Monday, March 30, 2015

વનરાજોનું વન વોકીંગ.


વનરાજોનું વન વોકીંગ

Bhaskar News, Junagadh
Mar 29, 2015, 00:28 AM IST

ઊનાળાનાં પ્રારંભ સાથેજ આકરો તાપ માનવીને તો અકળાવી રહયો છે. ત્યારે જંગલ વિસ્તારમાં વસવાટ કરતાં પ્રાણીઓ પણ ઊનાળાનાં પ્રકોપનો અનુભવ કરી રહયાં છે. આ અસહય ગરમીથી બચવા ઠંડકવાળી જગ્યાની શોધમાં વનરાજો વિહાર કરતા કેમેરામાં કલીક થઇ ગયા હતાં.

બાબરીયા રેન્જનાં RFO માથે લટકતી તલવાર: સસ્પેન્ડ થઇ શકે.

Bhaskar News, Junagadh

Mar 30, 2015, 01:25 AM IST

- અભયારણ્યમાં પ્લોટ ફાળવણી પ્રકરણમાં
- પગલા લેવાઇ તેવી વકી: અન્ય અધિકરીઓમાં ફફડાટ

જૂનાગઢ: ગીર-પશ્વિમ  વિભાગનાં  ગિરગઢડા તાલુકાનાં બાબરીયા રેન્જની ચેક પોસ્ટ અને વન વિભાગની કચેરી સામે આવેલી અભયારણ્યની કરોડો રૂપિયાની જમીન સાવ મામુલી રકમમાં અધિકારીઓને ફાળવી દેવામાં આવી હતી. આ પ્રકારણમાં ઊનાનાં પ્રાંત અધિકારી કલ્પનાબેન ત્રિવેદી,વેરાવળનાં પ્રાંત અધિકારી બી.એમ.વિરાણી,બાબરીયા રેન્જનાં આરએફઓ કનકરાય ડી. ચાવડા,ઊના મામલતદાર કે.વી.સોલંકી, ના. મામલતદર એચ.આર.કોરડિયા ,ના. મામલતદાર એન.એમ.ચૌહાણનો સમાવેશ થયા છે.

આ અધિકારીઓને માત્ર 45 દિવસમાં જ 1200 મીટર જમીન ફાળવી દેવામાં આવી હતી. આ પ્રકરણ બહાર આવતા સરકારી કચેરીઓ અને અધિકારીઓમાં ભારે ચર્ચા જાગી હતી. ગીર-સોમનાથ કલેકટરે તપાસનાં આદેશ આપ્યા હતા. ત્યારે આ પ્રકરણમાં બાબરીયા રેન્જનાં આરએફઓ પણ સામેલ હતા. તેમણે પણ વહેતી ગંગામાં હાથ ધોઇ નાખ્યા હતા. તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.આરએફઓ સામે તપાસ કરી એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ ગાંધીનગર સરકારમાં મોકલવામાં આવ્યો છે. તેની સામે પગલા તોડાઇ રહ્યા છે. સરકાર તરફથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી શકયતા પણ છે.

રીપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો છે : ડીએફઓ

ગિર-પશ્વિમ વિભાગનાં ડીએફઓ રામરતન નાલાએ કહ્યુ હતુ કે, પ્લોટ પ્રકરણમાં તપાસ કરી રીપોર્ટતૈયાર કરવામાં આવ્યો છે. રીપોર્ટ સરકારમાં મોકલી દેવામાં આવ્યો છે. સરકારનાં હુકમ મુજબ કાર્યવાહી થશે.

અન્ય સરકારી અધિકારીઓનું શું ?

મફતની મલાઇ ખાવામાં પ્રાંત અધિકારીઓ,મામલતદાર સહિતનાં અન્ય સરકારી અધિકારીઓ પણ સામેલ હતા. તેમણે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરી નજીવી રકમમાં અભયારણ્યમાં પ્લોટ લઇ લીધા હતા. ત્યારે વન વિભાગ દ્વારા આરએફઓ સામે કાર્યવાહી થઇ રહી છે ત્યારે અન્ય અધિકારીઓનુ શુ ? તેવી ચર્ચા પણ જાગી છે.

જૂનાગઢમાં ગિરનાર પર્વતારોહણ કરી વિદ્યાર્થીઓ ખીલવે છે સાહસનાં ગુણ

જૂનાગઢમાં ગિરનાર પર્વતારોહણ કરી વિદ્યાર્થીઓ ખીલવે છે સાહસનાં ગુણ
- એપ્રિલ-જૂન દરમિયાન ટ્રેકીંગ એડવેન્ચર, રોક કલાઇમ્બીંગ કરાવાશે

જૂનાગઢ: જૂનાગઢનો ગિરનાર પર્વતએ પર્વતોનો સમૂહ છે. ગરવ ગિરનારની તળેટીમાં ભ્રમણનો પણ અલગ જ મહિમા છે. ત્યારે એપ્રિલથી જૂન માસ દરમિયાન ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 થી 45 વર્ષનાં વ્યક્તિઓ ગિરનાર પર્વત પર ટ્રેકીંગનો લુફત ઉઠાવી શકશે. ખાસ કરીને વિદ્યાર્થીઓના સાહસનાં ગુણો કેળવી શકાશે.

જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં રાજય સરકારનાં યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા પંડિત દિનદયાળ પર્વતારોહણ કેન્દ્ર કાર્યરત છે. જેના દ્વારા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓથી લઇને યુવાનો અને પ્રકૃતિ પ્રેમીઓને પર્વતારોહણનાં કરતબભર્યા સાહસનાં ગુણો ખીલવવાની કળા શીખવવામાં આવે છે.

વિવેકાનંદ અને માઉન્ટ આબુ તાલીમ કેન્દ્ર પણ જૂનાગઢમાં ટ્રેકીંગ કેમ્પ સહિતનાં સાહસભર્યા કેમ્પ યોજે છે. એપ્રિલથી જૂન માસ દરમિયાન તાલીમ કોર્ષનું આયોજન કરાયું છે. જેમાં ડુંગરાળ વિસ્તારમાં ટ્રેકીંગ, એડવેન્ચર, બેઝીક, આરોહણ અને આર્ટીફિશીયલ રોક કલાઇમ્બીંગનો કોર્ષ યુવાનોને કરાવવામાં આવે છે.

યુવાનોમાં સાહસિકતાનાં ગુણોનું થતું સિંચન

8 થી 13 વર્ષનાં બાળકોમાં રહેલી સુષૃપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી એડવેન્ચર કોર્ષનું આયોજન કરવામાં આવે છે. જેનાથી યુવાનોને સાહસિકતાનાં ગુણોનું સિંચન કરવા માટે તાલીમ કેન્દ્ર પ્રથમ પગથીયુ બની રહે છે.

કયા પ્રકારનો કોર્ષ થશે ?

- એડવેન્ચર કોર્ષ 10-14 વર્ષ, 7 દિવસ
- બેઝીક કોર્ષ 14-45 વર્ષ, 10 દિવસ
- એડવાન્સ કોર્ષ 15-45 વર્ષ, 15 દિવસ (ખડક ચઢાણ પૂર્ણ કર્યુ હોય તેવા)
- કોચીંગ કોર્ષ 16-45 વર્ષ, 30 દિવસ (બેઝીક એડવાન્સ કોર્ષ કર્યો હોય તેવા)
- આર્ટીફિશીયલ રોકકલાઇમ્બીંગ 16-45 વર્ષ 10 દિવસ (કોચીંગ કોર્ષ       એ-બી ગ્રેડ પૂર્ણ કરનાર)

આંબે આવેલી કેરીનો ભાવ 900ને આંબશે

આંબે આવેલી કેરીનો ભાવ 900ને આંબશે
Bhaskar News, Amreli
Mar 30, 2015, 00:02 AM IST
 
અમરેલી: અમરેલી જિલ્લામાં ચાલુ માસે પાંચ વખત કમોસમી વરસાદ ખાબકયો હતો જેના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની પહોંચી છે. હજુ આંબાવડીયાઓમાં મોર બેસતાની સાથે જ ભારે પવન સાથે થયેલા માવઠાથી કેરીના પાકનો સોથ વળી ગયો હતો. ગત વર્ષે પણ આવી જ સ્થિતી જોવા મળી હતી જેના કારણે ઉત્પાદન ઓછુ આવ્યું હતુ. ત્યારે ઓણસાલ પણ માવઠાએ કેરીની સિઝન બગાડી નાખી છે. ઓણસાલ પણ ઉત્પાદન 50 ટકા જેટલુ જ આવવાનુ અને ભાવ પણ વધારે રહેવાની ખેડૂતો ધારણા વ્યકત કરી રહ્યાં છે.

- આંબે આવેલી કેરીનો ભાવ 900ને આંબશે
- સ્વાદના શોખીનોને મીઠી મધુર કેસર કેરી ખાટી લાગશે : 50 ટકા ઉત્પાદન થવાની ધારણા

જિલ્લામાં ખાસ કરીને ધારી પંથકમાં કેરીનુ વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ હજુ તો આંબાવડીયામા મોર બેસતા જ અચાનક કમોસમી વરસાદ ખાબકયો હતો. ભારે પવનના કારણે મોર ખરી ગયા હતા અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની પહોંચતા ખેડૂતો પણ મુંઝવણમાં મુકાઇ ગયા છે. ગત વર્ષે પણ માવઠાના કારણે માત્ર 50 ટકા જેટલુ જ કેરીનુ ઉત્પાદન આવ્યું હતુ. ગત વર્ષે 10 કિલો કેરીનો ભાવ રૂ. 600 સુધીનો રહ્યો હતો.

ઓણસાલ ઠંડી પણ મોડે સુધી રહેતા અને માવઠુ થતા કેરી બજારમા એક મહિનો મોડી આવશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. ધારી પંથકના ખીચા, દેવળા, માધુપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં માવઠાના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. આ ઉપરાંત દિતલા, ખંભાળીયા, ધારગણી, કરેણ, જીરા, સરસીયા, દુધાળા, સમુહખેતી, ગઢીયા સહિતના ગામોમાં પણ આંબાવડીયાઓને નુકશાન પહોંચ્યુ છે.
ઉત્પાદન 35 ટકા જેટલુ ઓછુ રહેશે- નુરૂદીનભાઇ

ધારીમા કેરીના વેપારી નુરૂદીનભાઇએ જણાવ્યું હતુ કે ઓણસાલ કમોસમી વરસાદથી કેરીનુ ઉત્પાદન 35 ટકા જેટલુ ઓછુ આવવાની સંભાવના જણાઇ રહી છે. અહી વેપારીઓ કેરીના બગીચા રાખે છે અને બાદમાં રાજકોટ, અમદાવાદ, ગોંડલ, ભાવનગર સહિતના શહેરોમાં સીધો માલ મોકલી દે છે.

ખાખડી બંધાઇ ગયા બાદ નુકશાનની સંભાવના ઓછી- જીતુભાઇ તળાવીયા

પર્યાવરણ વિદ્દ જીતુભાઇ તળાવીયાએ જણાવ્યું હતુ કે ખાખડીઓ બંધાઇ ગયા બાદ કેરીના પાકને નુકશાની નહિવત થશે. અગાઉ આંબાવડીયાઓમાં મોર બેસતાની સાથે જ માવઠુ થયુ ત્યારે કેરીના પાકને નુકશાન થયુ હતુ.

ઓણસાલ કેરીનો ભાવ વધુ રહેશે- ઉકાભાઇ

દિતલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ જણાવ્યું હતુ કે ઠંડી લાંબો સમય રહેતા અને હાલમાં કમોસમી વરસાદ ખાબકતા કેરીનો પાક એક મહિનો મોડો છે. આંબાવડીયામા મોર બેસ્યા ત્યારે માવઠુ થતા નુકશાની વધારે થઇ હતી. લુ અને ગરમી પડે તો જ કેરી વધે, હજુ પણ વાદળછાયુ વાતાવરણ રહે છે. ચોમાસુ લંબાઇ તો કેરીના પાકને થોડો ઘણો ફાયદો થઇ શકે તેમ છે. ગત વર્ષે 10 કિલોના રૂ. 600 સુધીનો ભાવ રહ્યો હતો ત્યારે ઓણસાલ તો ભાવ રૂ. 900 સુધી રહેવાની સંભાવના છે.

ક્રાંકચનાં જંગલમાં બાવળોકાપી કોલસો બનાવવા લગાડાય છે આગ.


ક્રાંકચનાં જંગલમાં બાવળોકાપી કોલસો બનાવવા લગાડાય છે આગ

Bhaskar News, Liliya

Mar 28, 2015, 23:57 PM IST
લીલીયા: લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના ખારાપાટના બાવળના જંગલ અને ઉંચા ઘાસવાળી ઝાડીઓમાં છેલ્લા 45 દિવસ દરમીયાન દવની છ ઘટનાઓ બની ચુકી છે. સાવજોના વસવાટવાળો આ રેવન્યુ વિસ્તાર છે. અહિં ખાનગી માલીકીની વીડીઓ, પડતર વાડી-ખેતરો અને સરકારી ખરાબાઓ છે. જેમાં જાણી જોઇને લગાવાતો હોય તે રીતે દવ લાગી રહ્યો છે. સાવજો અને વન્યસુષ્ટિપર ખતરો ઉભો થાય તે રીતે દવ લાગતો હોવા છતાં તંત્ર લાચાર બની જોઇ રહ્યુ છે. તાજેતરમાં શેઢાવદરની સીમમાં તો જુદા જુદા છ સ્થળેથી દવની શરૂઆત થઇ હતી. જાણીજોઇને દવ લગાડવાના કારણો પણ આસપાસના વિસ્તારમાં સ્પષ્ટ નઝરે પડી રહ્યા છે.

- ક્રાંકચનાં જંગલમાં બાવળોકાપી કોલસો બનાવવા લગાડાય છે આગ
- શેઢાવદરની સીમમાં એક સાથે છ જગ્યાએ જાણી જોઇને આગ લગાવાઇ હતી: વન તંત્ર લાચાર
- આ વિસ્તારમાં સૌથી વધુ બાવળના વૃક્ષો આવેલા છે
- માલિકીની જમીનના કારણે તંત્ર કાર્યવાહી કરતુ નથી

લીલીયાના ખારાપાટ વિસ્તારની જમીનમાં હવે કશુ પાકતુ નથી. જેના કારણે ખેતી પડીભાંગી છે. માલીકીની વીડીઓ, વાડી-ખેતરો વર્ષોથી પડતર રહેતા તેમાં બાવળનું જંગલ ઉગી નિકળ્યુ છે. છ-છ ફુંટ ઉંચુ ઘાસ-બરૂ અને અન્ય વનસ્પતીઓએ પગદંડો જમાવ્યો છે. ગીરમાંથી નિકળથી શેત્રુજી અને અહિંની ગાગડીયો, નાવલી, ખારી વિગેરે નદીઓના કાંઠે સાવજોને પોતાનું નવુ ઘર મળી ગયુ છે. દોઢ દાયકા પહેલા પ્રથમ વખત સાવજો આવ્યા બાદ હાલમાં 40થી વધુ સાવજો અહિં રહે છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ વિસ્તારમાં જાણી જોઇને અવાર નવાર દવ લગાવડવામાં આવતો હોય સાવજોનું આ ઘર ખતરામાં છે.

જંગલમાં વૃક્ષોના ઘર્ષણથી સ્વયં દવ ફાટી નિકળે છે. પરંતુ આ વિસ્તારમાં દવ પેદા કરે તેવા વૃક્ષો જ નથી. મતલબ કે અહિં જાણી જોઇને આગ લગાડાઇ કે ભુલમાં કોઇનાથી લાગી જાય તો જ દવ લાગે. પાછલા કેટલાક વર્ષોથી નિશ્ચિત વિસ્તારમાં જ જાણી જોઇને લગાવાતો હોય તે રીતે દવ લાગી રહ્યો છે. છતાં માલીકીની જમીનના નાતે તંત્ર કોઇની સામે કાર્યવાહી કરતુ નથી. ચાલુ સાલે તો ખુબ મોટા વિસ્તારમાં સાવજોનું ઘર બરબાદ થયુ છે. છતાં તંત્રએ તે દિશામાં તપાસ કરવાની પણ તસ્દી લીધી નથી.

તાજેતરમાં શેઢાવદરની સીમમાં લાગેલો દવ તો એક સાથે છ-છ જગ્યાએથી રીતસર લગાડવામાં જ આવ્યો હતો. દરેક વખતે વનતંત્ર ખાનગી જમીનનું બહાનુ આગળ ધરી પહેલેથી જ દોડતી નથી. બાદમાં સરકારી જમીનમાં દવ પ્રવેશે તે પછી દોડધામ વધે છે. અહિંના સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ખાનગી જમીન હોય તો પણ માલીકોને આગ લગાડતા પહેલા તંત્રની પરવાનગી લેવી પડે. તે પ્રકારના નિયમો બનવા જોઇએ.
ચોક્કસ વિસ્તારમાં જ કેમ લાગે છે દવ ?

ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં જે પ્રકારનુ બાવળનું જંગલ અને વન્ય સુષ્ટિ છે આવું જ જંગલ આસપાસના અન્ય વિસ્તારમાં છે. પરંતુ ક્રાંકચ આસપાસના વિસ્તારમાં જ દવ લગાડાય છે. સાવરકુંડલાના ફીફાદ, ખાલપર, હીપાવડલી, લીલીયાના આંબા કણકોટ, અમરેલીના ચાંદગઢ વિગેરે વિસ્તારમાં આવું જ જંગલ હોવા છતાં ક્યારેય દવની ઘટના બનતી નથી.

તંત્રએ તપાસ કરવી જોઇએ-મહેન્દ્રભાઇ

ક્રાકચમાં જાણીતા સિંહપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે દવની ઘટનાઓ અટકાવવા માટે વનતંત્રએ સક્રિય થવુ પડશે. આવી ઘટનાઓમાં તંત્ર દ્વારા કોઇ તપાસ કરાતી ન હોય લેભાગુ તત્વોને મોકળુ મેદાન મળ્યુ છે. સખત પગલા લઇ તંત્રએ આવી ઘટના અટકાવવી જોઇએ.

ક્યાં વિસ્તારમાં કેટલો દવ ?

લીલીયા પંથકમાં છેલ્લા 45 દિવસ દરમીયાન દવની જુદી જુદી છ ઘટના બની છે. જેમાં 7700 વિઘા કરતા વધુ વિસ્તારમાં વન્યસુષ્ટિ બળી ગઇ છે.

ગામ        વિસ્તાર             કેટલા વિઘામાં દવ
ક્રાંકચ        દાનબાપુનુ વિડ    1000
શેઢાવદર        નાળીયેરો        800
નાના લીલીયા    ભાંભળી પાસે    600
ક્રાંકચ        વચલુ બેલુ        1000
કુતાણા-ભોરીંગડા    વિડી પાસે        300
શેઢાવદર        ચાર ગામની સીમ    4000

શા માટે લગાડાય છે આગ ?

આ વિસ્તારમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગેરકાયદે બાવળો કાપી કોલસો પાડવામાં આવે છે અને બાદમાં પુરાવાનો નાશ કરવા આગ લગાડી દેવાય છે. અહિં ગેરકાયદે રેતી ચોરીમાં પણ આ જંગલ નડતરરૂપ થાય છે. ગેરકાયદે અવર જવર કરતા શખ્સો ચા-પાણી બનાવે કે તાપણુ કરે કે બીડી ફેંકે ત્યારે પણ આગ લાગે છે. આ સિવાય જમીન ચોખ્ખી કરવા પણ આગ લગાડાઇ છે.

અમે તપાસ શરૂ કરી છે-આરએફઓ

સ્થાનિક આરએફઓ અગ્રવાલે જણાવ્યુ હતું કે આગ લગાડવામાં આવતી હોવાની શક્યતા નકારી શકાય નહી. હાલમાં અમે આ દિશામાં તપાસ શરૂ કરી છે. તેઓ આગ બુઝાવવા ફાયર બ્રીગેડની કેમ મદદ લેતા નથી તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે અગાઉ એક વખત મદદ લેવાઇ હતી પરંતુ અંદર વાહનો લઇ જવા મુશ્કેલ હોય હવે મદદ લેવાતી નથી.

પાણીની કુંડી નજીકથી સફેદ પાઉડર જેવો પદાર્થ મળી આવ્યો.


DivyaBhaskar News Network

Mar 28, 2015, 05:35 AM IST

ખાંભાતાલુકાના તાતણીયા ગામે સીમમાં આવેલ એક ખેતરમાં દસ નીલગાયના મૃતદેહો પડયા હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આશરે સાતેક વર્ષની ઉંમરની દસ નીલગાયો મોતને કેવી રીતે ભેટી તે જાણવા વનવિભાગે તપાસ હાથ ધરી છે. ખેતરમા આવેલ પાણીની કુંડી નજીકથી વનવિભાગને સફેદ પાઉડર જેવો પદાર્થ પણ મળી આવ્યો હતો. જેને એફએસએલમા મોકલી દેવામા આવ્યો છે.

