Manoj Joshi, Liliya | Aug 11, 2016, 10:29 AM IST
લીલીયાઃકોલર
આઇડીવાળી એ સિંહણ રાજમાતા તરીકે ઓળખાય છે કારણ કે લીલીયા તાલુકાના ક્રાંકચ
પંથકમા શેત્રુજી નદીના કાંઠે કાંઠે આગળ વધી સૌપ્રથમ આ સિંહણ જ આવી હતી.
અને ત્યારબાદ તો તેનો હર્યોભર્યો પરિવાર વસ્યો. 2008મા તેને ગીર પશ્ચિમમા
વસાવવા પ્રયાસ થયો હતો પરંતુ વનવિભાગે મજબુર બની તેને ફરી ક્રાંકચ પંથકમા
છોડવી પડી હતી.
હજુ બે દાયકા પહેલા લીલીયા પંથકમા એકપણ સિંહ ન હતો. વર્ષ 99- 2000મા એક સિંહ યુગલ ફરતુ ફરતુ ચાંદગઢ તરફથી ક્રાંકચ પંથકમા આવીને વસ્યુ હતુ. કોલર આઇડીવાળી આ સિંહણનો પરિવાર તો બાદમા ખુબ જ વિકસ્યો અને હાલમા તે રાજમાતાનો દરજ્જો ભોગવી રહી છે. હવે તે વૃધ્ધાવસ્થામા છે. પરંતુ હજુ પણ તેનો દબદબો યથાવત છે. વર્ષ 2009મા વનવિભાગને કોણ જાણે શું કમતી સુજી કે રેડીયો કોલરવાળી આ સિંહણને પકડી લેવાઇ અને તેના ત્રણ બચ્ચા સાથે તેને ગીર પશ્ચિમમા વસાવવા માટે છોડી દીધી.
જો કે આ સિંહણ ત્યાંથી ક્રાંકચ તરફ આવવા બચ્ચા સાથે નીકળી ગઇ અને રસ્તો ભટકતા ગોંડલ શહેરમા પહોંચી ગઇ હતી. વનવિભાગે સાત દિવસ સુધી તેને પકડવા પ્રયાસ કર્યો પરંતુ સફળ થયુ ન હતુ. બાદમા તેને બેભાન બનાવી શક્કરબાગ ઝુમા મોકલી અપાઇ પરંતુ આખરે વનવિભાગને રાજન જોષી અને તેની સંસ્થા દ્વારા રજૂઆત કરાતા ભુલ સમજાઇ હતી અને આ સિંહણને ફરી ક્રાંકચમા તેના પ્રાકૃતિક આવાસમા મુકત કરી દેવાઇ હતી.
વર્ષ 2009મા વનવિભાગ દ્વારા પુરની બીકના કારણે જ આ સિંહણને બચ્ચા સાથે ગીર પશ્ચિમમા વસાવવા પ્રયાસ થયો હતો. ગયા વર્ષે શેત્રુજીના ખરેખર પ્રચંડ પુર આવ્યું હતુ અનેક સિંહોના મોત થયા હતા પણ આ રાજમાતા બચી ગઇ હતી.
રાજમાતા સિંહણને ગીર પશ્ચિમમાં વસાવવાનો પ્રયાસ રહ્યો હતો નિષ્ફળ
હજુ બે દાયકા પહેલા લીલીયા પંથકમા એકપણ સિંહ ન હતો. વર્ષ 99- 2000મા એક સિંહ યુગલ ફરતુ ફરતુ ચાંદગઢ તરફથી ક્રાંકચ પંથકમા આવીને વસ્યુ હતુ. કોલર આઇડીવાળી આ સિંહણનો પરિવાર તો બાદમા ખુબ જ વિકસ્યો અને હાલમા તે રાજમાતાનો દરજ્જો ભોગવી રહી છે. હવે તે વૃધ્ધાવસ્થામા છે. પરંતુ હજુ પણ તેનો દબદબો યથાવત છે. વર્ષ 2009મા વનવિભાગને કોણ જાણે શું કમતી સુજી કે રેડીયો કોલરવાળી આ સિંહણને પકડી લેવાઇ અને તેના ત્રણ બચ્ચા સાથે તેને ગીર પશ્ચિમમા વસાવવા માટે છોડી દીધી.
અગાઉ શક્કરબાગ ઝુમા મોકલી અપાઇ
જો કે આ સિંહણ ત્યાંથી ક્રાંકચ તરફ આવવા બચ્ચા સાથે નીકળી ગઇ અને રસ્તો ભટકતા ગોંડલ શહેરમા પહોંચી ગઇ હતી. વનવિભાગે સાત દિવસ સુધી તેને પકડવા પ્રયાસ કર્યો પરંતુ સફળ થયુ ન હતુ. બાદમા તેને બેભાન બનાવી શક્કરબાગ ઝુમા મોકલી અપાઇ પરંતુ આખરે વનવિભાગને રાજન જોષી અને તેની સંસ્થા દ્વારા રજૂઆત કરાતા ભુલ સમજાઇ હતી અને આ સિંહણને ફરી ક્રાંકચમા તેના પ્રાકૃતિક આવાસમા મુકત કરી દેવાઇ હતી.
શેત્રુંજીના પ્રચંડ પુરમાં પણ થયો હતો બચાવ
વર્ષ 2009મા વનવિભાગ દ્વારા પુરની બીકના કારણે જ આ સિંહણને બચ્ચા સાથે ગીર પશ્ચિમમા વસાવવા પ્રયાસ થયો હતો. ગયા વર્ષે શેત્રુજીના ખરેખર પ્રચંડ પુર આવ્યું હતુ અનેક સિંહોના મોત થયા હતા પણ આ રાજમાતા બચી ગઇ હતી.
આઠ વર્ષ પહેલા પહેરાવાયેલો રેડીયો કોલર બંધ
રાજમાતા
ગણાતી આ સિંહણને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2008મા
રેડીયો કોલર પહેરાવાયો હતો કે જેથી તેની મુવમેન્ટ પર નજર રહે. જો કે વર્ષ
2011 થી આ રેડીયો કોલર બંધ છે. પરંતુ રેડીયો કોલર તેની પહેચાન બની ગયો હોય
તે હટાવાયો નથી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: lilia has reached lioness dwell krankach stay family
(News in Gujarati from Divya Bhaskar)

No comments:
Post a Comment