- શ્વાનને બિસ્કીટ, કબુતરને ચણ અને ગાયોને લાડવા, લાપસી અપાઈ
માળીયા હાટીના : અહીંના ગાંધી પરીવાર દ્વારા પોતાના સ્વજનના ૯૦ મા જન્મદિને શ્વાનને બિસકીટ, કબુતરને ચણ, ગાયોને લાડવા અને લાપસી, અન્નક્ષેત્રમાં ભોજન સહિતના સેવા કાર્યો ઉપરાંત ૯૦ વૃક્ષો વાવી શાંતિવન નામકરણ કરાયું હતું.
અહીંના સ્વ.શાંતિલાલ મોતીચંદભાઈ ગાંધીના ૯૦ માં વર્ષે અવસાન થતાં તેમના પરીવારે ૯૦ મા જન્મદિન નીમિત્તે ગાયોને લાડવા, લાપસી, અન્નક્ષેત્રમાં મીસ્ટાન ભોજન, બાળકોને બિસ્કીટ, શ્વાનોને બિસ્કીટ, કબુતરને ચણ, કીડયારૂ પુરવું, મંદિરમાં દીપમાળા તેમજ પર્યટક સ્થળ કાળેશ્વર, મહાદેવ મંદિરે ચાંપરડાના મહંત મુક્તાનંદ બાપુના હસ્તે માનવ સમુદાય સાથે ૯૦ વૃક્ષો રોપી શાંતિવન નામકરણ કરાયું હતું. સ્વ.શાંતિભાઈની પ્રેરણાથી જૈનેતર જીવરાજભાઈ પટેલે જૈન સંથારો ગ્રહણ કર્યો હતો. સ્વ.શાંતિભાઈએ તેમની હૈયાતીમાં જીવતું જગતીયું પણ કર્યું હતું. તેમણે અંતિમ સમયે પોતાના મૃત્યુ સમયે શોક ન કરવા, અંતિમવિધિ સિવાય કોઈ વિધિ ન કરવા તથા અંતીમવિધિ સમયે બેન્ડવાજા રાખવા જણાવ્યું હતું. તેઓેની ઈચ્છા અનુસાર ચક્ષુદાન પણ કરાયું હતું.

No comments:
Post a Comment