Wednesday, August 31, 2016

ગીરના સિંહોનું માનીતું લાયન ગ્રાસ હાલ બન્યું માથાનો દુ:ખાવો

Bhaskar News, Amreli | Aug 23, 2016, 00:30 AM IST
    ગીરના સિંહોનું માનીતું લાયન ગ્રાસ હાલ બન્યું માથાનો દુ:ખાવો,  amreli news in gujarati
અમરેલીઃ ગીર જંગલમા ચોમાસા દરમિયાન લાયન ગ્રાસ ઉગી નીકળે છે. પરંતુ હાલ આ ઘાસ સાવજો માટે માથાકુટીયુ સાબિત થઇ રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલ ઘાસમા માખી, મચ્છર સહિત જીવજંતુઓનો ઉપદ્વવ વધતો હોય સિંહો ઘાસ છોડી ડુંગરાળ વિસ્તાર તેમજ રેવન્યુ વિસ્તારમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.
 
જીવજંતુઓથી બચવા સિંહ ઘાસમા પડયા પાથર્યા રહેતા

ચોમાસા દરમિયાન ઉગી નીકળતુ લાયન ગ્રાસ સિંહોને વધુ પસંદ હોય છે. સિંહો માખી, મચ્છર અને નાના જીવજંતુઓથી બચવા ઘાસમા પડયા પાથર્યા રહેતા હોય છે. આ ઘાસની વિશેષતા એ છે કે તેમા ચીકણો ભેજવાળો તીવ્ર ગંધવાળુ પ્રવાહી ઝાકળ સ્વરૂપે તેમા હોય છે જેની ગંધના કારણે માખી મચ્છર અને જીવજંતુઓ દુર ભાગે છે.
 
ઘાસમા ભેજનુ પ્રમાણ નહિવત છે
 
ચાલુ વરસાદી સિઝનમા સિંહો આ ઘાસ છોડી અન્ય વિસ્તારોમા વધુ પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. પર્યાવરણવિદ્દ ચિરાગભાઇ આચાર્યએ જણાવ્યું હતુ કે હાલ ઓછા વરસાદને કારણે અને ઓછા ભેજના કારણે સવારમા ઝાકળ ઓછી બનતી હોય જેથી ઘાસમા ભેજનુ પ્રમાણ નહિવત છે જેથી ઘાસમા ગંધવાળો ભાગ ઉત્પન્ન નથી થતો જેના કારણે જીવજંતુઓનો ઉપદ્વવ વધ્યો છે. ત્યારે સિંહો પોતાનુ માનીતુ ઘાસ છોડીને રેવન્યુ વિસ્તાર તરફ વધુ પ્રમાણમા આંટાફેરા મારી રહ્યાં છે. અહીના અભરામપરાના લેકારીયા તળાવ, મીતીયાળા, કૃષ્ણગઢના નદી તળાવ વિસ્તાર તેમજ રાજુલા, ક્રાંકચના શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારો તેમજ ડુંગરો ઉપર સિંહો વધુ પ્રમાણમા જોવા મળી રહ્યાં છે.

ગામના પાદરમા મારણ કરે છે

અહીના ગીરકાંઠા તેમજ ગ્રામ્ય વિસ્તારોમા અવારનવાર સિંહો આવી ચડે છે અને ગામ નજીક કે સીમમા જ પશુઓનુ મારણ કરી રહ્યાં છે. જંગલમા જીવજંતુઓથી બચવા હાલ સિંહો રેવન્યુ વિસ્તારમા  જ વધુ પ્રમાણમા જોવા મળી રહ્યાં છે. જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમા પણ ભય ફેલાયો છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: lions panic headaches became famous Lion grass in Gir forest
(News in Gujarati from Divya Bhaskar)

No comments: