અમરેલીઃઅમરેલીમા
વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન
કરાયું હતુ. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ જંગલ બચાવો સિંહ બચાવોના સંકલ્પો લીધા
હતા. ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ અને ડાયનેમિક ગૃપના સંયુકત ઉપક્રમે આ
કાર્યક્રમ યોજાયો હતો.
ઇ.સ.1800 થી 2016 સુધી સિંહની સંખ્યા વિષે માહિતી આપી ચિંતા વ્યક્ત કરી
અમરેલી સહિત જિલ્લાભરમા આવતીકાલે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવનાર છે ત્યારે અમરેલીમાં ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ અને ડાયનેમિક ગૃપના સંયુકત ઉપક્રમે જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઇ બાંભરોલીયા, અગ્રણી ઉદ્યોગપતિ કાંતીભાઇ વઘાસીયા, જગદીશ તળાવીયા, આચાર્ય મયુરભાઇ ગજેરા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આચાર્ય મયુરભાઇ ગજેરાએ સિંહ સુરક્ષા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઇ બાવીશીએ ઇ.સ 1800 થી 2016 સુધીની સિંહોની સંખ્યાની માહિતી આપીને ઘટતી સંખ્યા વિશે ચિંતા વ્યકત કરીને જંગલની જાળવણી પણ ભાર મુકયો હતો. આ પ્રસંગે શાળાના પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ જંગલ બચાવો સિંહ બચાવોના સંકલ્પો લીધા હતા. આભાર દર્શન પ્રહલાદ વામજા, નિલેષભાઇ ગજેરાએ અને કાર્યક્રમનું સંચાલન અદિતીબેન જોષીએ કર્યુ હતુ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: World Cancer Day awareness seminar scholars sworn in Amreli
(News in Gujarati from Divya Bhaskar)
Web Title: World Cancer Day awareness seminar scholars sworn in Amreli
(News in Gujarati from Divya Bhaskar)
No comments:
Post a Comment