Sunday, August 31, 2014

ગિરનાર અભયારણ્યને અડીને ચાલતું બાલાજી પ્રોેસેસર બંધ કરવા વનતંત્રએ નોટીસ ફટકારી.

Aug 27, 2014 00:18
જૂનાગઢ : જૂનાગઢ નજીક વિજાપુરના પાટિયા પાસે ગિરનાર અભયારણ્યને અડકીને ચાલતા સાડીની ધોલાઈના યુનિટ બાલાજી પ્રોસેસરની મંજૂરી પુરી થઈ જતા વનતંત્રએ આ યુનિટ બંધ કરવા બાબતે નોટીસ ફટકારી છે. તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અનુરોધ કરીને ફરી વખત મંજૂરી ન આપવા વનવિભાગે જણાવ્યું છે. ગિરનાર અભયારણ્ય જાહેર થયા બાદ પણ ઘણા લાંબા સમયથી જંગલની બોર્ડર ઉપર જૂનાગઢ પાસે વિજાપુરના પાટિયે ચાલતા બાલાજી પ્રોસેસર નામના
 
સાડીના ધોલાઈના યુનિટને લીધે વનસંપદાને ભારે નૂકશાની પહોંચી રહી છે. કેમિકલવાળા પાણીને લીધે વન્યપ્રાણીઓના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો હતો. આ અંગે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી હતી. દરમિયાનમાં આ યુનિટની મંજૂરી ગત તા.૧૭ ના રોજ પુરી થઈ જતા વનવિભાગે યુનિટ બંધ કરવાની નોટીસ ફટકારી છે. નોટીસ આપી હોવાની વાતને સમર્થન આપતા આર.એફ.ઓ. પી.જે.મારૃના જણાવ્યા અનુસાર વન્યપ્રાણીઓને થતી નૂકશાની સંદર્ભે આ યુનિટ અહી ચાલે તે યોગ્ય નથી. અભયારણ્યની બોર્ડરને અડીને આવેલું આ યુનિટ ઈકો સેન્સેટીવ ઝોનમાં આવે છે. માટે તેને મંજૂરી આપી શકાય નહીં. યુનિટ બંધ કરવાની નોટીસ સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ પત્ર પાઠવીને ફરીથી આ યુનિટને મંજૂરી ન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
http://sandesh.com/article.aspx?newsid=2979462

No comments: