Mar 27, 2015, 03:35 AM IST
અમરેલીતાલુકાના તરવડા ગામની સીમમાં આજે સવારે એક ખેડુતની વાડીમાં 100 ફુટ ઉંડા કુવામાં દીપડી ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આજી હતી. જેને પગલે વનતંત્રનો સ્ટાફ તાબડતોબ અહીં દોડી ગયો હતો. અને કુવામાંથી દીપડીને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. સમયે અહીં ગામ લોકો કોટી સંખ્યામાં ટોળે વળ્યા હતાં.
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાની સતત વધી રહેલી સંખ્યાને પગલે વાડી ખેતરોમાં કામ કરતા લોકો પર સતત ખતરો ઝળુંબતો રહે છે. દિપડા દ્વારા માણસો પર હુમલાની ઘટાઓ અવારનવાર બને છે. દિપડા દ્વારા ખેતમજુર પરિવારના બાળકોને ફાડી ખાવાની ઘટનાઓ પણ બની રહી છે. જોકે ખતો દિપડા પર પણ છે. અકસ્માતમાં દિપડાનું મોત કે ખુલ્લા કુવામાં દિપડા પડી જવાની ઘટના પણ અવાર નવાર બને છે. આજે એક આવી ઘટના અમરેલી તાલુકાના તરવડા ગામની સીમમાં બની હતી. જ્યાં એક ખેડુતના 100 ફુટ ઉંડા પાણી ભરેલા કુવામાં એક દિપડી પડી ગઇ હતી. કુવામાં પાણી પણ હતું. ગામ લોકો દ્વારા જાણ કરવામાં આવતા અમરેલીના ડીએફઓની સુચનાથી આરએફઓ અગ્રવાલ, સ્ટાફના સમીરભાઇ દેવમુરારી, ડો. હિતેશ વામજા સહિતનાઓએ દિપડીને બચાવી પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી હતી.
No comments:
Post a Comment