Sunday, August 31, 2014

ખેતર ફરતે કટાઈને સડી જતી વાયર ફેન્સિંગથી ખેડૂતોને મુશ્કેલી.

Aug 30, 2014 00:09
  • અપુરતી ગ્રાન્ટને લીધે યોજનાનો લાભ સમયસર મળતો નથી
  • સ્ટીલની જાળી ફીટ કરવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રતિભાઈ સાવલિયાની માગણી
(પ્રતિનિધિ) જૂનાગઢ : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં ખેતીમાં જંગલી પશુઓ રોજ- ભુંડનો ત્રાસ વધી રહ્યો છે. નજીકના દિવસોમાં પાક તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે સ્ટીલના તારની જાળી ફીટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેને કરી છે.
જૂનાગઢ અને ગીર સોમનાથમાં ખેતીમાં જંગલી પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમયમાં પાક તૈયાર થવાની તૈયારી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રતીભાઈ સાવલીયાએ કૃષિ અને પશુપાલન મંત્રીને પત્ર દ્વારા જણાવ્યું છે કે, જંગલ ખાતા દ્વારા ગ્રુપમાં ખેડૂતોને ફેન્સીંગ કરવાની યોજના છે. પરંતુ વાયર ફેન્સીંગમાં ટુંક સમયમાં જ વાયર કાટી સડી જાય છે. ઉપરાંત આવા વાયર ફેન્સીંગમાં શેઢાડી જેવા નાના પ્રાણીઓ અંદર આવી જાય છે. જેના કારણે પાકનું નુકશાન થાય છે. વાયર ફેન્સીંગમાંની જગ્યાએ સ્ટીલના તારની જાળી ફીટ કરવાની મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોના પાકનું સારી રીતે રક્ષણ થઈ શકે તેમ છે. આ ઉપરાંત હાલમાં જંગલ ખાતા દ્વારા વાયર ફેન્સીંગનું કામ ચાલુ છે. તેમાં પણ ગ્રાન્ટના અભાવે લાંબા સમય સુધી ખેડૂતોનો વારો આવતો નથી. ત્યારે વધુમાં વધુ ગ્રાન્ટ ફળવાય અને સ્ટીલના તારની જાળી ફીટ કરવાની માંગણી તેઓએ રાજ્યના કૃષિ મંત્રીને પાઠવેલા પત્રમાં કરી છે.
ઉ૫રોક્ત રજૂઆતને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ રતીભાઈને પૂરતો ટેકો આપ્યો છે. આખરે વાત તો ખેડૂતોના હિત માટેની જ હોઈ તો તેમાં ઢીલાશ શા માટે ? તે એક યક્ષ પ્રશ્ન છે.

જંગલમાં બે સિંહો વચ્ચે ઈનફાઈટમાં દોઢ વર્ષના પાઠડાનું મોત.

Aug 30, 2014 00:36
  • જસાધાર રેન્જનો બનાવ : મૃતદેહનું વનવિભાગે પોસ્ટમોર્ટમ કરાવ્યું
ખાંભા : ગત રાતે જસાધાર જંગલ વિસ્તારમાં બે સિંહો વચ્ચે ધમાસાણ ઈનફાઈટ થતા દોઢ વર્ષના પાઠડાને અન્ય સિંહે ગંભીર રીતે ઘાયલ કરી દેતાં મોત નિપજયું હતુ.  પ્રાપ્ત વિગત મુજબ ગત રાતે ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના જંગલ વિસ્તારમાં બે સિંહો વચ્ચે કાંટેકી ટકકર સમાન યુદ્ધ ખેલાઈ જતા જંગલ ગાજી ઉઠયુું હતું લાંબા સમયના યુદ્ધ બાદ પુખ્ત વયના સિંહે દોઢ વર્ષના પાઠડા સિંહને ઘાયલ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની વનવિભાગને જાણ થતાં ડીએફઓ અંશુમાન શર્મા સહિતના અધિકારીઓ જંગલમાં દોડી ગયા હતા. અને મૃત્યુ પામેલા પાઠડાનો મૃતદેહ કબજે લઈ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. જેમા આ મૃત્યુ ઈનફાઈટમાં થયાનું જણાવાયું હતુ.

તાલાલા પંથકમાં શેરડીના પાકને ભરખી રહેલી 'ભીંગડી'


  • Aug 30, 2014 00:11
  • વૃધ્ધિ અટકી જતાં ૫૦૦૦ એકરમાં ઉભેલા પાક પર જોખમ
તાલાલા : સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ સમયે પાતા શેરડીના પાકનું તાલાલા પંથકમાં આશરે પાંચ હજાર એકરમાં વાવેતર થયું છે. પરતુ હાલ આ શેરડીના પાકને 'ભીંગડી' નામનો રોગે ભરડો લીધો હોઈ પાકનો નાશ થવાની ભીતિ ઉભી થઈ છે ત્યારે ખેતવાડી ખાતાના તજજ્ઞાોએ શેરડીના પાકને બચાવવા માટે જાત તપાસ કરી સમયસર પરિણામલક્ષી કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ પાક નષ્ટ થવાની ભીતી ખેડૂતોમાં ઉભી થઈ છે.
તાલાલા પંથકના જુદા જુદા ગામોમાંથી મળેલી વિગતો મુજબ આ વર્ષે આ પંથકમાં આશરે પાંચ હજાર એકરમાં શેરડીનું વાવેતર થયું છે. પરંતુ હાલ શેરડીના પાકમાં 'ભીંગડી'નો રોગ આવી ગયો છે. આ રોગના કારણે શેરડીની વૃધ્ધી અટકી ગઈ છે.
આ રોગના નિયંત્રણ માટે ખેડૂતોએ વ્યાપક પ્રયત્નો કર્યા હોવા છતાં આ રોગ નિયંત્રણમાં આવેલ નથી. જેથી શેરડીના ઉત્પાદકો મુંઝવણમાં મુકાઈ ગયાં છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘામાં ૨૦ ટન જેટલી શેરડી ઉતરે છે પણ હાલ લાગુ પડેલા રોગના કારણે વૃધ્ધી અટકી ગઈ હોય ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ગત વર્ષે ઓછા વાવેતરના કારણે પાક ઓછો થયો હતો અને દેશી ગોળ બનાવવાના ૫૦ રાબડા શરૃ થયાં હતાં. જો કે દર વર્ષે ૧૫૦ જેટલા રાબડા દ્વારા ગોળ બને છે. ત્યારે આ વર્ષે સારૃ વાવેતર થયું છે પરંતુ 'ભીંગડી' નો રોગ પાકને ભરખી જાય તે પહેલા ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૃર છે.

બોરવાવથી સાસણ હાઈ.-વેને જોડતા નવા માર્ગ માટે રૃ.૧ કરોડ મંજૂર


  •  Aug 31, 2014 00:10
  • વનાળિયાનો પૂલ અને વાડલાથી મોરૃકા સુધીનો પેવર રોડ બનાવવા રજૂઆત
(પ્રતિનિધિ) જૂનાગઢ : તાલાલા તાલુકાના બોરવાવથી સાસણ હાઈ વે ને જોડતા નવા માર્ગ માટે રૃ.૧ કરોડની રકમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ આ કામગીરી તાત્કાલીક શરૃ કરવા મંત્રી દ્વારા અધિકારીઓને સુચના પણ આપવામાં આવી છે.
બોરવાવ ગામથી સાસણ હાઈ વેને સંગોદ્રા ફાટક પાસે જોડતા આશરે સાડા ત્રણ કિમીના પેવર રોડ અંગે તલાળા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલે ગાધીનગર ખાતે માર્ગ અને મકાન મંત્રી નિતિનભાઈ પટેલને રૃબરૃ મળી રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૃપે રૃપિયા ૧ કરોડ આ પેવર રોડ બનાવવા મંજૂર કરવામાં આવ્યા છે. બોરવવાથી તાલાલા વચ્ચેનો વનાળિયાનો પુલ બને તો આ પંથકનાં પ થી ૬ ગામના લોકોને લાભ મળે તેમ છે. વધુ વરસાદ દરમિયાન આ ગામમાં મુખ્યમથકથી છુટા પડી જતા હોવાથી આ ગામના લોકોએ પરેેશાની વેઠવી પડે છે.આ પંથકના વાડલા ગામથી મોરૃકા સુધી જવા માટે પણ ૩ કિ.મી. પેવર રોડ બનાવવા અંગે રજૂઆત કરી છે.

બહાર આને સે પહેલે ખીર્ઝાં ચલી આઈ : બાબરામાં વન બન્યું વેરાન.

Aug 30, 2014 00:11

  • સરકારી વન મહોત્સવમાં સંઘાણી સહિતના નેતાઓએ ફોટા પડાવ્યા તે પડાવ્યા, એ પછી કોઈએ દરકાર જ ન લેતા છોડ મૂરઝાયા
બાબરા : બાબરા ખાતે એક માસ પહેલા ૬૮માં વનમહોત્સવને અનુલક્ષીને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મોટા ગજાના નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પરંતુ એક જ માસમાં આ તમામ વૃક્ષોનું નિકંદન નીકળી ચૂક્યુ છે. પ્રસિધ્ધિ ભૂખ્યા નેતાઓએ ફોટા પડાવ્યા બાદ જાળવણીના એક પણ પગલા લીધા ન હોવાથી આ કાર્યક્રમ તદ્દન નિષ્ફળ રહ્યો છે.
બાબરાના કરીયાણા રોડ સંપ સ્ટેશન ખાતે ગત તા. ૩૦ ના રોજ નગરપાલિકાના ઉપક્રમે ૬૮માં વનમહોત્સવ અંતર્ગત વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
આ વૃક્ષારોપણમાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, જીલ્લા ભાજપ પ્રમુખ સુખડિયા, બાંધકામ સમિતીના ચેરમેન સાનેપરા સહિત ભાજપના હોદ્દેદારો તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. તમામે વૃક્ષારોપણ કરીને ફોટા પડાવ્યા બાદ સોશ્યલ સાઈટ્સ પર પ્રસિધ્ધિ મેળવવા પ્રયત્નો કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમને માત્ર એક જ માસ પૂરો થયો ત્યાં જ વાવેલા વૃક્ષો યોગ્ય કાળજીને અભાવે સૂકાઈ ગયા છે. ટ્રી ગાર્ડ વગરના છોડને રખડતા પશુઓએ પોતાનો આહાર બનાવી લીધો છે. આટલા ટૂંકા ગળામાં જ તમામ વૃક્ષોનું નિકંદન નીકળી ગયુ છે.
વન મહોત્સવમાં ભાગ લેનાર તમામ નેતાઓ અને અધિકારીઓ વૃક્ષારોપણને પ્રસિધ્ધીનું માધ્યમ ગણતા હોય તેવુ ચર્ચાઈ રહ્યુ છે કારણ કે આ કાર્યક્રમ બાદ કેટલાક લોકોના છોડ વાવેતર કરતા ફોટા સોશ્યલ સાઈટ્સ પર પણ વહેતા મૂકવામા આવ્યા હતા.
શહેરમાં થતી ચર્ચાઓ મુજબ કોઈએ પણ વૃક્ષોની તકેદારી રાખવાની જવાબદારી લીધી ન હતી જેથી વન મહોત્સવ જેવો સાર્વજનિક હિતનો કાર્યક્રમ પણ નિષ્ફળ ગયો છે જે ખરેખર દુઃખદ બાબત છે.

૧૫ ફૂટ ભરેલા કૂવામાં સિંહબાળ એક કલાક મોત સામે ઝઝૂમ્યું.

Aug 24, 2014 00:50

  • ૩૦ ફૂટ ઊંડા કૂવામાંથી વન વિભાગે હેમખેમ બહાર કાઢીને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યું
પ્રભાસપાટણ :  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી નજીક એક કુવામાં પડી ગયેલા ત્રણ માસના માદા બાળસિંહને વન વિભાગની ટીમે જીવીત બચાવી સહીસલામત બહાર કાઢયું હતું.
 ડારી ગામ નજીક આવેલી વલી મહમદ નુરમહમદ ગનીની વાડીમાં ત્રણ માસનું સિંહબાળ પડી ગયું હતું. આ અંગેની ગામના સરપંચ જમાલભાઈને જાણ થતા તેમણે સવારે ૧૦ કલાકે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ૧૦.૩૦ કલાકે સ્થળ પર પહોંચી બચાવ કાર્ય હાથ ધરી એક કલાકમાં બચ્ચાને સહી સલામત બહાર કાઢી બચાવી લીધું હતું. સિંહબાળ જે કુવામાં પડી ગયું તે કુવો ૩૦ ફૂટ ઉંડો હતો અને તેમાં ૧પ ફૂટ પાણી ભર્યુ હતું.
 સલામત રીતે બચાવી લેવાયેલા આ સિંહબાળને માળીયા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યું છે.આ બચાવ કામગીરી વન વિભાગ અધિકારી ડોડીયાના માર્ગદર્શન મુજબ રાઉન્ડ ફોરેસ્ટર એચ.આર.રતનપરા, બીટગાર્ડ એન.એમ.પંચાસરાએ બજાવી હતી.

રસ્તા આડે ઉતરેલા દીપડાને વનરાજ દ્વારા સજા-એ-મોત.

Aug 23, 2014 01:26

  • વિસાવદરના વેકરિયાની સીમમાં બનેલો બનાવ
વિસાવદર : ગીરના જંગલ વિસ્તારમાં હિંસક વન્ય જીવોમાં હાલ સંવનનકાળ ચાલી રહ્યો છે અને એમાં નર માદા પર સર્વોપરિતા સાબિત કરવા માટે વીરતાનું પ્રદર્શન કરવાની તક કયારેય છોડતા નથી. આના કારણે અવારનવાર ઈનફાઈટ થવાના બનાવો બની જાય છે. આ ઉપરાંત હિંસક પ્રાણીઓમાં આધિપત્યભાવ પણ વકરી ગયો હોય છે એમાં સિંહ અને દીપડાઓ વચ્ચે અવારનવાર અસ્તિત્વની આરપાર લડાઈ થઈ જાય છે. તાજેતરમાં જ વિસાવદર તાલુકાના વેકરિયા ગામની સીમમાં રસ્તામાં આડો ઉતરનારો દીપડો સિંહના ગુસ્સાનો ભોગ બની ગયો હતો અને બન્ને વચ્ચે જોરદાર લડાઈ થતાં સિંહે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતોે.
   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વેકરિયાની સીમમાં પ્રકાશભાઈ શિવશંકરભાઈ ત્રિવેદી પોતાના ખેતરે જઈ રહ્યા હતા એવામાં ખેતરની વચ્ચો વચ્ચ દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેણે વનવિભાગને જાણ કરતા એસીએફ કપ્તા સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ત્યાં તપાસ કરતા દીપડાના ગળાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાના નિશાનો હતા. કાન નાકમાંથી લોહી વહી ગયું હતુ. મૃતદેહની આસપાસ તપાસ કરતા સિંહના સગડ મળી આવ્યા હતા. અને કહેવાય છે કે આ દીપડો રસ્તામાં આડો ઉતરતા એની સાથે ઈનફાઈટ થઈ હતી. મોતને ભેટનાર દીપડાની ઉમર બે વર્ષની છે. ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ માસમાં પણ બે વર્ષની વયના એક દીપડાને સિંહ સાથે લડાઈમાં મોત નિપજયુ હતુ આ બીજો બનાવ બન્યો છે. દીપડાના મૃતદેહને વિસાવદર લાવી પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

ગિરનાર અભયારણ્યને અડીને ચાલતું બાલાજી પ્રોેસેસર બંધ કરવા વનતંત્રએ નોટીસ ફટકારી.

Aug 27, 2014 00:18
જૂનાગઢ : જૂનાગઢ નજીક વિજાપુરના પાટિયા પાસે ગિરનાર અભયારણ્યને અડકીને ચાલતા સાડીની ધોલાઈના યુનિટ બાલાજી પ્રોસેસરની મંજૂરી પુરી થઈ જતા વનતંત્રએ આ યુનિટ બંધ કરવા બાબતે નોટીસ ફટકારી છે. તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અનુરોધ કરીને ફરી વખત મંજૂરી ન આપવા વનવિભાગે જણાવ્યું છે. ગિરનાર અભયારણ્ય જાહેર થયા બાદ પણ ઘણા લાંબા સમયથી જંગલની બોર્ડર ઉપર જૂનાગઢ પાસે વિજાપુરના પાટિયે ચાલતા બાલાજી પ્રોસેસર નામના
 
