પાટડીઃરણની
બંજર જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી અઘરી
બાબત છે. ત્યારે પાટડી તાલુકાના વનપાલે રણની બંજર જમીનમાં પ્રતિકુળ
વાતાવરણમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષો વાવી હરીયાળી પાથરવા કમરકસી
છે. પાટડી સામજિક વનીકરણ વિભાગના વનપાલે સાવડા, જરવાલા, માલણપુર, પાટડી
સહિતના ગામને નંદનવન બનાવ્યા છે.
રણ વિસ્તાપમાં એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળી પાથરી
પર્યાવરણ બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે દિવ્યભાસ્કર દ્વારા વન મેન વન ટ્રીના સંદેશા સાથે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સામાજિક વનીકરણ વિભાગના વનપાલ પાટડીના ઝીંણાજી. કે.લેંચિયાએ રણની બંજર જમીનમાં પ્રતિકુળ વાતાવરણમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમાં 90 ટકા સફળતા મેળવી વેરાન રણપંથકમાં હરીયાળી પાથરવા કમર ફસી છે. પાટડીના વનપાલ ઝીણાજી એ છોડમાં રણછોડ સૂત્રને સાર્થક કરી સાવડામાં ઇપર્યાવરણ પ્રોજેક્ટ હેઠળ 0.50 હેક્ટરમાં 556 રોપાઓનું વાવેતર કર્યુ છે. જરવલા ગળીયાસર મહાદેવ મંદિર પાસે તળાવની પાળ ઉપર 1100 રોપાનું પાટડી તાલુકાના માલણપુર ગામે તળાવની પાળ ઉપર 6400 રોપાનું વાવેતર કર્યું છે.
નિયમીત પાણી, રોજના રક્ષણે અપાવી સફળતા
રણની બંજર જમીનમાં લીંબડા, પેલ્ટાફોર્મ, કણજી, કાશીદ, ખાટી , આંબલી, સહિતના રોપાનુ઼ વાવેતર કરાય છે. બે વર્ષની આકરી મહેનત બાદ નાનોછોડ વટવૃક્ષ બને છે. એ માટે નિયમીત પાણી અને દરરોજનું રક્ષણ મળે તો 90 ટકા સફળતા મળે છે. - ઝીણાજી.કે.લેંચીયા, વનપાલ, પાટડી
No comments:
Post a Comment