- ખેડૂતોને રાહતદરે વિતરણના બદલે વન વિભાગની વેપારી નીતિ
અમરેલી : ધારી ગીર પૂર્વમાં વન વિભાગનાં ગોદામોમાં વર્ષ ૨૦૧૧-૧૨નો ખાવાલાયક, બિન
ખાવાલાયક ઘાસનો જથ્થો બે વર્ષથી સડતો હોવા છતાં ખેડૂતોને રાહતદરે વિતરણ
કરવાના બદલે જથ્થાના નિકાલ માટે શનિવારે હરરાજીનું આયોજન કરાયું છે.
ધારી ગીર પૂર્વના જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી ઘાસીયા મેદાનોમાં જંગી પ્રમાણમાં ઘાસનું ઉત્પાદન થાય છે. વન વિભાગ દ્વારા ગીરમાં વસતા માલધારીઓને ઘાસીયા મેદાનોમાં માલ ઢોર ચરાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને વન વિભાગ જાણે તેનું માલીક હોય તેમ ઘાસ કટીંગ કરીને વેપારી ધોરણે વેચવામાં આવે છે.
કુદરતી સંપત્તિ ઉપર ધરાર માલીક બની ગયેલા વન વિભાગ દ્વારા અપનાવાતી વેપારી નીતિના કારણે ગીરમાં વિપુલ ઘાસ છતાં પશુપાલકોને ઘાસ નસીબ થતું નથી. ધારી ગીર પૂર્વમાં આવેલા જુદા - જુદા ઘાસ ડેપોમાં વર્ષ ૨૦૧૧-૧૨નો ૩.૫૦ લાખ કિલો ઘાસનો જથ્થો બે વર્ષથી ધુળ ખાય છે. તે પૈકી અમુક ઘાસ પશુઓ માટે ખાવાલાયક પણ રહ્યું નથી. ઘાસનો જથ્થો બગડી જાય તે પૂર્વે આગામી શનિવાર તા. ૩૧-૧ના રોજ વનવિભાગ દ્વારા દલખાણીયા રેન્જ, સાવરકુંડલા રેન્જ અને તુલસીશ્યામ રેન્જમાં આવેલા ચાર ઘાસ ડેપો ખાતે ઘાસની હરરાજી કરવામાં આવશે.

No comments:
Post a Comment