- ૩૦ ફૂટ ઊંડા કૂવામાંથી વન વિભાગે હેમખેમ બહાર કાઢીને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યું
પ્રભાસપાટણ : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી નજીક
એક કુવામાં પડી ગયેલા ત્રણ માસના માદા બાળસિંહને વન વિભાગની ટીમે જીવીત
બચાવી સહીસલામત બહાર કાઢયું હતું.
ડારી ગામ નજીક આવેલી વલી મહમદ નુરમહમદ ગનીની વાડીમાં ત્રણ માસનું
સિંહબાળ પડી ગયું હતું. આ અંગેની ગામના સરપંચ જમાલભાઈને જાણ થતા તેમણે
સવારે ૧૦ કલાકે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ૧૦.૩૦ કલાકે સ્થળ પર
પહોંચી બચાવ કાર્ય હાથ ધરી એક કલાકમાં બચ્ચાને સહી સલામત બહાર કાઢી બચાવી
લીધું હતું. સિંહબાળ જે કુવામાં પડી ગયું તે કુવો ૩૦ ફૂટ ઉંડો હતો અને
તેમાં ૧પ ફૂટ પાણી ભર્યુ હતું.
સલામત રીતે બચાવી લેવાયેલા આ સિંહબાળને માળીયા એનિમલ કેર
સેન્ટર ખાતે મોકલવામાં આવ્યું છે.આ બચાવ કામગીરી વન વિભાગ અધિકારી ડોડીયાના
માર્ગદર્શન મુજબ રાઉન્ડ ફોરેસ્ટર એચ.આર.રતનપરા, બીટગાર્ડ એન.એમ.પંચાસરાએ બજાવી હતી.
No comments:
Post a Comment