સાડીના ધોલાઈના યુનિટને લીધે વનસંપદાને ભારે નૂકશાની પહોંચી રહી છે. કેમિકલવાળા પાણીને લીધે વન્યપ્રાણીઓના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો હતો. આ અંગે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી હતી. દરમિયાનમાં આ યુનિટની મંજૂરી ગત તા.૧૭ ના રોજ પુરી થઈ જતા વનવિભાગે યુનિટ બંધ કરવાની નોટીસ ફટકારી છે. નોટીસ આપી હોવાની વાતને સમર્થન આપતા આર.એફ.ઓ. પી.જે.મારૃના જણાવ્યા અનુસાર વન્યપ્રાણીઓને થતી નૂકશાની સંદર્ભે આ યુનિટ અહી ચાલે તે યોગ્ય નથી. અભયારણ્યની બોર્ડરને અડીને આવેલું આ યુનિટ ઈકો સેન્સેટીવ ઝોનમાં આવે છે. માટે તેને મંજૂરી આપી શકાય નહીં. યુનિટ બંધ કરવાની નોટીસ સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ પત્ર પાઠવીને ફરીથી આ યુનિટને મંજૂરી ન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
http://sandesh.com/article.aspx?newsid=2979462

ધારી: જશાધાર રેંજની સીમમાં સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Dhari | Aug 30, 2014, 10:06AM IST
ધારી: જશાધાર રેંજની સીમમાં સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો
(સિંહણની પ્રતિમાનો પ્રતિકાત્મક ઉપયોગ)
 
- ઇનફાઇટમાં મોત થયાનું તારણ : ઉભા પાકમાં માત્ર અવશેષો પડયા હતાં

ધારી: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી હોય તેમ અવાર નવાર સાવજોના કમોતની ઘટના બનતી રહે છે. આવી વધુ એક ઘટના ગીરપૂર્વની જસાધાર રેંજમાં ઉના તાલુકાના સણોસરી ગામની સીમમાં બની હતી. જ્યાં એક દોઢ વર્ષની સિંહણના ઇનફાઇટમાં કદાવર સિંહે મારી નાખી હતી. આજે આ સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ વાડીના ઉભા પાકમાંથી મળી આવ્યો હતો.

ઇનફાઇટમાં સિંહણના મોતની આ ઘટના જસાધાર રેંજના સણોસરી ગામની સીમમાં સરપંચના ભાઇની વાડીમાં બની હતી. આજે સવારે અહિં વાડીમાં ઝારના ઉભા પાકમાં એક સિંહણના મૃતદેહના અવશેષો પડયા હોવાની જાત થતા વાડી માલીક દ્વારા વનતંત્રને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ધારીથી ડીએફઓ અંશુમન શર્મા, વેટરનરી ડો. હિ‌તેષ વામજા, સ્થાનીક આરએફઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

અહિં ઉભા પાક વચ્ચે આશરે દોઢેક વર્ષની ઉંમરની સિંહણનું માથુ, પગ, પુછડી જેવા અવશેષો મળી આવ્યા હતાં. સિંહણના બાકીના શરીરનો ભાગ ખવાઇ ગયો હતો. આ સિંહણનું મોત પ્રથમ દ્રષ્ટિએ ઇનફાઇટમાં થયાનું મનાઇ રહ્યુ છે. અહિં અન્ય સાવજોની અવર જવરના સગડ પણ મળી આવ્યા હતાં. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે અહિં એક કદાવર સાવજ પણ વસે છે. આ મૃતદેહને સાવજ ખાઇ ગયો હોવાનું મનાઇ રહ્યુ છે. સિંહણના મૃતદેહને પોસ્ટ ર્મોટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાયો હતો. ગીર પૂર્વના રેવન્યુ વિસ્તારમાં આ પ્રકારના સાવજોના કમોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે.
અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો છે-ડીએફઓ શર્મા

ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે સણોસરાની સીમમાંથી દોઢ વર્ષની સિંહણનો અર્ધ ખવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહણનું ઇનફાઇટમાં મોત થયાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યુ છે. આમ છતાં પીએમ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

અમરેલી: જોતજોતામાં 5 સાવજોએ કર્યું 73 ઘેંટા, બકરાંનું મારણ.

Bhaskar News, Rajula | Aug 26, 2014, 09:51AM IST
અમરેલી: જોતજોતામાં 5 સાવજોએ કર્યું 73 ઘેંટા, બકરાંનું મારણ
(પાંચ સાવજોનું ટોળું જોકમાં ત્રાટકીને માલધારીના ઘેંટા બકરાને મારી નાખ્યા બાદ જંગલખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા)
 
- રાજુલાના જીંજકામાં પાંચ સાવજોએ જોકમાં પડી ૭૩ ઘેંટા-બકરા મારી નાખ્યા
- અન્ય પંદર ઘેંટા-બકરા ઘાયલ : જોકમાં સુતેલા માલધારીઓ માંડ બચ્યા

રાજુલા: અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પોતાના પેટની ભુખ ભાંગવા માટે હાહાકાર વર્તાવી રહ્યા છે. ગમેત્યારે ગમે તે ગામમાં ઘુસી માલધારીઓના ઉપયોગી પશુઓનું મારણ કરે છે. રાજુલાના જીંજકામાં તો ગઇરાત્રે પાંચ સાવજોએ પાદરમાં જોકમાં કુદી પડી એક સાથે ૭૩ ઘેંટા-બકરા મારી નાખતા માલધારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. એેટલુ જ નહી ૧૫ ઘેંટા-બકરાને ઘાયલ પણ કરી દીધા હતાં.

ગીર જંગલના ખુંખાર સાવજો ત્રાડો નાખતા શિકાર માટે સામેથી ધસી આવે ત્યારે ઘેંટા-બકરા જેવા ગભરૂ પ્રાણી તો આમ પણ હુમલા વગર જ મરી જાય છે. સાવજની હાજરીનો જ ફફડાટ એવો હોય છે કે અનેક ઘેંટા-બકરા સાવજે પંજો ન માર્યો હોય તો પણ મોતને ભેટે છે. ત્યારે એક સાથે પાંચ પાંચ સાવજો શિકારનો ખેલ ખેલવા આવી પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે જ ખુનની હોળી ખેલાવાની. રાજુલા તાલુકાના જીંજકા ગામે ગઇકાલે રાત્રે કંઇક આવું જ બન્યુ હતું. જીંજકા ગામના પાદરમાં ભરતભાઇ ભરવાડ અને ભીખાભાઇ હરીજન જોક બનાવી પોતાના માલઢોર તેમાં રાખે છે.

ગઇરાત્રે આ બન્નેએ પોતાના માલઢોર જોકમાં પુરી તેઓ પણ બાજુમાં જ સુતા હતાં ત્યારે મધરાત્રે અચાનક જ ભુખ્યા થયેલા પાંચ સાવજો કાળ બનીને જોકમાં પડ્યા હતાં. દુરથી ઘેંટા બકરાની ગંધ પારખી ગયેલા સાવજોએ કુદીને સીધુ જ જોકમાં ઝુંકાવ્યુ હતું અને ટપોટપ ઘેંટા-બકરાને મારવા લાગ્યા હતાં. અહિં સવા સો જેટલા ઘેંટા-બકરા બાંધેલા હતાં. જેમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે સાવજોએ જોતજોતામાં ટપોટપ ૭૩ ઘેંટા-બકરાને મારી નાખ્યા હતાં. જેને પગલે ગામના પાદરમાં દેકારો બોલી ગયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારના માલધારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો આ રીતે અવાર નવાર ઉપયોગી પશુઓનું મારણ કરે છે.

અમરેલી: જોતજોતામાં 5 સાવજોએ કર્યું 73 ઘેંટા, બકરાંનું મારણ
(પાંચ સાવજોનું ટોળું જોકમાં ત્રાટકીને માલધારીના ઘેંટા બકરાને મારી નાખ્યા બાદ જંગલખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા)
 
માલધારીઓ માંડ બચી શક્યા

જ્યારે પાંચ સાવજોનું ટોળુ આ જોકમાં ત્રાટકયુ ત્યારે ભરતભાઇ ભરવાડ અને ભીખાભાઇ હરીજન તેમની જોકમાં જ સુતા હતાં. પરંતુ સાવજો જોકમાં ત્રાટકતા જ તેઓ માંડ માંડ બચીને ગામમાં ભાગવામાં સફળ રહ્યા હતાં.

મહા મુસીબતે સિંહોને ગામલોકોએ ખસેડ્યા

પાંચ સાવજો જોકમાં ત્રાટકતા માલધારીઓ તો માંડ બચી શક્યા પણ ૭૩ ઘેંટા-બકરા મોતને ભેટયા. બાદમાં અહિં એકઠા થઇ ગયેલા ગામલોકોએ હાંકલા પડકારા કરી મહા મુસીબતે સાવજોને અહિંથી ભગાડ્યા હતાં.
વનતંત્રનો જંગી કાફલો દોડ્યો

એક સાથે ૭૩ ઘેંટા-બકરાના મારણના સમાચાર મળતા જ સ્થાનિક આરએફઓ રાઠોડ ૩૦ જેટલા વન કર્મચારીઓ સાથે આ વિસ્તારમાં દોડી ગયા હતાં. સિંહોનુ આ ટોળુ રાત્રે નાગેશ્રી અને વડલી પંથકમાં હોવાનું જાણવા મળેલ છે.

ખાંભા નજીક ૧૦ ફુટ લાંબા અજગરનો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Dhari |Aug 22, 2014, 00:05AM IST

-પીપળવા રાઉન્ડ રેવન્યુ વિસ્તારની ઘટના
-વનવિભાગના સ્ટાફે મૃતદેહ કબજે લઇ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી


ધારી: ધારી ગીરપુર્વની તુલશીશ્યામ રેંજના પીપળવા રાઉન્ડ ખાંભા નજીક માર્ગ પરથી એક દસ ફુટ લાંબા અજગરનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. અને અજગરના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

અજગરનો મૃતદેહ મળી આવવાની આ ઘટના તુલશીશ્યામ રેંજના પીપળવા રાઉન્ડ રેવન્યુ વિસ્તાર ખાંભા નજીક બની હતી. અહી માર્ગ પર એક અજગરનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી ડો. હિ‌તેષ વામજા સહિ‌ત વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

અજગરનો મૃતદેહ કબજે લઇ પીએમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આ અજગરનુ મોત કોઇ વાહન હડફેટે થયાનુ વનવિભાગે પ્રાથમિક તારણ જણાવ્યું હતુ. અજગર માર્ગ પસાર કરતી વખતે વાહન હેઠળ ચગદાઇ ગયો હતો.

હસ્નાપુર અને વિલીંગ્ડન ડેમોમાં માછીમારીને સ્ટેન્ડિંગે નકારી.

DivyaBhaskar News Network | Aug 31, 2014, 08:50AM IST

જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં જૂનાગઢ મનપા હસ્તાકનાં ડેમોમાં માછીમારીની પ્રવૃત્તિને કમિટીએ નકારી કાઢી હતી. જયારે વિવિધ વિકાસ કામોને મંજૂરીની મહોર મારી હતી. જેમાં મુખ્યત્વે યુડીપીની ગ્રાન્ટમાંથી સંત રોહિદાસનગરમાં બનનાર ઓવરહેડ ટેન્કનાં કામનો સમાવેશ થાય છે.
જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન સંજય કોરડિયાની અઘ્ય ાતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરનાં વિકાસ કામોને મંજૂરી અને કમિશ્નરની દરખાસ્તો બાબતે ચર્ચા-વિચારણા કરી વિકાસનાં કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા સંત રોહિદાસનગરમાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે યુડીપી ગ્રાન્ટ તળે ૮૦ હજાર લિટરની ામતા ધરાવતી ૧૨ મીટર ઉચી ઓવરહેડ ટેન્કની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
જયારે જૂનાગઢ મનપા હસ્તકનાં બે મુખ્ય ડેમો હસ્નાપુર અને વિલીંગ્ડન ડેમમાં મત્સ્યપ્રવૃત્તિ શરુ કરવા અને માછીમારીની પ્રવૃત્તિને મંજૂરી આપવા માટેની કમિશ્નરની દરખાસ્તને નામંજૂર કરાઇ હતી. આગામી દિવસોમાં અમે શહેરનાં વિકાસની બાબતોને પ્રાધાન્ય અપાશે અને લોકોની સુખાકારીનાં કામો પહેલા કરીશું એમ સંજય કોરડિયાએ જણાવ્યું હતું.

વ્હેલને જીવનાં જોખમે બચાવીએ, પૂરતુ વળતર મળતું નથી.

Bhaskar News, Junagadh/ Gandhinagar | Aug 31, 2014, 00:05AM IST
- માછીમારોએ વ્યથા રજૂ કરી ; ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક ડે ઉજવણીમાં માછીમારો બોલ્યા અને અધિકારીઓ ચોંક્યા
- ગુજરાતનાં સાગરખેડુઓએ ૪૨૧ વ્હેલને ઝાળમાંથી મૂકત કરી નવજીવન આપ્યુ છે

જૂનાગઢ,ગાંધીનગર: દૂનિયાની સૌથી મોટી માછલી શાર્ક વ્હેલની લૂપ્ત થઇ રહેલી પ્રજાતિને બચાવવા વાઇલ્ડ લાઇફ (પ્રોટેકશન)એક્ટ ૧૯૭૨નાં શિડયુલ-૧ હેઠળ સુરક્ષા આપીને આ અંગે કાયદો ઘડવામાં આવ્યો છે. શાર્ક વ્હેલ બચાવોની ઝુંબેશ અંતર્ગત ગુજરાતનાં માછીમારો દ્વારા ૪૨૧ જેટલી વ્હેલને બચાવવામાં આવી છે. પરંતુ સરકાર દ્રારા પુરતુ વળતર મળતુ નથી. ત્યારે વ્હેલ બચાવનાર માછીમારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માછીમારો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. ૩૦મી ઓગસ્ટને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ શાર્ક વ્હેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત શનિવારે ગાંધીનગરમાં ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનીગ કોમ્પલેક્ષ ખાતે શાર્ક વ્હેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

આ પ્રસંગ નિષ્ણાંતોએ જણાવ્યુ હતુ કે લૂપ્ત થઇ રહેલી શાર્ક વ્હેલ માટે પ્રજોત્પતી માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સૌથી અનુકુળ છે. જેથી દર વર્ષે હજારોની સંખ્યામાં બિજા સમુદ્રોમાંથી વ્હેલ માછલીઓ ગુજરાતનાં દરિયા કિનારે બચ્ચા મુકવા આવે છે. જેમાં ઘણીવખત વ્હેલ માછલીઓ માછીમારોની ઝાળમાં ફસાઇ જવાની ઘટનાઓ બને છે. પરંતુ ગુજરાતનાં જાગૃતિ માછીમારોએ વ્હેલને 'વ્હાલી દિકરી ’ ગણીને અત્યાર સુધીમાં ૪૨૧ વ્હેલને જાળમાંથી મુકત કરીને બચાવી છે. જે પ્રસંશનીય છે.

આ કામગીરીમાં જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ લોક જાગૃતિમાં મહત્વનું યોગદાન આપ્યુ છે.જો કે આ પ્રસંગે હાજર માછીમાર સમાજનાં પ્રતિનીધીઓ જણાવ્યુ હતુ કે વ્હેલને બચાવવામાં અમારો પુરતો સહયોગ છે. પરંતુ વ્હેલને બચાવવામાં અમારે નુકશાની સહન કરવી પડી રહી છે. જાનની જોખમે વ્હેલને બચાવવાની કામગીરી કરવી પડે છે. જેની સામે યોગ્ય વળતર મળતુ નથી.

વ્હેલને બચાવવા કિંમતી જાળનો ભોગ લેવાય છે : રતિલાલ બારૈયા-માછીમાર

ધામળેજ બંદરનાં માછીમાર રતિલાલ બારૈયાએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે વ્હેલ કદાવર માછલી હોવાથી જાળમાં આવ્યા બાદ બોટ લઇને ડુબે તેવી શક્યતા હોય છે. ત્યારે માછીમારોએ જાનનાં જોખમે મોંધી જાળ કાપીને વ્હેલને બચાવવી પડે છે. વ્હેલને બચાવવા અમારા માટે પણ ઉમદા કામ છે. પરંતુ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે મોધી જાળની કિંમત પુરતી પણ નથી મળતી. બીજી તરફ વ્હેલીની બચાવ કામગીરીનું ફોટોગ્રાફી પણ કરવી પડે છે. જેમાં માટે કેમેરા આપવામાં આવ્યા તે પણ રાત્રીનાં સમયે યો્ગ્ય કામ કરતા નથી.

માછીમારોને સરેરાસ ૧૬ હજારનું વળતર ચુકવાયુ છે: પી કે તનેજા- સચિવ

માછીમારોની યોગ્ય વળતરની માંગને સાંભળ્યા બાદ ગુજરાત રાજયનાં વન અને પર્યાવરણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ પી કે તનેજાએ જણાવ્યુ હતુ કે કાયદામાં વ્હેલ બચાવનાર માછીમાર માટે રૂ. ૨પ૦૦૦નાં વળતરની જોગવાઇ છે. પરંતુ રાજયમાં ૪૨૧ વ્હેલ બચાવવાનાં કિસ્સાઓમાં કુલ મળી રૂ. ૬પ લાખનું એટલે કે એક વ્હેલ બચાવવાનું રૂ. ૧૬૦૦૦નું વળતર જ ચુકવાયુ છે. તેમણે માછીમારોની યોગ્ય વળતરની માંગને ધ્યાને લઇને આ દિશામાં પુરતા પ્રયાસ કરવાની બાંહેધરી આપી હતી.

સોરઠમાં દરિયા કિનારેથી ૧૪ વર્ષમાં ૪૦પ વ્હેલ બચાવાઇ

સોરઠનાં માછીમારો અને વન વિભાગએ સોરઠનાં દરિયા કેનારેથી વર્ષ ૨૦૦૧ થી આજ સુધીમાં ૪૦પ વ્હેલ માછલીને બચાવી છે. જે દેશમાં બીજા નંબરે છે. સિધ્ધી બદલ એર્વોડ પણ આપવામાં આવ્યો છે. સોરઠનાં માછીમરો વ્હેલને તો બચાવી લે છે પરંતુ તેમા તેની કિમંતી જાળ નાશ પામે છે.

સિંહો ક્યાં કરે છે અવરજવર: સૌરાષ્ટ્રના ૧૪૭પ ગામોમાં ફરે છે ૪૧૧ સાવજ.


સિંહો ક્યાં કરે છે અવરજવર: સૌરાષ્ટ્રના ૧૪૭પ ગામોમાં ફરે છે ૪૧૧ સાવજ
Arjun Dangar, Junagadh | Aug 30, 2014,
- ૪ જિલ્લાનાં ૧૪૭પ ગામોમાં ફરી રહ્યા છે ૪૧૧ સાવજ
- વિહાર - પોતાનું 'ઘર' સૌરાષ્ટ્રના ૨૦ હજાર ચોરસ કિલોમીટરમાં વિસ્તરી 'બૃહદ ગીર' સર્જતા વનરાજો
- ૨૦૧૦ ગણતરી મુજબની સિંહોની વસ્તી ૪૧૧ની છે

જૂનાગઢ: એશિયાટિક સિંહોની ૨૦૧૦ મુજબની વસ્તી ૪૧૧ની છે. ત્યારબાદ જંગલમાં વનકેસરીઓને ત્યાં ઘણાં પારણાં બંધાયા છે. એક સૈકા પહેલાં માત્ર ગીર પૂરતા જ સિમીત થઇ ગયેલા સાવજોને દેશભરમાં એકમાત્ર જૂનાગઢનાં નવાબે રક્ષણ આપ્યું. અને એ રીતે અહીં તેની વસ્તી વધતી ગઇ છે. આઝાદી બાદ જૂનાગઢ જિલ્લામાં સાવજો આપમેળે વિહરે એ માટેનાં સંજોગોનું સર્જન વનવિભાગે બખૂબી કર્યું છે. ૨૦૧૦માં જેટલા વિસ્તારમાં સાવજો હતા. એના કરતાં અત્યારે બમણા વિસ્તારમાં તેઓ વિહરે છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓનાં ૨૩૮૨ પૈકી ૧૪૭પ ગામોમાં સાવજોની અવરજવર લગભગ રોજીંદી બની છે. આમ વસ્તીની સાથે વનરાજોએ પોતાનું ઘર પણ વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે. સાસણનાં ડીએફઓ ડો. સંદીપકુમાર આ અંગે કહે છે, સિંહ સંરક્ષણ માટે વનવિભાગ ઉપરાંત સ્થાનિક લોકો અને બીજા તંત્રોનો સહકાર મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. વસ્તીની સાથોસાથ સિંહોએ પોતાની અવરજવરનો વિસ્તાર પણ વધાર્યો છે. આજે ચાર જિલ્લાનાં ૧૪૭પ ગામોમાં સિંહોની મુવમેન્ટ નોંધાઇ છે.
વિસ્તાર : સદીઓ પહેલાં સમગ્ર ગુજરાતમાં સિંહોનો વસવાટ હતો
વિસ્તાર વધવાનાં મુખ્ય પરિબળો

ડીએફઓ ડો. સંદિપકુમાર કહે છે કે, સિંહોની વસ્તી વધી છે. એટલે નવી જગ્યા તેને જોઇએજ. આ ઉપરાંત સિંહોને પૂરતી સુરક્ષા પણ મળી રહે છે. ખાસ કરીને ખેડૂતોનો સહકાર મળ્યો છે. અને આ બધા વિસ્તારમાં તેને ખોરાક-પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
સિંહો ક્યાં કરે છે અવરજવર: સૌરાષ્ટ્રના ૧૪૭પ ગામોમાં ફરે છે ૪૧૧ સાવજ
જૂના વિસ્તારોને ફરીથી ઘર બનાવે છે

સદીઓ પહેલાં સૌરાષ્ટ્ર આખું, અમદાવાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સહિ‌તનાં વિસ્તારોમાં સાવજોનો વસવાટ હતો. એમ ઐતિહાસિક નોંધોમાં જોવા મળે છે. ત્યારે હવે સાવજો ફરી આ વિસ્તારમાં વિહરવાનું શરુ કરી રહ્યા છે. એમ ડો. સંદિપકુમારનું કહેવું છે.

અશોક શિલાલેખની સ્થિતી યથાવત, બીજી બે દિવાલો પડવાની ભિતી.

DivyaBhaskar News Network | Aug 29, 2014, 06:40AM ISTઅશોક શિલાલેખની સ્થિતી યથાવત, બીજી બે દિવાલો પડવાની ભિતી
જૂનાગઢનાં ભવનાથ રોડ પર આવેલા અશોક શિલાલેખનાં ભવનની દિવાલ અને છત ધરાશાયી થઇ ગયા હતા. આ ઘટનાને એક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા સ્થિતી યથાવત છે. એમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજની તારીખે પણ અશોક શિલાલેખ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. પુરાતત્ત્વ વિભાગની બેદરકારીને લીધે ધરાશાયી થયા બાદ તંત્રની નિષ્કાળજી હજુ પણ જોવા મળી રહી છે. તેમજ હાલ જે બે દિવાલો ઉભી છે એ પણ પડું પડું થઇ રહી છે. ત્યારે આ દિવાલ પણ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભવનાથમાં તિર્થ ોત્રમાં વર્ષે દહાડે લાખો લોકો ફરવા આવે છે. પ્રવાસીઓ અહીંનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ત્યારે ભવનાથ જવાનાં માર્ગ પર ૧૧૩ વર્ષ જૂનું અશોક શિલાલેખનું ભવન આવેલું છે. જે એક માસ પહેલાં ભવન ધરાશાયી થઇ ગયું હતું. એક માસ જેટલો સમય વિતી જવા છત્તાં તેમાં કોઇ સુધારો થયો નથી. ભવનમાં તિરાડો પણ પડી ગઇ હતી. છત્તાં તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતાં ભવન પડી ગયું હતું. હજુ ભવનનાં નિર્માણમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. એક માસથી પ્રવાસીઓ માટે શિલાલેખની મુલાકાત બંધ રાખવામાં આવી છે. જન્માષ્ટમીનાં તહેવારમાં અનેક મુલાકાતીઓ નિરાશ થઇને જતા હતા. તેમ આજની તારીખે પણ મુલાકાતીઓ આવી રાા છે. હાલ ભવનની બે દિવાલો ઉભી છે. એ પણ ડેમેજ થવાનાં કારણે પડું પડું થઇ ગઇ છે. આ દિવાલો વહેલી તકે ઉતારી લેવામાં આવે એવી માંગ ઉઠી છે.
તસ્વીર : મેહુલ ચોટલીયા
ચોમાસા બાદ કામ શરૂ થવાની શકયતા
હાલ વરસાદની સીઝન ચાલી રહી હોઇ શિલાલેખનાં ભવનની કામગીરી આગળ વધતી નથી. પરંતુ ચોમાસા બાદ ભવનનાં નિર્માણની કામગીરી આગળ વધશે. એ વખતે હાલ ઉભેલી દિવાલો પણ ઉતારી લેવાશે.
કાટમાળ જેમનો તેમ
ભવન ધરાશાયી થયા બાદ શિલાલેખ ઉપર પડેલો કાટમાળ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં શિલાલેખને પ્લાસ્ટીકથી ઢાંકી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ શિલાલેખની આસપાસ કાટમાળ જેમનો તેમ પડયો છે. જેને હજૂ દુર કરવામાં આવ્યો નથી.

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત થઇ પણ રચના ક્યારે ?

Bhaskar News, Junagadh | Aug 29, 2014, 00:30AM IST

-પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી : અમલમાં આવે તો અનેક લાભ મળે

જૂનાગઢ: પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલાં ગિરનાર ક્ષેત્રનાં વિકાસ માટે અલગથીજ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચનાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેની રચના જ થઇ નથી. પરિણામે અત્યારે ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનાં વિકાસ કામો પવિત્ર યાત્રાધામ વિકાસ ર્બોડ અને જૂનાગઢ મનપાને હસ્તક જ છે. ખાસ કરીને આ વિસ્તારનાં વિકાસ માટે જો અલાયદું તંત્ર અસ્તત્ત્વિ‌માં હોય તો તેના પર ઝડપથી કામગિરી કરી શકાય. અને યાત્રાધામની ગ્રાન્ટો, તેની વ્યવસ્થા, દરખાસ્તો, વગેરે બાબતો પર ધ્યાન રોજીંદું ધ્યાન આપી શકાય.

પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલાં ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનાં વિકાસ માટે અલગથીજ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટરને હોદ્દાની રૂએ અધ્યક્ષ બનાવવાની વાત હતી. જો રોપ-વે જેવી મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર થાય તો પ્રવાસીઓનો પ્રવાહ બારેમાસ આવતો રહે. એ વખતે આ વિસ્તારની ઝીણવટભરી જરુરીયાતો, પ્રવાસીઓની જરુરીયાતો સહિ‌ત વિવિધ મામલે એક અલાયદું જ તંત્ર હોય તો તેના પર ધ્યાન આપી શકાય. તેના માટે ખાસ ફંડની ફાળવણી, તેની માંગણીની દરખાસ્તો, વગેરે થઇ શકે. પરંતુ ન.મો.એ જાહેરાત કર્યા બાદ રાજ્યનાં સત્તાવાર ગેઝેટમાં તેની પ્રસિદ્ધિ નથી કરી. પરિણામે હજુ ઓથોરિટી માત્ર સરકારી જાહેરાત પૂરતી જ સિમીત રહી ગઇ છે. જો આ ઓથોરિટીની રચના થાય તો ભવનાથ વિસ્તાર માટેનું મનપા તંત્ર પરનું કામનું ભારણ ઘણાં અંશે દૂર થઇ શકે. અને ઓથોરિટી હસ્તક આવી જતાં ભવનાથનાં રહેવાસીઓ તેમજ યાત્રિકોની સુખાકારીનાં કાર્યો ઝડપથી થઇ શકે.

રાજકીય પક્ષોએ આગળ આવવું પડે
જૂનાગઢ શહેરનો વિકાસ કરી શકાય એવા ઉજળા સંજોગો છે. ત્યારે આ બાબતે રાજકીય પક્ષો અને અગ્રણીઓએ એક થઇને મુદ્દો હાથ પર લેવાની જરુર છે. આ મામલે રાજકારણને બાજુ પર મૂકીને જૂનાગઢનાં હિ‌ત માટે આગળ આવવું હવે જરુરી બન્યું છે.

અનેક રજૂઆતો થઇ 'તી
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી રાજ્ય સરકાર બનાવે અને તેની અમલવારી થાય એ માટે જૂનાગઢનાં પૂર્વ નગરસેવક શશીકાંત દવેએ અનેક વખત રાજ્ય સરકારને આ માટે પત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

Saturday, August 23, 2014

સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન.

divyabhaskar.com | Aug 23, 2014, 12:14PM IST
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્ય તરીકે ઓળખાતા હિંગોળગઢ ગામે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
 
> જસદણ નજીક આવેલ હિંગોળગઢ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે
> દરબાર વાજસુર ખાચરે હિંગોળગઢની સ્થાપના કરી હતી
> અભ્યારણ તરીકે ઓળખાતા હિંગોળ ગઢમાં દેશ વિદેશના પક્ષીઓ અને જુદી જુદી પ્રજાતીના સાપ જોવા મળે છે 


રાજકોટઃ રાજાશાહીમાં રાજા દુશ્મનોથી રક્ષણ મેળવવા પોતાના મહેલને ગઢની માફક બનાવતા હતા. આવો જ એક ગઢ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા હિંગોળગઢમાં બેનમૂન છે. હિંગોળગઢને સરકારે અભ્યારણમાં સમાવેશ કર્યો છે. આ સમગ્ર  વિસ્તાર જંગલમાં આવેલો છે ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. ગઢને તે વખતના રાજવીએ ઉચા ડુંગરની ટેકરી ઉપર બનાવ્યો છે.

ગઢની સામેની બાજુ નીચે હિંગોળગઢનું પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આવેલું છે. આ પ્રાકૃતિક  શિક્ષણ કેન્દ્ર વિશાળ  વિસ્તારમા ફેલાયેલું છે. અહી દૂર દૂરથી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક શિક્ષણ મેળવવા આવે છે. કેન્દ્રમાં જુદી  જુદી પ્રજાતીના સાપ રાખવામાં આવે છે. તેમજ એક અજગર પણ છે. આજુબાજના વિસ્તારમાં પહાડી જંગલ વિસ્તાર હોવાથી રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની અંદર  રાત્રે રહી શકાય તે માટે ટેન્કો બનાવામાં આવી છે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(ગઢની તસવીર)
 
આપણાં ભારતમાં ઘણાં મોટાં ગઢો આવેલા છે. તેમાં સૌરાષ્ટ્રની માથે સત્તરમી સદીમાં જ્યારે મુસ્લિમ રાજાઓની સેના ચડી આવતી ત્યારે લોકોના જાન-માલનું રક્ષણ કરવા કેટલાંક રાજવીઓએ સંરક્ષણની દ્રષ્ટિએ ગઢ બંધાવેલા હતા. તેમાં જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે તેના સમયે  'હિંગોળગઢ'ની રચના કરેલી  તે ખરેખર જોવા લાયક છે. રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એ જ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે. 
 
આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઈતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી. કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી. આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબબાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગડોર સંભાળવા વિનંતી કરી. સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા. તેમણે અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
 
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે  રાજીવ વાજસૂરે જસદણ અને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું. પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૂઆત કરેલી ત્યાં જામનગરના સેનાધપિતી મેરૂ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં. 
 
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મિત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથે જસદણની ભાઇબંધી પાકી થઇ. એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી. શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્યમાં હરણની તસવીર)
 
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે. કાઠિયાવાડમાં પાંચ ગઢમાં હિંગોળગઢ અડીખમ ઉભો છે. ગઢમાંથી એક કાંકરી પણ નથી ખરી. હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૂખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

જસદણના દરબાર આલાખાચર બીજા ચોમાસું બેસતાં જ અહીં ચાર માસ મુકામ કરતા અને દશેરાએ ધામધૂમથી માતા હિંગળાજની પૂજા કરતાં આ ગઢ બાંધવામાં આવ્યો ત્યારે ખુબ જ ગાઢ જંગલ હતું. મુખ્યત્વે ગોરડ, બાવળ, ગુગળ, કરોળી જેવા ઝાડ અને ટૂંકા ઘાસના વીડથી આખો વિસ્તાર છવાયેલો રહેતો. પરંતુ રેસીડન્સીના વખતમાં દુર્લક્ષને કારણે ઘણાં બધાં વૃક્ષો કપાઇ ગયા. પચીસ વર્ષ પહેલાં આ જંગલમાં પંચાળના પંથકના દીપડા, વરૃ, સુવ્વર, ચિંકારા, નીલગાય વગેરે સારી સંખ્યામાં પ્રાણીઓ હતા. મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર પાખો થઇ જવાથી પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્યમાં સાપની જોવા મળતી દુર્લભ પ્રજાતિ)
 
છેલ્લાં દસેક વરસથી હિંગોળગઢ પક્ષીઓનાં શોખીનો માટે અનેરૃં ધામ બન્યું છે. પ્રાકૃતિક સંપત્તિથી ભરપુર હિંગોળગઢનો વિસ્તાર અનેક જાત-જાતનાં પંખીઓથી શોભી ઊઠે છે. ચોમાસા અને શિયાળામાં ખૂબ જ દૂરથી પંખીઓ અહીં આવે છે. ગુજરાત સરકારે આ વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કર્યા બાદ પશુ-પંખીઓનો શિકાર કરવાની મનાઇ ફરમાવી. ખાસ કરીને હિંગોળગઢ પરિસરનું આખું  ય વાતાવરણ પક્ષીઓના કિલ્લોલથી સંગીતસભર બન્યું છે.

