DivyaBhaskar News Network
Aug 23, 2015, 07:15 AM IST
જૂનાગઢનાઇન્દ્રેશ્વર
પાસેની ફોરેસ્ટ ઓફીસમાં મજુર તરીકે કામ કરતાં યુવાન પર ફોરેસ્ટ ગાર્ડે
ઘાયલ સિંહ કેમ બતાવ્યો તે અંગે બોલાચાલી કરી અન્ય શખ્સને સાથે રાખી લાકડી
તથા લોખંડના પાઇપથી હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે. સામે પક્ષે ગાર્ડ પર
પણ મજુરે હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે. Aug 23, 2015, 07:15 AM IST
બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુજબ જૂનાગઢના ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે આવેલી ફોરેસ્ટ ઓફીસમાં આજે સવારે ઘાયલ સિંહ અંગે કેમ જણાવ્યુ અને મને સિંહ કેમ બતાવ્યો તે મુદે ફોરેસ્ટ ગાર્ડ ડી.જે.વાંડા તથા જેતા પુંજા રબારીએ અલ્તાફ ઉર્ફે ડાડો મહમદ સીડા પર લાકડી અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. જેની જાણ 108ને થતાં પાયલોટ ભુપેન્દ્ર ગઢવી અને ડો. બાંભણીયાએ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
હુમલામાં પગ તથા હાથના ભાગે ફેકચર થયું હતું. અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ગાર્ડને પણ મજુરે માર મારી ભુંડી ગાળો આપી હોવાની ભવનાથ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. બનાવ અંગે પીએસઆઇ એસ.પી.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.
No comments:
Post a Comment