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ વાડી ખેતરોમાં નીલગાયો મોટી સંખ્યામા વસવાટ કરે છે. ત્યારે તાતણીયા ગામે આવેલ ગીરધરભાઇ દામજીભાઇ વરીયાના ખાલી ખેતરમાં દસ નીલગાયોના મૃતદેહો પડયા હોય અંગે વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ સહિત વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. નીલગાયના મૃતદેહોને સ્થળ પર પોસ્ટમોર્ટમ કરવામા આવ્યું હતુ.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જે ખેતરમાં દસ નીલગાયોના મૃતદેહ પડયા હતા તેનાથી થોડે દુર પાણીની કુંડી આવેલી છે તેની નજીકથી સફેદ પાઉડર જેવો પદાર્થ મળી આવતા વનવિભાગે એફએસએલમા તેનો નમુનો મોકલી દીધો છે. નીલગાયો મોતને કેવી રીતે ભેટી તેનુ સાચુ કારણ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં અનેક વખત નીલગાયો વાડીમાં યુરિયા નાખેલુ પાણી પી મોતને ભેટી હોવાના અનેક બનાવો બન્યાં છે.

અગાઉ પણ પાણી પીવાથી મોત થયા હતા

અમરેલીપંથકમાંગ્રામ્ય વિસ્તારોમાં વાડી ખેતરોમાં અનેક વખત યુરીયાવાળુ પાણી પીવાથી ભુતકાળમાં અનેક નીલગાયો મોતને ભેટી હોવાના બનાવો બન્યા હતા.

શિકાર માટે નિકળેલી દિપડી 100 ફૂટ ઉંડા કુવામાં ખાબકી.

DivyaBhaskar News Network
Mar 27, 2015, 03:35 AM IST

અમરેલીતાલુકાના તરવડા ગામની સીમમાં આજે સવારે એક ખેડુતની વાડીમાં 100 ફુટ ઉંડા કુવામાં દીપડી ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આજી હતી. જેને પગલે વનતંત્રનો સ્ટાફ તાબડતોબ અહીં દોડી ગયો હતો. અને કુવામાંથી દીપડીને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. સમયે અહીં ગામ લોકો કોટી સંખ્યામાં ટોળે વળ્યા હતાં.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાની સતત વધી રહેલી સંખ્યાને પગલે વાડી ખેતરોમાં કામ કરતા લોકો પર સતત ખતરો ઝળુંબતો રહે છે. દિપડા દ્વારા માણસો પર હુમલાની ઘટાઓ અવારનવાર બને છે. દિપડા દ્વારા ખેતમજુર પરિવારના બાળકોને ફાડી ખાવાની ઘટનાઓ પણ બની રહી છે. જોકે ખતો દિપડા પર પણ છે. અકસ્માતમાં દિપડાનું મોત કે ખુલ્લા કુવામાં દિપડા પડી જવાની ઘટના પણ અવાર નવાર બને છે. આજે એક આવી ઘટના અમરેલી તાલુકાના તરવડા ગામની સીમમાં બની હતી. જ્યાં એક ખેડુતના 100 ફુટ ઉંડા પાણી ભરેલા કુવામાં એક દિપડી પડી ગઇ હતી. કુવામાં પાણી પણ હતું. ગામ લોકો દ્વારા જાણ કરવામાં આવતા અમરેલીના ડીએફઓની સુચનાથી આરએફઓ અગ્રવાલ, સ્ટાફના સમીરભાઇ દેવમુરારી, ડો. હિતેશ વામજા સહિતનાઓએ દિપડીને બચાવી પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી હતી.

સિંહોના ઘરમાં 45 દિવસમાં છઠ્ઠીવાર આગ.

સિંહોના ઘરમાં 45 દિવસમાં છઠ્ઠીવાર આગ
  • Bhaskar News, liliya
  • Mar 26, 2015, 01:26 AM IST
- સિંહોના ઘરમાં 45 દિવસમાં છઠ્ઠીવાર આગ
- વનતંત્રએ આગને ભગવાન ભરોસે છોડતા વન્યસૃષ્ટિનો ખો બોલી ગયો : સ્થાનિક આરએફઓ ડોકાયા પણ નહી
- શેઢાવદરનો દવ 4 ગામના સીમાડા સુધી પહોંચ્યો

લીલીયા : બૃહદ ગીર વિસ્તારમાં આવતા અને જ્યાં 40થી વધુ સાવજોનો કાયમી વસવાટ છે તે લીલીયા પંથકમાં ગઇકાલે બપોરે દવ લાગ્યા બાદ વનતંત્ર દ્વારા આ દવને ભગવાન ભરોસે છોડી દેવામાં આવતા ચાર હજાર વિઘાથી વધુ વિસ્તારમાં વન્ય સૃષ્ટિનો નાશ પામ્યો છે. રાત્રે વનકર્મીઓ દવના સ્થળે હાજર ન હતાં. એટલુ જ નહી આજે મોડી સાંજે પણ દવ કાબુમાં આવ્યો ન હતો અને આગના લબકારા ચાલુ હતા.  પશુઓનું ચરીયાણ અને ઘાસચારો નાશ પામતા ખેડૂતોને મોટી નુકશાની સહન કરવી પડી હતી. અહિં એવું મનાય રહ્યુ છે કે કેટલાક શખ્સો દ્વારા જાણી જોઇને દવ લગાડાઇ રહ્યો છે. 45 દિવસમાં 6 વખત દવ લાગ્યો છે. આટલો ગંભીર મુદો હોવા છતાં આજે દવના સ્થળે આરએફઓ ડોકાયા પણ ન હતાં.

લીલીયા પંથકના ખારાપાટમાં સરકારી પડતર અને ખરાબા ઉપરાંત માલીકીના વાડી ખેતરો અને વિડીઓમાં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નિકળે છે. ખારાપાટના કારણે ખેતી થઇ શકતી ન હોય પડતર પડયા રહેતા માલીકીના વાડી-ખેતરોમાં પણ ઘાસચારો અને બાવળનું જંગલ ઉગી નિકળ્યુ છે. શેત્રુજી, ગાગડીયા, ખારી, નાવલી વિગેરે નદી અને બાવળના આ જંગલો અને ખરાબાઓનો વિસ્તાર સાવજને માફક આવી ગયો હોય અહિં 40થી વધુ સાવજોનો વસવાટ છે. સાવજોના આ ઘરમાં છેલ્લા 45 દિવસ દરમીયાન છઠ્ઠી વખત આગની ઘટના બની છે.

