- Bhaskar News, Liliya
- Mar 09, 2015, 00:50 AM IST
- ત્રણસો એકરથી વધુ વિસ્તારમાં વન્યસૃષ્ટિનો નાશ
- જંગલમાં 40 જેટલા સિંહનું ઝુંડ વસવાટ કરે છે
ગીર જંગલમાં દવની ઘટનાઓ જેમ અવારનવાર બને છે તેમ હવે ગીર જંગલથી દુર આવેલ સાવજોના વસવાટવાળા બાવળની કાટના જંગલમાં પણ અવારનવાર દવ લાગી રહ્યો છે. લીલીયાના ક્રાંકચના બાવળના જંગલમાં થોડા દિવસ પહેલા દવ લાગ્યા બાદ આજે વધુ એક વખત દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે આ વિસ્તારમાં આવેલા બાવળના જંગલમાં દવનો આરંભ થયો હતો. અહી નીચલુ બેલુ, વચલુ બેલુ અને ઉપલુ બેલુ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દવની શરૂઆત થઇ હતી.
દવનો આરંભ કઇ રીતે થયો તે સ્પષ્ટ થયુ ન હતુ પરંતુ જોતજોતામા દવ આસપાસના વિસ્તારમાં પ્રસરવા લાગ્યો હતો. દવની જાણ થતા વનવિભાગના કર્મચારીઓ બીપીનભાઇ ત્રિવેદી, તુષારભાઇ મહેતા, મેરાભાઇ ભરવાડ, દિનુભાઇ વાળા, અનવરભાઇ વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સ્થાનિક લોકોની મદદ લઇ દવ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. લીલીયાના ક્રાંકચ પંથકમાં દર વર્ષે દવની ઘટના બને છે. આ વિસ્તારમાં ગાગડીયો અને શેત્રુજી નદીના કાંઠે બાવળની કાટના જંગલમાં 40 જેટલા સાવજોનો વસવાટ છે. અહી સરકારી ખરાબાની જમીનો ઉપરાંત માલિકીના બીડ પણ આવેલા છે. વનતંત્રના પ્રયાસોને પગલે મોડીસાંજે દવ કાબુમા આવી ગયો હોવાનું જાણવા મળેલ છે.
એક પખવાડીયા પહેલા પણ લાગ્યો હતો દવ
ક્રાંકચની સીમમા ચાલુ સાલે દવની આ બીજી ઘટના છે. એક પખવાડીયા પહેલા પણ અહી દવની ઘટના બની હતી. દાનબાપુની બીડમા દવ લાગ્યો હતો ઉપરાંત કેરાળા, જુના સાવર અને ક્રાંકચના સીમના ત્રિભેટે પણ દવના કારણે એકાદ હજાર વિઘામા વન્યસૃષ્ટિ બળી ગઇ હતી
No comments:
Post a Comment