Bhaskar News, Amreli | Jan 31, 2015, 11:25AM IST
- 1 ટન વજનની મહાકાય જાફરાબાદી ભેંસ રોજ આપે છે 35 લિટર દૂધ
- અચરજ: જાણે નાનો હાથી જોઇ લો : સાવરકુંડલાના તબેલા માલીકે 2.35 લાખમાં ખરીદેલી ભેંસ જોવા ઉમટતા લોકો
- અચરજ: જાણે નાનો હાથી જોઇ લો : સાવરકુંડલાના તબેલા માલીકે 2.35 લાખમાં ખરીદેલી ભેંસ જોવા ઉમટતા લોકો
અમરેલી: અમરેલી જીલ્લામાં પશુપાલન ઉદ્યોગ વિકસી રહ્યો છે. જેને પગલે પશુપાલકો વધુને વધુ દૂધ આપતા પશુઓ પાળવા પ્રયાસો કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઇ ભેંસ દરરોજ 10 થી 12 લીટર દૂધ આપે છે. પરંતુ સાવરકુંડલાના એક પશુપાલકે પોતાના તબેલામાં દરરોજ 35 લીટર દૂધ આપતી એક ટન વજનની મહાકાય ભેંસ ખરીદીને રાખતા આશ્ચર્ય સાથે લોકો તેને જોવા ટોળે વળી રહ્યા છે. જાફરાબાદી નસલની આ ભેંસ તેમણે જુનાગઢ પંથકમાંથી ખરીદી છે.
સાવરકુંડલામાં પશુપાલનના વ્યવસાય સાથે પેઢી દરપેઢીથી સંકળાયેલા સરદારભાઇ મલેકના પ્રૌત્ર પીન્ટુભાઇ મલેકે પોતાના તબેલામાં આ ભેંસ રાખી છે. તેઓ તબેલાના વ્યવસાય થકી દરરોજ મોટી માત્રામાં દૂધનું વેચાણ કરે છે. જુનાગઢ જીલ્લામાં જંગલ વિસ્તારમાં જાફરાબાદી નસલની મહાકાય ભેંસ હોવાની જાણ થતા તેઓ તે ખરીદવા માટે ત્યાં પહોંચ્યા હતાં અને મોં માગ્યા પૈસે આ ભેંસ ખરીદી એક ખાસ વાહનમાં પોતાના તબેલે લઇ આવ્યા હતાં.
આશરે એકાદ ટન વજનની આ મહાકાય ભેંસ પ્રથમ દ્રષ્ટિએ કોઇ જુએ તો જાણે નાનો હાથી જ લાગે. મહાકાય શરીરના કારણે આ ભેંસને જ પોતાની કાયા ભારે પડતી હોય તેમ માંડ માંડ ચાલે છે. તેના શીંગડા પણ વિકરાળ છે. પરંતુ ખુબી એ છે કે તે રોજનું 35 લીટર દૂધ આપે છે. તેમના તબેલામાં આ ભેંસ જોવા માટે દરરોજ લોકો ટોળે વળી રહ્યા છે.
2.35 લાખમાં ખરીદી ભેંસ-પીન્ટુભાઇ મલેક
આ તગડી ભેંસ ખરીદનાર ટીન્ટુભાઇ અલીભાઇ મલેકે જણાવ્યુ હતું કે જંગલ વિસ્તારમાંથી આ નસલની ભેંસ ખરીદવા માટે તેણે 2.35 લાખ જેવી રકમ ખર્ચી હતી. આવી ભેંસ ભાગ્યે જ જોવા મળે છે.
No comments:
Post a Comment