મહત્વની વાત એ છે કે ગઇકાલે બપોર બાદ લીલીયાના શેઢાવદરની સીમમાં દવ લાગ્યો હોવા છતાં વનતંત્ર દ્વારા આ દવને ઠારવાની સમયસર કામગીરી કરવામાં આવી ન હતી. ગઇસાંજે વનતંત્રનો સ્ટાફ અહિં ગયો હતો પરંતુ રાત્રે સમગ્ર વિસ્તારને ભગવાન ભરોસે છોડી દઇ વનકર્મીઓ ચાલ્યા ગયા હતાં. જેને પગલે આજે સવાર સુધીમાં અહિં ચાર હજાર વિઘાથી વધુ વિસ્તારમાં વન્ય સૃષ્ટિ બળીને રાખ થઇ ગઇ હતી. એટલુ જ નહી સ્થાનિક આરએફઓ આજે પણ દવના સ્થળે ડોકાયા ન હતાં. આજે મોડી સાંજે પણ ઠેકઠેકાણે આ દવ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

લીલીયા પંથકમાં વારંવાર લાગતા દવના કારણે આ વિસ્તારમાં રહેતા સાવજો વ્યથીત થઇ રહ્યા છે. કુદરતી સહજ સમજ શક્તિના કારણે સાવજો આવા દવમાં ફસાઇને મોતને ભેટે કે દાજી જાય તેવી શક્યતા ભલે નહીવત હોય  પરંતુ વારંવાર દવના કારણે સાવજો ડીસ્ડર્બ થઇ રહ્યા છે. શેઢાવદરની સીમમાં લાગેલા દવના કારણે ખેડૂતોને પણ મોટુ નુકશાન સહન કરવુ પડયુ છે. કારણ કે અનેક ખેડૂતોએ તેમની માલીકીની જમીનમાંથી છ-છ ફુટ ઉંચા ઘાસના પુડા કાપી ગંજીઓ ખડકી રાખી હતી. જે આગના કારણે નાશ
પામી હતી.
 
વળી પશુઓનું ચરીયાણ નાશ પામતા આગામી દિવસોમાં ઘાસચારાની પણ અછત રહેશે. અહિં એવુ મનાય રહ્યુ છે કે જાણી જોઇને દવ લગાડવામાં આવી રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી જે ગંભીર બાબત છે.

ડુંગરની કોતરમાં ડાલામથ્થાની ડણક

ડુંગરની કોતરમાં ડાલામથ્થાની ડણક
  • Bhaskar News, Timbi
  • Mar 22, 2015, 00:00 AM IST
ટીંબી નજીક આવેલ શાણાવાકીયાના ડુંગરો આસપાસ ઘણા સમયથી સાવજોનો વસવાટ છે. આજે વાંકીયાના ડુંગરોની કોતરમાં ડાલામથ્થો સાવજ ડણકો દેતો હોય આ કોતરો પણ ગુંજી ઉઠી હતી. અહિં સીંહ દર્શન માટે લોકો એકઠા થઇ ગયા હતાં.

બૃહદગીર વિસ્તારમાં ઉનાળાનાં ધોમધખતા તાપમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની કુંડીઓ ભરાઇ

બૃહદગીર વિસ્તારમાં ઉનાળાનાં ધોમધખતા તાપમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની કુંડીઓ ભરાઇ
  • Bhaskar News, Rajula
  • Mar 19, 2015, 00:02 AM IST
- ઉનાળાનાં ધોમધખતા તાપમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની કુંડીઓ ભરાઇ
- જાળવણી : પર્યાવરણપ્રેમીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું

રાજુલા :
રાજુલા જાફરાબાદ પંથકમાં બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો સહિત વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. હાલમાં ઉનાળાનો ધીમેધીમે આરંભ થઇ રહ્યો છે. ત્યારે વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે અહી 15 જેટલી કુંડીઓ બનાવવામા આવી છે જેમાં હાલ નિયમિત પાણી ભરવામા આવી રહ્યું છે. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યાં છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સાવજો સહિત અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે.

ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે અહી 15 જેટલી કુંડીઓ બનાવવામા આવી છે. પર્યાવરણપ્રેમી શિવરાજભાઇ ધાખડા સહિત ટીમ દ્વારા અહીના ભેરાઇ, રામપરા, નાગેશ્રી વિસ્તારમાં આવેલી કુંડીઓનુ નિરીક્ષણ કરવામા આવતા આ કુંડીઓ છલોછલ ભરાયેલી નજરે પડી હતી. આ કુંડીઓ બે ત્રણ દિવસે એક વખત ભરવામા આવે છે. શિવરાજભાઇએ જણાવ્યું હતુ કે તમામ કુંડીઓ પાણીથી ભરેલી જોવા મળી હતી જેથી વનવિભાગને ખોટી રીતે બદનામ કરવુ ન જોઇએ અને મદદ કરવી જોઇએ.

સાવજોના વિસ્તાર શેઢાવદરની સીમમાં દવ : ઘાસચારો ખાક

સાવજોના વિસ્તાર શેઢાવદરની સીમમાં દવ : ઘાસચારો ખાક
  • Bhaskar News, Liliya
  • Mar 18, 2015, 01:19 AM IST
- સાવજોના વિસ્તાર શેઢાવદરની સીમમાં દવ : ઘાસચારો ખાક

લીલીયા : લીલીયા તાલુકાના રેવન્યુ વિસ્તાર અને બાવળોના જંગલમાં જ્યાં સાવજો વસે છે તે વિસ્તારમાં અગાઉ બે વખત દવની ઘટના બની ચુકી છે ત્યારે આજે વધુ એક ઘટનામાં શેઢાવદર અને નાના લીલીયા ગામ વચ્ચે રેવન્યુ વિસ્તારમાં દવ લાગતા દોઢસો વિઘાથી વધુ વિસ્તારમાં ઘાસ, ઝાડ, પાનનો નાશ થયો હતો.

લીલીયા તાલુકાના મોટાભાગના વિસ્તારો પર સાવજોએ કબજો જમાવ્યો છે. પણ ખાસ કરીને ક્રાંકચ પંથકમાં આવેલા બાવળના જંગલો તેને વધુ માફક આવ્યા છે. જ્યાં અવાર જવાર સાવજો આવી ચડે છે તે શેઢાવદરની સીમમાં નાળીયેરો અને ભાંભળી વિસ્તારમાં આજે બપોરે દવની શરૂઆત થઇ હતી. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ બપોરે અઢીથી ત્રણેક વાગ્યાના સુમારે અહિં ઘાસ અને ઝાડીમાં દવ શરૂ થયો હતો.

જો કે આ વિસ્તારમાં પાંખી ઝાડી અને ટુંકુ ઘાસ હોય દવ આગળ વધે તે પહેલા જ વન વિભાગનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. પોલીસ અને હોમગાર્ડના જવાનોની મદદ લઇ બહુ ઝડપથી દવ પર કાબુ મેળવી લેવાયો હતો. આમ છતાં અહિં આખરે 150 વિઘા વિસ્તારમાં ઘાસચારો, ઝાડ-પાનને નુકસાન થયુ હતું.

30 મિનિટનાં લાયન શોના દિલધડક દ્રશ્યો: 11 સાવજોનાં ટોળાંએ કર્યું મારણ .

Bhaskar News, Khambha
  • Mar 16, 2015, 10:28 AM IST
ખાંભા: ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. એક તરફ વનવિભાગ સિંહો સલામત હોવાના બણગા ફુંકી રહી છે ત્યારે ખાંભાના ઉના હાઇવે પર આવેલ રાહાગાળા વિસ્તારમાં એક માલિકીના ખેતરમાં 11 સિંહોના ટોળા દ્વારા એક બળદનુ મારણ કરવામા આવ્યું હતુ. અડધી કલાક સુધી અહી લોકોના ટોળા એકઠા થયા હતા. નજીવી રકમ ખર્ચી સિંહોને બળદનુ મારણ અપાયા હોવાની પણ વ્યાપક ચર્ચાઓ ઉઠી છે.
 
- લાયન શો: ખાંભામાં 11 સાવજોનાં ટોળાએ એક બળદનું મારણ કર્યું, નજીવી રકમ ખર્ચી મારણ નાખ્યાની ચર્ચા, સિંહ દર્શન માટે ટોળે વળ્યા
- ખાંભામા ગઇકાલની મારણની ઘટના શું લાયન શો હતો ?
- 11 સાવજોનાં ટોળાએ એક બળદનું મારણ કર્યુ
- અડધો કલાક સુધી લોકો સિંહ દર્શન માટે એકઠા થયા : નજીવી રકમે બળદ ખર્ચી મારણ નાખ્યા હોવાની જોરશોરથી ચર્ચા

ખાંભા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી  વીડીમાંથી રેવન્યુ વિસ્તારમાં સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓના આંટાફેરા વધી ગયા છે. હજુ થોડા દિવસ પહેલા ભાડ ગામે ગેરકાયદે લાયન શો કરતા શખ્સોને વનવિભાગે ઝડપી લીધાની ઘટના તાજી છે.
 
ત્યારે અહીના રાહાગાળા વિસ્તારમાં ગઇકાલે સાંજના સુમારે એક માલિકીની વાડીમાં 11 જેટલા સાવજો દ્વારા એક બળદનું મારણ કરવામા આવતા અહીં લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા. અહીં લોકોએ અડધી કલાક સુધી મારણની તસ્વીરો અને વીડીયો કલીપ ઉતારી હતી. એવી પણ ચર્ચાઓ ઉઠી હતી કે આ બળદને નજીવી રકમ ખર્ચી ખરીદ કરી અહીં મારણ માટે નાખવામા આવ્યો હતો. ઘટના અંગે વનવિભાગને કોઇ પ્રકારની જાણ ન હતી.

ખાંભા પંથકમા કયાં કેટલા સિંહો આંટાફેરા મારે છે ?
 
ખાંભા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં હાલમાં રાહાગાળામા 11, ભાવરડીપરા વિસ્તારમાં 4, ભાડમા 5, કોદીયામા 2, રબારીકામા 5 સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા મારી રહ્યાં છે.
ઘટના અંગે તપાસ કરીશ- ડીએફઓ
 
ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે ખાંભાની ઘટના અંગે મને જાણ થઇ છે. ઘટના અંગે તપાસ કરાવીશ.
 
સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા: આરએફઓ
 
તુલશીશ્યામ રેંજના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે મારણની ઘટના અંગે રાત્રે સાડા આઠ વાગ્યે જાણ થઇ હતી અને સ્ટાફ સાથે સાડા સાત વાગ્યે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

બે દિવસ પહેલા ખાંભામાં બનેલી સાવજોના બળદ મારણની ઘટનામાં તપાસ શરૂ

બે દિવસ પહેલા ખાંભામાં બનેલી સાવજોના બળદ મારણની ઘટનામાં તપાસ શરૂ

  • Bhaskar News, Khambha
  • Mar 15, 2015, 01:36 AM IST
- ખાંભાના રાહાગાળામાં સાવજોના બળદ મારણની ઘટનામાં તપાસ શરૂ
- બળદ કોણ અને કયાંથી લઇ આવ્યું તે તરફ તપાસ

ખાંભા : ખાંભા નજીક આવેલા રાહાગાળા વિસ્તારમાં બે દિવસ પહેલા બનેલી 11 સાવજો દ્વારા મારણની ઘટના અંગે વનવિભાગ હરકતમા આવ્યું છે. વનવિભાગ દ્વારા મારણની ઘટના બની તે વાડી માલિક સહિત આસપાસના વિસ્તારોમાં વાડી ધરાવતા ખેડૂતોના નિવેદન લેવાની કામગીરી કરવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. રાહાગાળા વિસ્તારમાં ખડાધારના ખેડૂત ભગવાનભાઇ રાઠોડના ખેતરમાં 11 સાવજો દ્વારા એક બળદનુ મારણ કરવાની ઘટના બની હતી. આ ઘટના લાયન શો હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠી હતી ત્યારે હવે વનવિભાગ હરકતમા આવ્યું હતુ અને વાડી માલિક સહિત આસપાસમા વાડી ધરાવતા ખેડૂતોના નિવેદનો લેવાની કામગીરી કરવામા આવી હતી.

તટસ્થ તપાસ થશે- ડીએફઓ

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે રાહાગાળામા બનેલી ઘટના અંગે તટસ્થ તપાસ શરૂ કરી દેવામા આવી છે. વાડી માલિક ઉપરાંત આસપાસ વાડી ધરાવતા ખેડુતોના નિવેદન અને પુછપરછ કરવામા આવી રહી છે.

3 ખેડૂતોના નિવેદન લઇ પંચરોજ કામ કરાયું

તુલશીશ્યામ રેંજના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે ત્રણ ખેડૂતોના નિવેદનો લીધા છે અને પંચરોજ કામ કર્યુ છે જયારે બળદ રેઢીયાર હોવાનુ પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે. આ બળદ અહી કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય છે ઘટના બની ત્યારે વાડી માલિક ખેતરમા જ હોવાનુ જણાવ્યું હતુ.

જિલ્લામાં આખી રાત વિજળીના કડાકા સાથે વરસાદ : કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન

  • Bhaskar News, Amreli
  • Mar 14, 2015, 01:27 AM IST
અમરેલી: અમરેલી જિલ્લામાં બદલાયેલા હવામાન વચ્ચે આજે બીજા દિવસે પણ સતત માવઠુ થયુ હતુ ખાસ કરીને ગઇરાત્રે અમરેલીમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકયો હતો. મધરાતથી લઇ સવાર સુધી અવારનવાર અમરેલીમાં વરસાદ પડતો રહ્યો હતો.  આ ઉપરાંત ધારી અને સાવરકુંડલા પંથકમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક પ્રમાણમા નુકશાન થયુ હતુ. બગસરા પંથકમાં પોણો ઇંચ વરસાદ ખાબકયો હતો.

- પખવાડીયામાં બીજીવાર માવઠાથી ધરતીપુત્રો ચિંતીત બન્યા

સાવરકુંડલામા અડધો ઇંચ વરસાદ હતો. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના પગલે અમરેલી જિલ્લામાં કેરી ઉપરાંત ઘઉં, જીરૂ, ધાણા સહિતના પાકોને મોટા પ્રમાણમા નુકશાન થવા પામ્યું છે. કમોસમી વરસાદ છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લાને ઘમરોળી રહ્યો છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યા બાદ છેલ્લા બે દિવસથી માવઠુ વરસી રહ્યું છે. ગઇકાલની જેમ આજે પણ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ઝાપટાથી લઇ પોણો ઇંચ સુધીનો વરસાદ ખાબકયો હતો. અમરેલીમાં ગઇકાલે માત્ર હળવા ઝાપટા પડયા હતા પરંતુ મધરાતથી ફરી વરસાદ શરૂ થયો હતો. રાત્રીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો. વહેલી સવાર સુધી થોડી થોડી વારે વરસાદ શરૂ રહેતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. આજે આખો દિવસ પણ વાતાવરણ ધાબડીયુ રહ્યું હતુ.

આવી જ રીતે ધારી પંથકમાં ગઇકાલે કમોસમી વરસાદ ખાબકયો હતો. અહીના ખીચા,દેવળા, માધુપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે કેરી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતા ખેડુતો ચિંતામાં પડી ગયા હતા. અહી પણ મધરાતથી સવાર સુધી વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો.

સાવરકુંડલામાં પણ ગઇકાલે એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. અહી પણ મધરાતે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ રહ્યો હતો. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદથી કેરી, જીરૂ, લસણ, ડુંગળી, ઘઉં સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ હોવાના વાવડ મળી રહ્યાં છે. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. સાવરકુંડલાના સંજળ, મેવાસા, પિયાવા, શેલણા, કાના તળાવ, નેસડી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી પાકને નુકશાન થયુ છે.

5 હજાર છાત્રોનો સંકલ્પ : પ્લાસ્ટિકનો ઉપયોગ નહિં .

5 હજાર છાત્રોનો સંકલ્પ : પ્લાસ્ટિકનો ઉપયોગ નહિં
  • DivyaBhaskar News Network
  • Mar 09, 2015, 03:35 AM IST
પ્રતિબંધિતપ્લાસ્ટિકના બેફામ ઉપયોગે અનેક સમસ્યાઓ સર્જી છે. પ્રકૃતિની ઘોર તો ખોદાઇ રહી છે સાથેસાથે માણસ અને પ્રાણીજાતને પણ મોટુ નુકશાન થઇ રહ્યું છે. ત્યારે અમરેલીમાં પ્લાસ્ટિક સામે દિવ્યભાસ્કરે કરેલા લોકજાગૃતિના પ્રયાસના ફળ સ્વરૂપે લોકોમાં જાગૃતિની ચેતનાનો સંચાર થયો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામા ઓછો થાય તે અંગે નગરના લોકોએ જાગરૂકતાના દર્શન કરાવ્યા છે. અમરેલી શહેરની વિવિધ શાળાના છાત્ર-છાત્રાઓ પણ અભિયાનથી અળગા રહ્યાં હતા અને શહેરમાં મોટી સંખ્યામા છાત્ર-છાત્રાઓએ નકામા અને બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા પ્રતિજ્ઞાઓ લીધી હતી.

દિવ્યભાસ્કરના પ્લાસ્ટિક સામે જનજાગૃતિના પ્રયાસને અનુસરીને અમરેલી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પાંચ હજારથી વધુ છાત્ર-છાત્રાઓએ પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ નહી કરીને શહેરની સ્વચ્છતામા સહભાગી બનવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

એક તરફ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત કરાયા હોય તેવા ઝબલાઓનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાયદાકીય પગલા લેવા તજવીજ કરાઇ છે તેવા સમયે શહેરની વિવિધ સંસ્થાઓએ પણ બે કદમ આગળ વધીને લોકજાગૃતિ લાવવા શહેરની બજારોમાં થેલીઓનું વિતરણ કર્યુ છે. પ્લાસ્ટિક પર અંકુશ માટે થયેલા પ્રયાસોનો સીલસીલો શહેરના નાગરિકો આગળ ધપાવતા રહે અને તેના થકી શહેરને રળીયામણુ અને સ્વચ્છ બનાવવા પોતાનુ યોગદાન આપતા રહે તે ઇચ્છનીય છે.

ડાયનેમિક ગ્રુપ દ્વારા પાંચ હજાર થેલીનું વિતરણ

પાઠક સ્કુલના છાત્રોએ લીધા શપથ

પ્લાસ્ટિકનો બેફામઉપયોગ અટકાવવા છાત્રોએ પણ મોટા પ્રમાણમાં જાગરૂકતા દાખવી હતી. પાઠક સ્કુલના સંચાલક પાઠક સાહેબ, વિજયભાઇ વિગેરેના માર્ગદર્શન નીચે અમરેલીની પાઠક સ્કુલના તમામ છાત્રોએ માણસજાત અને પશુઓ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું તેવા શપથ લીધા હતા. અને રીતે અમરેલી શહેરને પણ સ્વચ્છ બનાવવા ભુમિકા ભજવવાનો નિર્ધાર વ્યકત કરી વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા શપથ લીધા હતા.

અમરેલીમાં લાઠીરોડ પર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવન અને સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના છાત્રોએ પણ અમરેલી શહેરને હંમેશા ગંદુ ગોબરૂ રાખનાર અને સૌ કોઇ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાનો સંકલ્પ લીધો હતો. શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક દિપકભાઇ વઘાસીયાએ છાત્રોને પ્લાસ્ટિકની આડઅસરો વિશે જાણકારી આપી તેના ઘાતક પરિણામોથી ચેતવ્યા હતા. સંકલ્પ પુર્વે મહેન્દ્રભાઇ જોષીએ પણ છાત્રોને ઉપયોગી માહિતી પુરી પાડી હતી.

શ્રીજી વિદ્યાર્થી ભુવનના છાત્રો પણ જોડાયા

દિવ્યભાસ્કરના સમાધાનહળીમળીનેના પ્રયાસને વધાવી અમરેલીના ડાયનેમિક ગ્રુપ દ્વારા ઓકસફર્ડ સ્કુલ, જિલ્લા ખોડલધામ સમિતી અને વિવેક કોલેજના સંયુકત ઉપક્રમે પ્રકૃતિની ઘોર ખોદતા પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ અટકાવવા લોકજાગૃતિના પ્રયાસના ભાગરૂપે શહેરની બજારોમાં પાંચ હજાર થેલીઓનું વિતરણ કરાયુ હતુ. ડાયનેમિક ગ્રુપના ચેરમેન પ્રોફેસર હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ ઓકસફર્ડ સ્કુલ અને વિવેક કોલેજની વિદ્યાર્થીનીઓએ શહેરની બજારોમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કરે કરી પહેલ… પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરવા સંસ્થાઓ સાથે યુવાધન પણ જોડાયું

दैनिक भास्कर¾

પ્લાસ્ટીક પર અંકુશ

સમાધાન હળીમળીને

Fire In Jungle Of Amreli Latest News Liliya ક્રાંકચના જંગલમાં ફરી આગ લાગી, સાવજો નદીનાં પટમાં ચાલ્યા ગયા.

  • Bhaskar News, Liliya
  • Mar 09, 2015, 00:50 AM IST
લીલીયા: ગીરી જંગલ બહાર વસતા સાવજો પૈકી જયાં સાવજોની સૌથી મોટી વસાહત છે અને એકસાથે 40 જેટલા સાવજનું વિશાળ ઝુંડ જયાં વસવાટ કરી રહ્યું છે તે લીલીયા તાલુકાના ક્રાંકચની સીમમાં આવેલા બાવળના જંગલ વિસ્તારમાં આજે ફરી એકવાર દવ ફાટી નીકળતા વનતંત્ર દોડતુ થઇ ગયુ હતુ. બપોરે દવની શરૂઆત થઇ હતી અને સાંજ સુધીમાં 300 એકર વિસ્તારમાં દવથી વન્યસૃષ્ટિનો નાશ થયો હતો. આ વિસ્તારમાં વસતા સાવજોએ પણ જંગલ વિસ્તારમાંથી નાસી જઇ નદીના પટમા જઇને અડ્ડો જમાવ્યો હતો.

- ત્રણસો એકરથી વધુ વિસ્તારમાં વન્યસૃષ્ટિનો નાશ
- જંગલમાં 40 જેટલા સિંહનું ઝુંડ વસવાટ કરે છે

ગીર જંગલમાં દવની ઘટનાઓ જેમ અવારનવાર બને છે તેમ હવે ગીર જંગલથી દુર આવેલ સાવજોના વસવાટવાળા બાવળની કાટના જંગલમાં પણ અવારનવાર દવ લાગી રહ્યો છે. લીલીયાના ક્રાંકચના બાવળના જંગલમાં થોડા દિવસ પહેલા દવ લાગ્યા બાદ આજે વધુ એક વખત દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે આ વિસ્તારમાં આવેલા બાવળના જંગલમાં દવનો આરંભ થયો હતો. અહી નીચલુ બેલુ, વચલુ બેલુ અને ઉપલુ બેલુ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દવની શરૂઆત થઇ હતી.

દવનો આરંભ કઇ રીતે થયો તે સ્પષ્ટ થયુ ન હતુ પરંતુ જોતજોતામા દવ આસપાસના વિસ્તારમાં પ્રસરવા લાગ્યો હતો. દવની જાણ થતા વનવિભાગના કર્મચારીઓ બીપીનભાઇ ત્રિવેદી, તુષારભાઇ મહેતા, મેરાભાઇ ભરવાડ, દિનુભાઇ વાળા, અનવરભાઇ વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સ્થાનિક લોકોની મદદ લઇ દવ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. લીલીયાના ક્રાંકચ પંથકમાં દર વર્ષે દવની ઘટના બને છે. આ વિસ્તારમાં ગાગડીયો અને શેત્રુજી નદીના કાંઠે બાવળની કાટના જંગલમાં 40 જેટલા સાવજોનો વસવાટ છે. અહી સરકારી ખરાબાની જમીનો ઉપરાંત માલિકીના બીડ પણ આવેલા છે. વનતંત્રના પ્રયાસોને પગલે મોડીસાંજે દવ કાબુમા આવી ગયો હોવાનું જાણવા મળેલ છે.


એક પખવાડીયા પહેલા પણ લાગ્યો હતો દવ

ક્રાંકચની સીમમા ચાલુ સાલે દવની આ બીજી ઘટના છે. એક પખવાડીયા પહેલા પણ અહી દવની ઘટના બની હતી. દાનબાપુની બીડમા દવ લાગ્યો હતો ઉપરાંત કેરાળા, જુના સાવર અને ક્રાંકચના સીમના ત્રિભેટે પણ દવના કારણે એકાદ હજાર વિઘામા વન્યસૃષ્ટિ બળી ગઇ હતી

ધારી નજીક ખોડિયાર ડેમ પાસે પશુબલીની વાતે પોલીસને દોડાવી.

- વિજ્ઞાન જાથાએ જાણ કરી પણ અવશેષ ન મળતા પોલીસ વિલામોઢે પાછી ફરી
- પોલીસે મામલો દબાવી દીધા હોવાનો આક્ષેપ
- જાથા દ્વારા આજે કલેકટરને આવેદન અપાશે

ધારી: ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ પાસે ગળધરા ખોડિયાર મંદિરથી થોડે દુર નદી નજીક એક ધાર્મિક જગ્યા પર નડીયાદ પંથકમાંથી બે બસમા આવેલા કેટલાક લોકો દ્વારા પશુઓની બલી ચડાવાઇ રહી હોવાની વિજ્ઞાન જાથાને જાણ થતા તેના દ્વારા ધારી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ કાફલો તાબડતોબ ખોડિયાર ડેમ પર દોડી ગયો હતો જો કે પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે અહી પશુબલી ચડાવાઇ હોય તેવુ કશુ નજરે ચડયુ ન હતુ. તો બીજી તરફ પોલીસ ઢાંકપીછોડો કરતી હોવાના આક્ષેપ સાથે આવતીકાલે જાથા દ્વારા કલેકટરને આવેદન પાઠવવામા આવશે.

21મી સદીના આધુનિક યુગમા પણ હજુ પશુ બલી ચડાવવાનો રિવાજ કયાંકને કયાંક જીવંત જોવા મળે છે. ધારીના ખોડિયાર ડેમ પર આવેલા ખોડિયાર મંદિરે દરરોજ સેંકડો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આસપાસના વિસ્તારમા અનેક નાના મોટા ધર્મસ્થાનો છે. આજે નડીયાદ પંથકમાંથી બે બસ સહિત ત્રણ વાહનમાં શ્રધ્ધાળુઓ અહી આવ્યા હતા અને આ શ્રધ્ધાળુઓ દ્વારા અહી ગળધરા મંદિરથી થોડે દુર આવેલા એક ધર્મસ્થાન પાસે તેમના દ્વારા પશુ બલી ચડાવાઇ રહી હોવાની એક વનકર્મી મારફત વિજ્ઞાન જાથાના જયંત પંડયાને જાણ થઇ હતી.
જેને પગલે ધારીના પીએસઆઇ કોલાદ્રા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

જો કે પોલીસને અહી પશુ બલી ચડાવાઇ હોય તેવા કોઇ પુરાવા હાથ લાગ્યા ન હતા. કે અન્ય કોઇ અવશેષો પણ મળ્યાં ન હતા. પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ અહી સ્થળ પર નીલ પંચનામુ કરવામા આવ્યું હતુ. જો કે પોલીસ દ્વારા વાહન ચાલકો સામે એનસી કેસ કરવામા આવ્યા હતા. પોલીસ અહી પહોંચે તે પહેલા પશુબલીના અવશેષો સગેવગે કરી દેવાયાની પણ આજે ધારીમાં ચર્ચા ઉઠી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરાયા હોવાના આક્ષેપ સાથે વિજ્ઞાન જાથા દ્વારા આવતીકાલે સવારે 11 કલાકે અમરેલી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવશે. ઉલ્લેખનીય એ છેકે, ડેમ પાસે મંદિરમાં પશુઓની બલી ચડાવ્યાની વાત પોલીસનાં કાને પહોંચે તે પહેલા અહિંથી અવશેષો સગેવગે કરી દીધા હોવાની ચર્ચા ઉઠી છે.