DivyaBhaskar News Network
Aug 18, 2015, 04:45 AM IST
જૂનાગઢમાંકન્ઝર્વેટર
ઓફ ફોરેસ્ટમાં ગીરનાં માલધારીઓએ ધો.10 પાસ દિકરા-દિકરીને નોકીર આપવા માંગ
કરી છે. ગીરમાં રહેતા નેસ વિસ્તારમાં વસતા ભણેલા વિદ્યાર્થીઓને જંગલ
ખાતામાં ગર્વમેન્ટ સર્વિસ મળે તેવી માંગ કરી હતી. માલધારી સમાજે જણાવ્યું
હતુ કે માલધારી સમાજને જંગલમાંથી બહાર મોકલી આપવામાં આવે છે. અને માલધારી
સમાજને જંગલમાં રહીને માલ સિવાઇની અન્ય કોઇ આવક નથી તેની માલધારી સમાજનાં
બાળકોને હેરાનગતિ થવાની રજૂઆત કરી હતી. તેમજ જંગલમાં રહેતા હોવાથી તેમના
દિકરા-દિકરીઓમાં યોગ્ય લાયકાત છે અને જંગલનો પણ અનુભવ હોય છે. માલધારીઓ
બહારનાં લોકોને બાતમી આપે છે અને ફેરણા પગાર વિના ઉપાડે છે. બહારનાં
વનકર્મીઓ અમુક જગ્યાએ જઇ શકતા નથી તેથી પ્રાણીઓનું મૃત્યુ થાય છે. જો
માલધારીઓને ભરતી કરવામાં આવે તો જંગલ કેમ બચાવવું વન્યપ્રાણીઓનું કેમ રક્ષણ
કરવુ અને કેવી રીતે ફેરવણું કરવુ તેનો ખ્યાલ હોય છે. ટૂંકમાં વનરક્ષક
તરીકે ગીરનાં માલધારીઓનાં ધો.10 પાસની લાયકાતવાળાને નોકરીમાં અગ્રતા
આપવામાં આવે તેવી માંગ માલધારી વિકાસનાં પ્રમુખ કાનાભાઇ આપાભાઇ ચારણે કરી
છે.
Aug 18, 2015, 04:45 AM IST
No comments:
Post a Comment