અમરેલીઃઅમરેલી
સહિત જિલ્લાભરમા આજે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.
ઠેરઠેર રેલી, ડોકયુમેન્ટરી ફિલ્મ, સંકલ્પ પત્રો દ્વારા વિદ્યાર્થીઓ અને
સિંહપ્રેમીઓએ સિંહ બચાવો ગીર બચાવોનો સંદેશો લોકોને પાઠવ્યો હતો.
જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીને લઇને વિવિધ સંસ્થાઓ અને સ્કુલ , કોલેજ દ્વારા રેલી
લીલીયા ખાતે વનવિભાગ અને ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના સહયોગથી વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. સૌપ્રથમ અહીની સરકારી કોલેજ ખાતે મામલતદાર જેસડીયાના હસ્તે લીલીઝંડી ફરકાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતુ. રેલીમા સરકારી વિજ્ઞાન પ્રવાહ શાળા, સરકારી કોલેજ, શ્રી અમૃતબા વિદ્યાલય, શાંતાબેન કન્યા વિદ્યાલય, કુમાર શાળા, કન્યા શાળાના વિદ્યાર્થી ભાઇ બહેનોએ સિંહના મહોરા પહેરી માર્ગો પર સિંહ બચાવો ગીર બચાવોના સુત્રોચ્ચાર સાથે જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.
અહી તાલુકા વિકાસ અધિકારી વિસાણીએ સિંહ સંરક્ષણનો સંકલ્પ લેવડાવ્યો હતો. બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષી, વિરલ જોષી, કેતનભાઇ કાનપરીયા, રમેશભાઇ, સુનીલભાઇ ગોયાણી, ઇલાબેન દવે, સંજયભાઇ, અરવિંદભાઇ, ફોરેસ્ટર કે.જી.ગોહિલ, ચાવડાભાઇ, ગોહિલભાઇ, યોગેશભાઇ, રેખાબેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
ખાંભામા
પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી વિદ્યાર્થીઓએ રેલી યોજી
હતી. રેલી શહેરના માર્ગો પર ફરી હતી. રેલીમા એસીએફ પ્રિયંકા ગેહલોત, આરએફઓ
બી.બી.વાળા, મામલતદાર ભાયાણી, ટાંક, પીએસઆઇ રાણા સહિત આગેવાનો ઉપસ્થિત
રહ્યાં હતા. આ ઉજવણીમા જે.એન.મહેતા હાઇસ્કુલ, તક્ષશિલા સ્વામીનારાયણ
ગુરૂકુળ, કુમારશાળા, કન્યા શાળા, ક્રિષ્ના સંકુલ, નવી વસાહતના વિદ્યાર્થીઓ
જોડાયા હતા. અહી લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા, પરશોતમભાઇ વિગેરે
પણ જોડાયા હતા.
ધારી-ચલાલા-વિજપડી-બગસરા પણ ઉજવણી
ધારીમા વનવિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી તાલુકા પ્રા.શાળા, મહિલા કોલેજ, ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓએ પ્રેમપરા ખાતેથી રેલીનુ આયોજન કરાયુ હતુ. નર્મદેશ્વર મંદિર ખાતે કાર્યક્રમમાં ડીએફઓ કરૂપ્પાસામી સહિત સીઆરસી, બીઆરસી, શિક્ષકો સહિત આગેવાનો જોડાયા હતા. આવી જ રીતે ચલાલામા પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી. દાનેવધામ ગુરૂકુળ ખાતે પુ. વલકુબાપુએ પર્યાવરણ અને સિંહ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. વિદ્યાર્થીઓએ અહી વિશાળ રેલી કાઢી હતી. અહી પુ. મહાવીરભાઇ, જયંતીભાઇ પાનસુરીયા, આચાર્ય સંઘાણી, અગ્રાવત, દેવકુભાઇ સહિત આગેવાનોએ પેમ્પલેટનું વિતરણ કર્યુ હતુ. તો વિજપડી અને બગસરાના ખારી ખીજડીયા શાળા ખાતે પણ ઉજવણી કરવામા આવી હતી.
બાબરા-રાજુલા-જાફરાબાદ-ભોરીંગડામા વિશાળ રેલી
બાબરામા વનવિભાગ અને શિક્ષણ વિભાગના ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતુ. આ તકે પ્રશાંતભાઇ મહેતા, અશોકભાઇ, સંજયભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. જાફરાબાદમા પણ વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી રેલી કાઢી હતી. અહી આચાર્ય સંતોકબેન, આચાર્ય ભરતભાઇ, હરેશભાઇએ જહેમત ઉઠાવી હતી. રાજુલામા પણ રેલીનુ આયોજન કરાયુ હતુ. જેમા વિપુલભાઇ લહેરી, પ્રવિણભાઇ, મનસુખભાઇ વિગેરે જોડાયા હતા. ભોરીંગડામા નાલંદા વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી અહી આરએફઓ વિઠ્ઠલાણી, વિજયભાઇ બાંભણીયા, જગદીશભાઇ રંગપરા, આશિષભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Students and resolution in Amreli district, Gir Lion Save Save
(News in Gujarati from Divya Bhaskar)
Web Title: Students and resolution in Amreli district, Gir Lion Save Save
(News in Gujarati from Divya Bhaskar)
No comments:
Post a Comment