Sarman Ram, Junagadh
Aug 17, 2015, 01:51 AM IST
- ધુમ્મસ અને વાદળ છાયા વાતાવરણમાં વધુ અસર
- પર્વત ઉપર તાત્કાલીક સારવાર મળે તેવી વ્યવસ્થા ઉભી કરી શકાય
જૂનાગઢ: ગુજરાતનાં ઉંચા પર્વત એવા ગિરનાર ઉપર વર્ષે દહાડે લાખોની
સંખ્યામાં યાત્રાળુ આવી રહ્યા છે. પર્વતની ઉચાઇનાં કારણે 50 વર્ષથી ઉપરનાં
યાત્રાળુનાં હદય રોગનાં હુમલાથી મોત થઇ રહ્યા છે. સરેરાશ દર મહિને બે
યાત્રાળુ પોતાનાં જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે યાત્રાળુને છાતીમાં દુ:ખાવો
પડે ત્યારે જો તેને સારવાર મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવતો મહદઅંશે
યાત્રાળુનાં જીવ બચાવી શકાય તેમ છે.
વૈશ્વણ દેવી કે તેના જેવા અન્ય સ્થળ ઉપર જતા યાત્રાળુઓની આરોગ્યકારી સેવા
માટે દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.તેમજ વૈશ્વણ દેવી ઉપર કોઇને તાત્કાલીક
સારવારની જરૂર પડે તો મળી રહે છે.પરંતુ અતિ કઠીન ગિરનાર યાત્રા દરમિયાન કોઇ
યાત્રાળુનો તાત્કાલીક સારવારની જરૂર ઉભી થઇ તો ફરજીયાત નીચે ઉતરવુ પડે
છે.ત્યા સુધીમાં તો મોડુ થઇ ગયુ હોય છે. બે દિવસ પહેલા પુણેનાં યાત્રાળુનો
હદય રોગનાં હૂમલાથી મોત નિપજ્યુ હતુ. તેમને છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ
સારવાર માટે નીચે લાવ્યા હતા.પરંતુ સારવાર મળે તે પહેલા તેનુ મોત નિપજ્યુ
હતુ.
આ અંગે તપાસ કરતા છેલ્લા અઢિ માસમાં ગિરનાર પર્વત ઉપર આવેલા છ યાત્રાળુઓનાં
હદય રોગનાં હૂમલાથી મોત નિપજ્યા છે. એટલે કે સરેરાશ દર મહિને બે
યાત્રાળુનાં મોત થઇ રહ્યા છે.ત્યારે ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદીર,જૈન
દેરાશર, કમંડલ કુંડ કોઇ પણ જગ્યાએ કાયમી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તો
છાતીમાં દુ:ખાવો પડે ત્યારે તાત્કાલીક સારવાર મળી શકે.તેમજ શરૂઆતમાં
પ્રાથમીક સારવાર મળી જાય બાદ નીચે વધુ સારવાર મળતા મહદઅંશે લોકોને બચાવી
શકાય તેમ છે. તેમજ જેના મૃત્યુ થયા છે તમામની ઉમર 50ની ઉપરની છે. મોટી
ઉંમરનાં લોકોએ ગિરનાર પર્વત ચડતી વખતે પણ તકેદારી રાખવાની જરૂર છે. તેમજ જે
યાત્રાળુઓને હૃદયરોગ કે અન્ય બિમારી છે તેમને સાથે દવા વગેરે રાખવી જોઇએ
જેથી કરીને સારવાર સ્થળ પર મળી રહે.
સુચનાત્મક બોર્ડ ગિરનાર સીડી પર મુકવા જોઇએ
ગિરનાર યાત્રાએ આવતા લોકો પર્વત ચડતી વખતે શારિરીક મુશ્કેલી પડે ત્યારે
તેમને માહિતી મળી રહે તેમાટે સુચનાત્મક બોર્ડ મારવા જોઇએ.ઉપરાંત તાત્કાલીક
સારવાર માટે હેલ્પલાઇન ચાલુ કરવી જોઇએ.અથવા એક ટીમ તૈનાત રાખવી જોઇએ. જે આ
ટીમ ઉપર કોઇ ઘટના બને તે તાત્કાલીક ઉપર પહોંચી દર્દીને નીચે લઇ આવવી શકે.
ડોળીવાળા મૃતકોને વિના મૂલ્યે નીચે ઉતારે છે
ગિરનાર પર્વ ઉપર આવતા યાત્રાળુઓને ડોળીવાળા ઉપર સુધી દર્શન કરવા લઇ જાય છે.
જેની નક્કી કરેલી ફી લેશે. પરંતુ જયારે ગિરનાર પર્વત ઉપર કોઇ યાત્રાળુઓનું
હૃદયરોગનાં હુમલાથી કે અન્ય રીતે મોત નિપજે છે. ત્યારે વિના મૂલ્યે નીચે
ઉતારી માનવતા નિભાવી રહયાં છે.
પ્રાથમિક સારવાર કેન્દ્ર માટે રજૂઆત કરાશે
પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડનાં સભ્ય યોગીભાઇ પઢિયારે જણાવ્યુ હતુ કે,
યાત્રાળુનાં હદય રોગનાં હુમલાથી મોત થયાની સમાચાર મળ્યા છે. મહિનામાં આવી
ઘટનાઓ બની હોવાનાં સમાચાર અખાબારનાં માધ્યમથી જાણવા મળ્યુ છે.યાત્રાળુઓને
ગિરનાર પર્વત ઉપર સારવાર મળી રહે તે માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર માટે
રજૂઆત કરાશે.
યાત્રાળુને સારવાર મળે તે માટે પ્રયાસ થશે
જૂનાગઢ જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડેએ જણાવ્યુ હતુ કે, ગિરનાર યાત્રાળુ
આવી રહ્યા છે.તેમાથી કેટલાક યાત્રાળુનો તબીય બગડતા નિધન થાય છે.ત્યારે આવા
યાત્રાળુ માટે ગિરનાર પર્વત ઉપર પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભુ થવું
જોઇએ.ગિરનાર પર્વત ઉપર યાત્રાળુઓને સારવાર મળી રહે તે માટે હુ પ્રયાસ કરીશ.
છાતીમાં ભાર લાગતા ઉભા રહી જવુ જોઇએ
એમડી ફીઝિશયન ડો.અઘેરાએ જણાવ્યુ હતુ કે,ગિરનાર પર્વત જેવી ઉચાઇ પર જવાથી
હદય રોગની તકલીફ હોય તેવા લોકોને છાતીમાં વજન લાગે તેવુ જાય છે.ત્યારે આવા
લોકોએ ઉભા રહી જવુ જોઇએ.તેમજ પરત ફરી જવુ જોઇએ.તેમ છતા આગળ વધવાથી દુ:ખાવો
વધી જાય છે.અને પછી તાત્કાલીક સારવાર ન મળતાની મૃત્યુ થઇ શકે છે.
ઠંડા વાતાવરણમાં વધુ અસર થાય છે
સામાન્ય રીતે હદય રોગની બીમારી ધરવાતા લોકોને ઠંડીની વાતાવરણમાં વધુ અસર
થતી હોય છે.તેમજ ગિરનાર પર્વત ઉપર સામાન્ય દિવસોમાં પણ ઠંડુ વાતાવરણ હોય
છે. ગિરનાર પર્વત ઉપર સૌથી વધુ શિયાળો અને સોમાચામાં બનાવ વધી રહ્યા છે.
ખાસ કરીને આ સમયે ધુમ્મસ અને વાદળો નીચા હોવાના કારણે વધુ અસર થાય છે.