- પ્રકૂતિ ધી યુથ સોસાયટીના કાર્યકરોએ વનવિભાગને સોપી દેવામાં આવ્યા
પોરબંદર : પ્રકૃતિ ધી યુથ સોસાયટીની હેલ્પલાઈન પર ભારવાડા ગામથી
અજગર નિકળ્યો હોવાનો ફોન આવ્યો હતો અને તુરંત જ કાર્યકરો ઘટના સ્થળે દોડી
ગયા હતા અને અજગરને ઝડપી લીધો હતો. બાદમાં ભારવાડા ગામના વાડી વિસ્તારમાં
એક અજગર નિકળતા તેને પણ પ્રકૃતિની ટીમે ઝડપી લીધો હતો, તો
બપોરના સમયે રાણાવાવ તેમજ કાટવાણા ગામેથી પણ એક અજગરને પકડી લેવામાં આવ્યો
હતો. તમામ અજગર ઈન્ડિયન રોકપાઈથુન જાતિના હતા અને અંદાજે ૨૦ થી ૨૫ કીલો
વજન ધરાવતા હતા. તમામ અજગરને વનવિભાગને સોપી દેવામાં આવ્યા હતા
No comments:
Post a Comment