હિંગોળગઢની તળેટીમાં હિંગોળ ગામ અને એક મંદિર વસાવવામાં આવ્યું છે. રબારી, કોળીઓની વસતિ ખાસ રહે છે. હવે તો હિંગોળગઢની વીડી ઘેંટાઉછેર કેન્દ્ર તરીકે જાણીતી બની છે. મેરીના ઘેટાં અહીં લવાયાં છે. હિંગોળગઢમાં રાત્રિ રોકાણ કરવું એ અદભૂત અનુભવ લેવા જેવું છે. પ્રકૃતિના તમામ રંગોથી સભર હિંગોળગઢ એક અદભૂત જગ્યા છે

Monday, August 4, 2014

જીવદયાને વિજ્ઞાન સાથે જોડો.

જીવદયાને વિજ્ઞાન સાથે જોડો
DivyaBhaskar News Network | Aug 04, 2014, 07:50AM ISTમાણસને દયા ભાવનાથી જોડાયેલો છે. મુગા પશુ-પ ાીઓની સેવા કરતા હોય છે. આ જીવદયા કયારેક પશુ -પ્રાણી માટે ખતરનાક સાબીત થતી હોય છે. ત્યારે જીવદયાને વિજ્ઞાન સાથે જોડવા કષિ યુનિવર્સિટીમાં જીવદયા અને પ્રાણી કલ્યાણ વિષય પર સેમિનાર યોજાયો હતો .
જૂનાગઢ કષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ અને રાજકોટ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સયુકત ઉપક્રમે કષિ યુનિ.માં જીવદયા અને પ્રાણી કલ્યાણ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરનાં ૫૦૦ થી વધુ જીવદયા પ્રેમી હાજર રાા હતા. આ સેમિનારનુ ઉદ્ધાટન કષિ યુનિનાં કુલપતિ ડો. એન.સી.પટેલ, કિશોરચંદ્રબાવા, ભીખુદાનભાઇ ગઢવી, કોલેજનાં ડીન અને પ્રિન્સીપાલ ડો. પી.એચ. ટાંક એ કર્યુ હતુ. સેમિનારમાં હાજર જીવદયા પ્રમીઓઐ વેટરનરી કોલેજનાં ડોકટરો સાથે વાર્તાલાપ કર્યોહતો અને પ્રશ્નોનાં જવાબ વિજ્ઞાનિક પઘ્ધતીથી આપ્યા હતા.તમેજ જીવદયાને વિજ્ઞાન સાથે જોડવાની અપીલ કરી હતી. આજે લોકો જીવદયા કરતા હોય છે પરંતુ ઘણી વખતે તેમ કરવાથી પ્રાણીઓ પર જોખમ પણ ઉભુ થતુ હોય છે. જેમ કે ગાયને રોટલી આપતી વખતે આ રોટલી આપણે પ્લાસ્ટીકની કોથળીમાં લઇ જતા હોય છે. ગાયને રોટલી આપ્યા બાદ પ્લાસ્ટીક ત્યા જ ફેકી દેતા હોઇએ છીએ. બાદ પ્લાસ્ટીક ગાય આરોગી જતી હોય છે. ગાયના઼ પેેટમાં પ્લાસ્ટીક જાય છે. આવા સંજોગોમાં શુ કરવુ , તેમજ પશીઓ માટે ચબુતરો કયા બનાવવો, પાણીનાં કુડા કયા રાખવા ? જેવી વિગતો વિજ્ઞાનીક પઘ્ધતીથી સમજાવવામાં આવી હતી. આ કાયક્રમનુ આયોજન ડો. ભાવેશભાઇ જાવિયા, ડો. અતુલ પટેલ, મીતલભાઇ ખેતાણીએ કર્યુ હતુ.

આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી.


આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી

Sarman Ram, Junagadh | Aug 01, 2014, 19:03PM IST
જૂનાગઢ: વૃક્ષોની છેદન થઇ રહ્યુ છે પરીણામે લોકોને કાળઝાળ ગરમીનો લોકો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોચી ગયો છે. ત્યારે આજે જન્મેલા બાળકો જ્યારે ૨૦ વર્ષનાં થશે ત્યારે કેટલી ગરમી હશે? આવા વિચારથી પ્રેરણા લઇ જૂનાગઢનાં આહીર પરીવારમાં દીકરીનાં જન્મને ૨૦૧૪ વૃક્ષ વાવી વધાવ્યો હતો.
 
દીકરીનાં જન્મને એક માસ બાદ આજે ચોમાસાની સીઝનમાં પરીવારે શાળામાં જઇ ૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કર્યું હતુ. હાલ સરકાર વન મહોત્વસની ઉજવણી કરી રહી છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તેવા સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ દીકરી જન્મને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. બન્નેનો સમન્વય જૂનાગઢનાં આહીર પરીવારમાં જોવા મળ્યો છે. હા જૂનાગઢનાં હમીરભાઇ રામની દીકરી ક્રિષ્નાબેનનાં લગ્ન રાવલીયા પરીવારમાં કર્યા હતા. ક્રિષ્નાબેને જૂનમાસમાં દીકરીને જન્મ આપ્યો હતો. આહીર પરીવારમાં દીકરી જન્મથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દીકરી જન્મ સાથે વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ આજે આહીર પરીવારે પુર્ણ કર્યો છે. દીકરીનાં જન્મને લઇને આહીર પરીવારે માણાવદરની સરાડીયા પ્રાથમીક શાળા અને આસપાસનાં ગામમાં ૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કરી વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો છે. વૃક્ષનુ વાવેતર ખરા અર્થમાં દીકરી જન્મને વધાવ્યો હતો.
આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી
(તસવીર: ક્રિષ્નાબેન પોતાની એક મહિનાની દીકરી સાથે)
 
દીકરીનાં જન્મે ઓછામાં ઓછુ એક વૃક્ષનુ વાવેતર કરવુ જોઇએ
 
દીકરીનાં નાનાએ  હમીરભાઇ રામએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી પોતે દીકરીનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરવાની વાત કરી છે. ત્યારે અમે દીકરી જન્મને વધાવવા ૨૦૧૪ વૃક્ષનુ વાવેતર કર્યું છે. નવી પેઢી માટે હરીયાળી કાંતિનો સંદેશ છે. તેમ વર્તમાન સમયમાં આટલી ગરમી પડી રહી છે ત્યારે દરેક વ્યક્તિ બાળકનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરશે તો ભવિષ્યમાં પર્યાવરણને બચાવી શકાશે.

વિલીંગ્ડન ડેમ છલકાતાં દેખાયો અદભુત નજારો, જોવા લોકો ઉમટ્યાં.

Sarman Ram, Junagadh | Aug 01, 2014, 01:36AM IST
વિલીંગ્ડન ડેમ છલકાતાં દેખાયો અદભુત નજારો, જોવા લોકો ઉમટ્યાં

 (તસવીર- વિલીંગ્ડન ડેમ છલકાતા લોકો જોવા ઉમટી પડ્યા)
 
વિલીંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર છલકાયા
સોનરખ, કાળવા અને  લોલ નદીમાં ઘોડાપુર


જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે ૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં પણ ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જંગલમાંથી નિકળતી સોનરખ, કાળવા અને લોલ નદી બે કાંઠે વહી ગઇ હતી. પરીણામે દાતાર પર્વતની બાજુમાં આવેલા વિલીંગ્ડન ડેમ અને શહેરની મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવર છલકાઇ ગયા હતા. ડેમ ઓવરફ્લો થતા છલકાતી જળરાશિને નિહાળવા શહેરીજનો ઉમટી પડયા હતા.જૂનાગઢ શહેરમાં બપોરનાં સમયે જોરદાર વરસાદ પડયો હતો. શહેરમાં ૪ કલાકમાં જ ૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે ગિરનાર જંગલમાં પણ ભારે વરસાદ ખાબકયો હતો. જંગલમાં વરસાદ પડતાં નદી-નાળાં છલકાઇ ગયા હતા. તેમજ જંગલમાંથી નિકળતી સોનરખ, કાળવા અને લોલ નદીમાં પણ ભારે પુર આવ્યુ હતુ.

ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત જ આ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેને જોવા લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત દાતાર પર્વતની બાજૂમાં આવેલા વિલીંગ્ડન ડેમ અને શહેરની મધ્યમા આવેલા નરસિંહ મહેતા તળવામાં પણ પાણી આવ્યા હતા. બન્ને જળાશયો એક ઝાટકે ઓવરફ્લો થઇ ગયા હતા. શહેરની શોભા વધારતા બન્ને જળાશયો છલકાઇ જતા તેને નિહાળવા લોકો ડેમ સાઇટ પર ઉમટી પડયા હતા. નરસિંહ મહેતા તળાવ ભરાતા ઝાંઝરડા રોડ અને ઓજી વિસ્તારનાં ઉંડા ઉતરી ગયેલા પાણીનાં તળ હવે ઉંચા આવી જશે. તેમ જ વિલીંગ્ડન ડેમમાંથી પણ શહેરને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે. પાણીનાં બંને મુખ્ય સ્ત્રોતો ભરાઇ જતા જૂનાગઢની પાણી સમસ્યા મહદઅંશે હલ થશે.
 
