શહેરનાંભવનાથ
ખાતેનાં પુનિત આશ્રમની ગૌશાળામાં દસેક ફૂટ લાંબો અજગર ઘૂસી ગયો હતો. જેનાં
પગલે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી સફળતા પૂર્વક અજગરને પકડી લઇ જંગલમાં
છોડી મુકાયો હતો. શહેરનાં ભવનાથ તળેટીનાં વિસ્તારમાં આવેલ પુનિત આશ્રમની
ગૌશાળામાં અજગર આવી ચડ્યો હોવાની ઘટના આજ રોજ સામે આવી હતી. ગૌશાળામાં અજગર
ઘૂસી ગયો હોય તેની જાણ વન વિભાગને કરવામાં આવતા રાઉન્ડ ફોરેસ્ટર
ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ સંજયભાઇ અને નાલાભાઇએ વસુંધરા નેચર કલબનાં
સભ્યો મળીને અજગરને સુરક્ષિત રીતે પકડી બાદમાં જંગલમાં છોડી દીધો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: પુનિત આશ્રમની ગૌશાળામાં અજગર આવી ચઢતા ફફડાટ
(News in Gujarati from Divya Bhaskar)
Web Title: પુનિત આશ્રમની ગૌશાળામાં અજગર આવી ચઢતા ફફડાટ
(News in Gujarati from Divya Bhaskar)
No comments:
Post a Comment