Bhaskar News, Junagadh
Mar 30, 2015, 00:03 AM IST
Mar 30, 2015, 00:03 AM IST
- એપ્રિલ-જૂન દરમિયાન ટ્રેકીંગ એડવેન્ચર, રોક કલાઇમ્બીંગ કરાવાશે
જૂનાગઢ: જૂનાગઢનો ગિરનાર પર્વતએ પર્વતોનો સમૂહ છે. ગરવ ગિરનારની તળેટીમાં ભ્રમણનો પણ અલગ જ મહિમા છે. ત્યારે એપ્રિલથી જૂન માસ દરમિયાન ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 થી 45 વર્ષનાં વ્યક્તિઓ ગિરનાર પર્વત પર ટ્રેકીંગનો લુફત ઉઠાવી શકશે. ખાસ કરીને વિદ્યાર્થીઓના સાહસનાં ગુણો કેળવી શકાશે.
જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં રાજય સરકારનાં યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા પંડિત દિનદયાળ પર્વતારોહણ કેન્દ્ર કાર્યરત છે. જેના દ્વારા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓથી લઇને યુવાનો અને પ્રકૃતિ પ્રેમીઓને પર્વતારોહણનાં કરતબભર્યા સાહસનાં ગુણો ખીલવવાની કળા શીખવવામાં આવે છે.
વિવેકાનંદ અને માઉન્ટ આબુ તાલીમ કેન્દ્ર પણ જૂનાગઢમાં ટ્રેકીંગ કેમ્પ સહિતનાં સાહસભર્યા કેમ્પ યોજે છે. એપ્રિલથી જૂન માસ દરમિયાન તાલીમ કોર્ષનું આયોજન કરાયું છે. જેમાં ડુંગરાળ વિસ્તારમાં ટ્રેકીંગ, એડવેન્ચર, બેઝીક, આરોહણ અને આર્ટીફિશીયલ રોક કલાઇમ્બીંગનો કોર્ષ યુવાનોને કરાવવામાં આવે છે.
યુવાનોમાં સાહસિકતાનાં ગુણોનું થતું સિંચન
8 થી 13 વર્ષનાં બાળકોમાં રહેલી સુષૃપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી એડવેન્ચર કોર્ષનું આયોજન કરવામાં આવે છે. જેનાથી યુવાનોને સાહસિકતાનાં ગુણોનું સિંચન કરવા માટે તાલીમ કેન્દ્ર પ્રથમ પગથીયુ બની રહે છે.
કયા પ્રકારનો કોર્ષ થશે ?
- એડવેન્ચર કોર્ષ 10-14 વર્ષ, 7 દિવસ
- બેઝીક કોર્ષ 14-45 વર્ષ, 10 દિવસ
- એડવાન્સ કોર્ષ 15-45 વર્ષ, 15 દિવસ (ખડક ચઢાણ પૂર્ણ કર્યુ હોય તેવા)
- કોચીંગ કોર્ષ 16-45 વર્ષ, 30 દિવસ (બેઝીક એડવાન્સ કોર્ષ કર્યો હોય તેવા)
- આર્ટીફિશીયલ રોકકલાઇમ્બીંગ 16-45 વર્ષ 10 દિવસ (કોચીંગ કોર્ષ એ-બી ગ્રેડ પૂર્ણ કરનાર)
No comments:
Post a Comment