તાલાલા પંથકમાં શેરડીના પાકને ભરખી રહેલી 'ભીંગડી'
- Aug 30, 2014 00:11
- વૃધ્ધિ અટકી જતાં ૫૦૦૦ એકરમાં ઉભેલા પાક પર જોખમ
તાલાલા : સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ સમયે પાતા શેરડીના પાકનું
તાલાલા પંથકમાં આશરે પાંચ હજાર એકરમાં વાવેતર થયું છે. પરતુ હાલ આ શેરડીના
પાકને 'ભીંગડી' નામનો રોગે ભરડો લીધો હોઈ પાકનો નાશ થવાની ભીતિ ઉભી થઈ છે
ત્યારે ખેતવાડી ખાતાના તજજ્ઞાોએ શેરડીના પાકને બચાવવા માટે જાત તપાસ કરી
સમયસર પરિણામલક્ષી કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે. જો સમયસર યોગ્ય
કાર્યવાહી નહીં થાય તો આ પાક નષ્ટ થવાની ભીતી ખેડૂતોમાં ઉભી થઈ છે.
તાલાલા પંથકના જુદા જુદા ગામોમાંથી મળેલી વિગતો મુજબ આ વર્ષે આ
પંથકમાં આશરે પાંચ હજાર એકરમાં શેરડીનું વાવેતર થયું છે. પરંતુ હાલ શેરડીના
પાકમાં 'ભીંગડી'નો રોગ આવી ગયો છે. આ રોગના કારણે શેરડીની વૃધ્ધી અટકી ગઈ
છે.
આ રોગના નિયંત્રણ માટે ખેડૂતોએ વ્યાપક પ્રયત્નો કર્યા હોવા છતાં આ
રોગ નિયંત્રણમાં આવેલ નથી. જેથી શેરડીના ઉત્પાદકો મુંઝવણમાં મુકાઈ ગયાં
છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘામાં ૨૦ ટન જેટલી શેરડી ઉતરે છે પણ હાલ
લાગુ પડેલા રોગના કારણે વૃધ્ધી અટકી ગઈ હોય ખેડૂતોને ભારે નુકસાન થવાની
ભીતિ છે. ગત વર્ષે ઓછા વાવેતરના કારણે પાક ઓછો થયો હતો અને દેશી ગોળ
બનાવવાના ૫૦ રાબડા શરૃ થયાં હતાં. જો કે દર વર્ષે ૧૫૦ જેટલા રાબડા દ્વારા
ગોળ બને છે. ત્યારે આ વર્ષે સારૃ વાવેતર થયું છે પરંતુ 'ભીંગડી' નો રોગ
પાકને ભરખી જાય તે પહેલા ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન
આપવાની જરૃર છે.
No comments:
Post a Comment