- Bhaskar News, Junagadh
- Aug 23, 2015, 00:27 AM IST
- મહંતની હત્યાના ગુનામાં સાબરમતી જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ ફરાર હતો : ભેસાણ પાસે ત્રણ માસ પહેલા પોલીસ પર ફાયરીંગ કર્યું હતું
જૂનાગઢ: જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસને હંફાવનાર હત્યા સહિતના 21 ગુન્હાનો કુખ્યાત આરોપી જુસબ અલ્લારખાને જડપી લેવામાં પોલીસને આખરે સફળતા સાંપડી છે. જૂનાગઢના મહંતની હત્યાના ગુન્હામાં સાબરમતી જેલમાં કાચાકામના કેદી તરીકે સજા ભાગવતો હતો બાદ પેરોલ પર છુટ્યા પછી ફરાર થઇ ગયો હતો. તે દરમિયાન ભેંસાણ પાસે પોલીસ પર ફાયરીંગ પણ કર્યુ હતું ત્યારે આજે ચોકકસ બાતમીના આધારે ભેંસાણના છોડવડીના જંગલ વિસ્તારમાંથી એક તમંચા અને ચાર જીવતા કાર્ટીસ સાથે એસઓજી એ દબોચી લીધો હતો. બનાવની મળતી વિગત મુજબ છેલ્લા આઠ માસથી કુખ્યાત આરોપી જુસબને પકડવા પોલીસે ત્રણ જિલ્લાઓ ખુંદી વાળ્યા હતાં.
21 ગુન્હોઓની ક્રાઇમ કુંડળી ધરાવતો જુસબ 2012ની સાલમાં મહંત રામભારતીની હત્યાના ગુન્હામાં રામ ભારતીના ગુન્હામાં પ્રથમ જૂનાગઢની સેન્ટ્રલ જેલ બાદ સાબરમતી જેલના પાંજરે પુરાયો હતો. વર્ષ 2014ના નવેમ્બર માસમાં 22 દિવસનાં વચગાળાના જામીન પર છુટ્યા બાદ તે ફરાર થયો હતો. ફરાર થયા બાદ તેને અટક કરવા પોલીસે વિવિધ ટીમો બનાવી કોમ્બીંગ હાથ ધર્યું હતું. દરમિયાન ચાલુ વર્ષના મે માસમાં ભેંસાણ પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન છોડવડી ગામ પાસે તેને જોવામાં આવ્યો હતો. બાઇક પર પસાર થતા જુસબને પોલીસ ઓળખી જતાં પ્રથમ જુસબ બાઇક હંકારી ગયો અને પોલીસે તેનો પીછો કરતા તેની પાસે દેશી તમંચા વડે પોલીસ જવાન પર ફાયરીંગ કરી ઇજા પણ પહોંચાડી હતી.
દરમિયાન જુસબ જૂનાગઢના મેંદરડા, સાસણ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા અને અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં દેખા દિધા હતા. અહીં પણ પોલીસને સચોટ માહિતી મળતા વિવિધ વિસ્તારોમાં છાપો માર્યો પરંતુ કુખ્યાત જુસબ દર વખતે પોલીસને હાથ તાળી આપી નાશી જવામાં સફળ રહ્યો હતો.
દરમિયાન જુસબને ઝડપાયા પોલીસના સતત પ્રયાસો વચ્ચે આજરોજ સચોટ મળેલી બાતમીના આધારે ના.પો.મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝાની સુચના અને એસ.પી. સૌરભ તૌલંબીયાના માર્ગદર્શન હેઠળ ના.પો.અધિ.એવી ગખ્ખર લાઇઝનીંગ હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી. પીએસઆઇ આર.જે.ચૌધરી તથા ભેંસાણ પોલીસના સ્ટાફ દ્વારા ભેંસાણ વિસ્તારના રાણપુર અને છોડવડીના જંગલમાં ડુંગરાળ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી પોલીસટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે પ્રથમ જુસબ નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના નશીબે સાથ ન આપતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બાદમાં પોલીસે તેને ઝડપી લેતા જુસબ પાસેથી એક દેશી તમંચો અને ચાર જીવતા કારતુસ
મળ્યા હતા.
પોલીસે જુસબને ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવશે. પેરોલ પર છુટ્યા બાદ એક માસ સુધી ફરાર કુખ્યાત આરોપી જુસબે આઠ માસ દરમિયાન ક્યાં-ક્યાં સ્થળોએ આશરો લીધો અને તેને કોણે-કોણે મદદગારી કરી તેમજ આઠ માસ દરમિયાન અન્ય કઇ પ્રવૃતિમાં સંડોવાયેલો હતો. એ બાબતો પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવશે.
No comments:
Post a Comment