DivyaBhaskar News Network
Aug 24, 2015, 04:50 AM IST
જૂનાગઢનાંપંચેશ્વરમાં
તા.14 ઓગસ્ટનાં કુદરતી હાજતે ગયેલા યુવાન પર દીપડાએ હૂમલો કર્યો હતો.જેમાં
યુવાનનું મોત નિપજ્યુ હતુ.બાદ વન વિભાગે દીપડાને પકડી પાડવા કવાયાત હાથ
ધરી હતી. ગત મોડી રાત્રીનાં યુવાન પર હૂમલો કરનાર દીપડો પાંજરે પુરાઇ ગયો
હતો. પંચેશ્વર વિસ્તારમાં રહેતા જીતુભાઇ ખોડાભાઇ મકવાણા તા.14 ઓગસ્ટનાં
કુદરતી હાજતે ગયા હતા. તે દરમિયાન દીપડાએ પાછળથી હૂમલો કર્યો હતો.હૂમલામાં
ગંભીર ઇજા પહોચી હતી. સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ
દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી.જી.મારૂનાં માર્ગદર્શનમાં દીપડાને પડકી
પાડવા માટે પાંજરૂ મકવામાં આવ્યો હતો.સાત દિવસ સુધી નીચલા દાતાર વિસ્તારમાં
પાંજરૂ રાખવામાં આવ્યુ હતુ. ગત મોડી રાત્રીનાં યુવાન પર હૂમલો કરનાર દીપડો
આવી ચડયો હતો અને પાંજરે પુરાઇ ગયો હતો.પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગે
સક્કર બાગમાં મોકલી દીધો હતો. દીપડાની ઉંમર આશરે આઠ વર્ષની હોવાનુ જાણવા
મળ્યુ છે.
Aug 24, 2015, 04:50 AM IST
No comments:
Post a Comment