કાળવામાં ચાર ભેંસ તણાઇ
શહેરની મધ્યમમાંથી નિકળતા કાળવા નદીમાં ભારે પુર આવ્યુ હતુ. જેના કારણે રાયજીનગર પાછળનાં ભાગમાં ચાર ભેંસ તણાઇ ગઇ હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પરંતુ ત્યાર સુધીમાં તો ભેંસ બહાર પણ નીકળી ગઇ હતી.

શાંતેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશાયી
ર્વોડ નંબર પાંચનાં નવા ચૂંટાયેલા પ્રતિનિધી પ્રવિણ વાધેલાએ જણાવ્યું હતું કે, વરસાદનાં કારણે શાંતેશ્વર વિસ્તારમાં આવેલા શાંતેશ્વર મહાદેવ મંદિરની ૧૦૦ ફુટ લાંબી દિવાલ પડી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
 
તસ્વીર - મેહુલ ચોટલીયા

રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા.

Bhaskar News, Rajula | Jul 31, 2014, 00:04AM IST
રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા
હાથ પડયુ વાહન લઇને લોકો સિંહ દર્શન માટે પહોંચ્યા પણ વનતંત્ર ન ડોકાયુ


રાજુલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં સાવજો વસી રહ્યા છે ત્યારે આ સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે. આ સમયે સિંહ દર્શન માટે ટોળા એકઠા થાય છે અને સાવજોને પરેશાન પણ કરવામાં આવે છે. આવી ઘટના ગઇરાત્રે રાજુલા નજીક હિંડોરણા ચોકડી પાસે બની હતી. પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા સિંહ દર્શન માટે વાહનોના થપ્પા લાગ્યા હતાં. સાવજોને હેરાન-પરેશાન પણ કરાયા હતાં. આમ છતાં વનતંત્ર અહિં ડોકાયુ ન હતું. રાજુલા-જાફરાબાદ પંથકમાં વસતા સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે અને ક્યારેક રસ્તા પર અડ્ડા પણ જમાવે છે. ખાસ કરીને જ્યાં વાહનોની વધારે અવર જવર હોય તેવા રસ્તા પર જ્યારે સાવજો આવે ત્યારે ખુદ સાવજોની જ પરેશાની વધે છે. કારણ કે સિંહ દર્શન માટે લોકોના ટોળે ટોળા એકઠા થઇ જાય છે.

રાજુલાના હિંડોરણા ચોકડી નજીક ચારનાળા વિસ્તારમાં ગઇરાત્રે પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા હાથ પડયા વાહનો લઇને લોકો અહિં સિંહ દર્શન માટે પહોંચી ગયા હતાં. સાવજો એકાદ કલાક સુધી રોડ પર રહ્યા હતાં અને ત્યાં સુધી ટીખળી તત્વોએ સાવજોને હેરાન પરેશાન કર્યા હતાં. કેટલાક બાઇક ચાલકોએ તો અહિં ભારે દેકારો પણ કર્યો હતો. સાવજોનો કાંકરીચાળો અને તેના પર લાઇટ ફેંકવાની પ્રવૃતિથી આ સાવજો પણ અકળાયા હતાં. અહિં વન વિભાગનો સ્ટાફ ડોંકાયો ન હતો. આખરે લોકોની કનડગત વધી જતા સાવજો ત્યાંથી ચાલ્યા ગયા હતાં. ઉલ્લેખનીય એ છે કે, લીલીયા ક્રાંકચ વિસ્તારમાં અને રાજુલા નજીક સિંહો વારંવાર ચઢી આવતા સિંહ જોવાની મજા માણવા માટે આવી રીતે ટીખડી તત્વો દ્વારા અવાર નવાર પરેશાન કરવાની ઘટના બની ચુકી છે.

પ૦ બાઇકનો જમેલો ખડકાયો
ચારનાળા નજીક રસ્તા પર સાવજો હોવાની જાણ થતા જોતજોતામાં અહિં ટોળુ એકઠુ થઇ ગયુ હતું. પ૦ જેટલા બાઇક ચાલકો આસપાસના વિસ્તારમાંથી અહિં આવી પહોંચ્યા હતાં. અહિં જોતજોતામાં ૧૦૦થી વધુ લોકોનું ટોળુ એકઠુ થયુ હતું.

સરકારી ગાડીમાં મહિ‌લાઓને સિંહ દર્શન કરાવાયુ
હદ તો ત્યારે થઇ કે રાત્રે એક સરકારી ગાડી પણ સાવજો જ્યા હતા ત્યાં આવી પહોંચી હતી અને તેમાં આઠ મહિ‌લાઓ સિંહ દર્શન માટે અહિં પહોંચી હતી. સરકારી ગાડીના ડ્રાઇવરે ખીચોખીચ મહિ‌લાઓને બેસાડી અહિં કોના કહેવાથી તેને સિંહ દર્શન માટે લઇ આવ્યો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનામાં વનતંત્ર ઘોર બેદરકારી સામે આવી હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ.

Bhaskar News, Amreli | Jul 30, 2014, 00:01AM IST
છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ
( તસવીર - ૧૦૮ એમ્બ્યુલન્સ વાન )

છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ
સર્પદંશના દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બની જીવનદાયીની


અમરેલી: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન સરિસૃપો જમીનમાંથી બહાર નીકળવાની ઘટના વધી રહી છે. ખાસ કરીને અહીના રાજુલા જાફરાબાદ પંથકમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. સર્પદંશને કારણે ઘણી વખત તાત્કાલિક સારવાર ન મળવાથી અનેક વ્યકિતઓ મોતને ભેટી હોવાના બનાવો બન્યાં છે. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા ચારેક વર્ષ દરમિયાન ઇમરજન્સી ૧૦૮ સેવા દ્વારા સર્પદંશના ૨૮૩ દર્દીઓને સારવાર આપવામા આવી હતી.સર્પદંશ એક મૃત્યુ ઉપજાવનારી કે મૃત્યુનો ડર પેદા કરનારી ભયંકર કટોકટીની પરિસ્થિતિ છે. ભારતમા દર વર્ષે ૭પ૦૦ મૃત્યુ સર્પદંશથી થતા હોવાનુ મનાય રહ્યું છે.

દર્દીઓ અલગ અલગ પરિસ્થિતિમાં હોસ્પિટલ પહોંચતા હોય છે. જેવા કે દંશની શંકા, ખરેખર દંશ થયો, દંશ સાથે સોજો આવવો, દંશ સાથે સોજો અને રકતસ્ત્રાવ થવા અથવા આંખના પોપચા પડવા કે લકવાની અસર થવી. સર્પદંશની સારવાર પણ વખતો વખત શોધખોળની સાથે સાથે બદલાતી રહી છે. અમરેલી જિલ્લામાં ઇમરજન્સી ૧૦૮ સેવા દ્વારા વર્ષ ૨૦૧૧માં ૧૧૭ દર્દીઓને સારવાર આપવામા આવી હતી. વર્ષ ૨૦૧૨માં ૮૩ દર્દીઓ, વર્ષ ૨૦૧૩માં ૬પ દર્દીઓ અને વર્ષ ૨૦૧૪માં જુલાઇ સુધીમાં ૧૮ સર્પદંશના દર્દીઓને સારવાર આપવામા આવી છે. આમ છેલ્લા ચારેક વર્ષમાં ૨૮૩ સર્પદંશના દર્દીઓ સામે આવ્યાં હતા. વરસાદની શરૂઆત થાય ત્યારે સર્પોના આશ્રય સ્થાને પાણી ભરાઇ જાય એટલે સર્પો સમુહમા બહાર નીકળતા જોવા મળે છે.

સર્પદંશ થાય ત્યારે કેવી કાળજી લેવી ?
સર્પદંશ થાય ત્યારે તુરત ૧૦૮ને જાણ કરો. દર્દીને આશ્વાસન આપો, દર્દીને ચતા સુવડાવી રાખો અને હાથ પગ સ્થિર રખાવો, લોહીનુ પરિભ્રમણ બંધ ન થાય તે જોવુ, સર્પદંશ થયેલ હોય તેને હલન ચલન ન કરવા દેશો, દંશવાળા ભાગને હ્દયના સ્થાનથી નીચે રાખો.