Wednesday, August 31, 2016

સેલ્ફીની લ્હાયમાં જમજીર ધોધમાં ગરકાવ યુવાનનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો

Bhaskar News, Kodinar | Aug 28, 2016, 01:08 AM IST

  • જેતપુરનાં યુવાનનો જમજીર ધોધમાંથી મૃતદેહ મળ્યો.
કોડીનારઃજામવાળા નજીક જમજીરનાં ધોધમાં સેલ્ફી લેવામાં જેતપુરનો યુવાન ગરક થયા બાદ 24 કલાકે તેનો મુતદેહ મળી આવ્યો હતો. જેતપુરનો યુવાન અશ્વીન બાવનજીભાઇ પટેલ તેનાં મિત્રો સાથે શુક્રવારે કોડીનાર નજીક જામવાળા પાસે આવેલા જમજીરધોધનો નજારો માણવા આવ્યાં હતાં અને બપોરનાં સમયે સેલ્ફી લેવામાં અશ્વીનનો પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરક થઇ જતાં સ્થાનિક લોકો, ઘાંટવડનાં સરપંચ, અધિકારીઓએ તેને શોધવા પ્રયત્નો કર્યા બાદ શનિવારે વેરાવળનાં રસુલભાઇ અને તેમની ટીમે ઉંડાપાણીમાં શોધખોળ કરી બપોરનાં અરસામાં અશ્વીનની લાશને બહાર કાઢી હતી. યુવાનનાં મોતથી પરિવાર ભાંગી પડયો હતો. આ રેસ્કયુ દરમિયાન એડી.કલેકટર લીંબાસીયા, ટીડીઓ વાઘેલા, મામલતદાર ગોહીલ, જામવાળાનાં સરપંચ સહિત ખડેપગે રહયાં હતાં.
જેતપુર ગામનો ફરવા આવ્યો હતો, સેલ્ફી લેતી વખતે પગ લપસતા કરુણાંતિકા સર્જાઈ

જેતપુરના અશ્વીન બાવનજીભાઇ  પટેલ (ઉ.વ.35) તેનાં મિત્રો સાથે સાતમ – આઠમની  રજામાં  કોડીનાર  નજીકનાં  જામવાળા પાસેનાં  જમજીર ધોધમાં  ફરવા આવેલ. તહેવારનાં  દિવસોમાં  અહિયા  લોકોની   ભારે ભીડ ઉમટતી  હોય તેમની પાસેથી  જાણવા મળતી  વિગત મુજબ અશ્વિન  સેલ્ફી લેવા જતો હતો ત્યારે અચાનક  પગ લપસતા  જમજીર  ધોધમાં  પડીને  ગરક બની ગયો હતો. આ બનાવને  પગલે પીઆઇ  નાગોરી , મામલતદાર , ઊનાનાં  એસડીએમ , ગીરગઢડાનાં  ટીડીઓ સહિતનો  કાફલો  સ્થળ પર દોડી ગયેલ અને તરવૈયાઓની  મદદથી  ગરક યુવાનને  શોધી કાઢવા પ્રયાસો  હાથ ધર્યા હતા. આખરે ઉંડાપાણીમાં શોધખોળ કરી બપોરનાં અરસામાં અશ્વીનની લાશને બહાર કાઢી હતી
 
વરસાદી  માહોલથી  રેસ્કયૂ મુશ્કેલ બન્યું

શુક્રવારનાં  બપોર પછી આ કરૂણાંતિકા  ઘટી હોય તંત્ર દ્વારા  તરવૈયાઓને  કામે લગાડાયા  છે. પરંતુ  છેલ્લા ત્રણ દિવસથી  સતત વરસાદ  પડતો હોય ઉપરવાસથી  ધોધમાં  પાણી આવતું હોય યુવાનને  શોધવામાં  તરવૈયાઓને  ભારે મુશ્કેલી પડી હતી.

બંદોબસ્ત  જરૂરી

તહેવારોનાં  દિવસોમાં  જમજીર ધોધ પર મોટી સંખ્યામાં  લોકો ફરવા આવતાં હોય ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવો જરૂરી હોય છે. યુવાન ગરક થયાની ઘટનાં બાદ અધિકારીઓ હાજર થાય છે તેને બદલે અગાઉથી જ તકેદારી  રખાય તો આવી ઘટના ન બને.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Junagadh: young man killed for tack selfie near waterfall
(News in Gujarati from Divya Bhaskar)

No comments: