- Bhaskar News, Junagadh
- Aug 17, 2015, 00:01 AM IST
- ગિરનાર જંગલમાં સિંહની સુરક્ષામાં સીસીટીવી કેમેરા
- સિંહને પજવણી કરનારા લોકો પર નજર રાખશે
- જાબુંડી અને બોરદેવીનાં નાકાએ બે કેમેરા લગાવાયા છે
- સિંહને પજવણી કરનારા લોકો પર નજર રાખશે
- જાબુંડી અને બોરદેવીનાં નાકાએ બે કેમેરા લગાવાયા છે
જૂનાગઢ: ગીર અને ગિરનાર જંગલમાં સિંહનો વસાવટ છે. સિંહનાં સવર્ધન અને સુરક્ષાને લઈને સરકાર સર્તક છે ત્યારે ગિરનાર જંગલની બંને રેન્જમાં સિંહની સુરક્ષાને ધ્યાને રાખીને સીટીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ગિરનારની ઉતર અને દક્ષિણ રેન્જના બોરદેવી અને જાબુંડી નાકાએ એક-એક સીસીટીવી કેમેરા લગાડાયા છે, જે સિંહ અને લોકોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
એશિયાટિક સિંહના સંવર્ધન અને સુરક્ષા મુદ્દે સરકાર અને વન વિભાગે સિંહો પર નજર રહે તે માટે જંગલનાં જુદા-જુદા વિસ્તારમાં કેમેરા મૂકવાનું આયોજન કરાઈ રહ્યું છે. તાજેતરમાં સિંહની વસતી ગણતરી કરવામાં આવી હતી, જેમાં ગિરનાર જંગલ, ગીર, અમરેલી, ભાવનગરમાં સિંહની વસ્તીમાં વધારો નોંધાયો હતો. છેલ્લી વસતી ગણતરીમાં સિંહની સંખ્યા 523એ પહોંચી ગઈ હતી.
આગામી દિવસોમાં નેટ સાથે કનેક્ટ કરાશે
હાલ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે તેને નેટ સાથે કનેક્ટ કરાયા નથી. સીસીટીવી કેમેરાનું કાર્ડમાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે. સમયાંતરે કાર્ડ કાઢી તપાસ કરવામાં આવે છે. આગામી દિવસોમાં કેમેરાને નેટ સાથે જોડાશે અને એક જગ્યાએથી બીજી જંગ્યાએ તેમની જંગલની મુવમેન્ટ જોઈ શકાશે.
બંને રેન્જમાં 10 જેટલી જગ્યાએ કેમેરાની જરૂર
હાલ તો બંને રેન્જમાં માત્ર બે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, પરંતુ હજુ બંને રેન્જમાં અંદાજે 10 જેટલા સ્થળ પર સીસીટીવી કેમેરા મૂકવાની જરૂર છે. આગામી સમયમાં આ 10 સ્થળે કેમેરા મૂકવામાં આવે તેવું આયોજન છે.
No comments:
Post a Comment