Monday, August 31, 2015

સિંહનીવસતી સતત વધતી રહે માટે વનવિભાગ નહીં, સૌરાષ્ટ્રના લોકો

DivyaBhaskar News Network

Aug 24, 2015, 04:50 AM IST
સિંહનીવસતી સતત વધતી રહે માટે વનવિભાગ નહીં, સૌરાષ્ટ્રના લોકો ઇચ્છે છે, પરંતુ બચ્ચાંના જન્મ માટે સિંહણના જનનાંગોમાં થતી આંતરિક પ્રક્રિયા પણ એટલી જવાબદાર છે. સિંહો બારેમાસ સંવનન કરે છે, પરંતુ ત્યાર પછી બચ્ચાં જન્મશે કે નહીં, બાબત સિંહણનાં જનનાંગોમાં થતી ઇન્ડ્યુસ પોરુલેશન નામની પ્રક્રિયા પર આધારિત હોય છે.

ચોમાસા અને શિયાળા દરમિયાન ઇન્ડ્યુસ પોરુલેશનની પ્રક્રિયા બીજી સિઝન કરતાં વધુ થતી હોય છે. એટલે જે મેટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થાય તે દરમિયાન પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, જેથી મેટિંગ સફળ રહે છે. એમ ડો. વાય. વી. ઝાલા કહે છે.

વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો. વાય. વી. ઝાલા કહે છે, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે. તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં, બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે.

પ્રક્રિયા સિંહણની રજપીંડ ગ્રંથિમાં થતી હોય છે. પ્રક્રિયા થાય તો સિંહણને બચ્ચાં જન્મે. ઘણી વાર સિંહ-સિંહણ વચ્ચે સંવનન થવા છત્તાં તેની ફલશ્રુતિ થતી નથી. તેની પાછળ પણ આજ પ્રક્રિયા જવાબદાર છે.

No comments: