Bhaskar News, Junagadh
Mar 30, 2015, 01:25 AM IST
Mar 30, 2015, 01:25 AM IST
- અભયારણ્યમાં પ્લોટ ફાળવણી પ્રકરણમાં
- પગલા લેવાઇ તેવી વકી: અન્ય અધિકરીઓમાં ફફડાટ
જૂનાગઢ: ગીર-પશ્વિમ વિભાગનાં ગિરગઢડા તાલુકાનાં બાબરીયા રેન્જની ચેક પોસ્ટ અને વન વિભાગની કચેરી સામે આવેલી અભયારણ્યની કરોડો રૂપિયાની જમીન સાવ મામુલી રકમમાં અધિકારીઓને ફાળવી દેવામાં આવી હતી. આ પ્રકારણમાં ઊનાનાં પ્રાંત અધિકારી કલ્પનાબેન ત્રિવેદી,વેરાવળનાં પ્રાંત અધિકારી બી.એમ.વિરાણી,બાબરીયા રેન્જનાં આરએફઓ કનકરાય ડી. ચાવડા,ઊના મામલતદાર કે.વી.સોલંકી, ના. મામલતદર એચ.આર.કોરડિયા ,ના. મામલતદાર એન.એમ.ચૌહાણનો સમાવેશ થયા છે.
આ અધિકારીઓને માત્ર 45 દિવસમાં જ 1200 મીટર જમીન ફાળવી દેવામાં આવી હતી. આ પ્રકરણ બહાર આવતા સરકારી કચેરીઓ અને અધિકારીઓમાં ભારે ચર્ચા જાગી હતી. ગીર-સોમનાથ કલેકટરે તપાસનાં આદેશ આપ્યા હતા. ત્યારે આ પ્રકરણમાં બાબરીયા રેન્જનાં આરએફઓ પણ સામેલ હતા. તેમણે પણ વહેતી ગંગામાં હાથ ધોઇ નાખ્યા હતા. તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.આરએફઓ સામે તપાસ કરી એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ ગાંધીનગર સરકારમાં મોકલવામાં આવ્યો છે. તેની સામે પગલા તોડાઇ રહ્યા છે. સરકાર તરફથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી શકયતા પણ છે.
રીપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો છે : ડીએફઓ
ગિર-પશ્વિમ વિભાગનાં ડીએફઓ રામરતન નાલાએ કહ્યુ હતુ કે, પ્લોટ પ્રકરણમાં તપાસ કરી રીપોર્ટતૈયાર કરવામાં આવ્યો છે. રીપોર્ટ સરકારમાં મોકલી દેવામાં આવ્યો છે. સરકારનાં હુકમ મુજબ કાર્યવાહી થશે.
અન્ય સરકારી અધિકારીઓનું શું ?
મફતની મલાઇ ખાવામાં પ્રાંત અધિકારીઓ,મામલતદાર સહિતનાં અન્ય સરકારી અધિકારીઓ પણ સામેલ હતા. તેમણે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરી નજીવી રકમમાં અભયારણ્યમાં પ્લોટ લઇ લીધા હતા. ત્યારે વન વિભાગ દ્વારા આરએફઓ સામે કાર્યવાહી થઇ રહી છે ત્યારે અન્ય અધિકારીઓનુ શુ ? તેવી ચર્ચા પણ જાગી છે.
No comments:
Post a Comment