડ નામના ખેડૂતની વાડીમાંથી ફાંસલામાં ફસાયેલી હાલતમાં દિપડો મળી આવ્યો હતો.
વન વિભાગના સ્ટાફે અહિં દોડી જઇ આ દિપડાને બચાવી લીધો હતો અને આસપાસમાં તપાસ કરતા બે અન્ય ફાંસલા પણ મળી આવ્યા હતાં તથા બાજુની વાડીમાંથી દેશી બંદુકમાં વપરાતો દારૂ પણ મળી આવ્યો હતો. વન વિભાગે આ તમામ મુદામાલ કબજે લીધો છે.દરમીયાન વન વિભાગ દ્વારા આ વિસ્ફોટક પદાર્થ અંગે ખાંભા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસે પંચરોજકામ કરી આ વિસ્ફોટક પદાર્થ કબજે લઇ તેને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવા કાર્યવાહી કરી હતી. બનાવ અંગે પીએસઆઇ ભરવાડ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

No comments: