Monday, July 31, 2017

સિંહણને પામવા બે સિંહો વચ્ચે ખરાખરીનો જંગ, જંગલ ગુંજી ઉઠ્યું

Bhaskar News, Visavadar | 2017-07-30T23:22:00+00:00
બન્ને નર ગૃપ વચ્ચે સિંહણને પામવા માટે જંગલની બોર્ડર પાસે ખરાખરીનો જંગ ચાલ્યો હતો.
વિસાવદર: શનિવારની મોડીરાત્રીનાં પીપાવાવનાં રેલ્વે ફાટક નજીક સિંહોનું ગૃપ મારણની મીજબાની માણી વિસરી રહ્યું હતું. તેવામાં જંગલ તરફથી ગીરનાં પ્રખ્યાત લાલચોટી તરીકે ઓળખાતા બે નર આવ્યા અને જંગલની બીજી તરફથી બે પઢારીયા નર પણ સિંહણને પામવાની ફિરાકમાં આવી ચઢ્યા હતા. તેવામાં બન્ને નર ગૃપ વચ્ચે સિંહણને પામવા માટે જંગલની બોર્ડર પાસે ખરાખરીનો જંગ ચાલ્યો હતો. તેમાં માથાભારે અને ગીરનાં પ્રખ્યાત લાલચોટી ગૃપનાં સિંહો સિંહણને લઇ જંગલ તરફ ચાલ્યા ગયા હતા. તેવામાં બે પઢારીયા સિંહો દ્વારા સિંહણને પરત તેની સાથે લેવા માટે લાલચોટી ગૃપ સાથે લડાઇ કરી હતી.

પરંતુ ખુંખાર અને જેની હાકડાક વાગે અને તેનો એરીયો 50 કિ.મી.થી વધુ હોય તેવા લાલચોટી ગૃપ સાથેની લડાઇમાં પઢારીયા નર સિંહોને ઇજા પહોંચી હતી અને લીલા મોઢે જંગલમાં ભાગવું પડ્યું હતું અને આ સિંહણને તેના ગૃપમાંથી અલગ પાડી બન્ને નર સિંહો સિંહણને જંગલમાં મેટીંગમાં લઇ ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ બન્ને ગૃપની લડાઇથી જંગલ ગુંજી ઉઠ્યું હતું.

ગણતરીની મીનીટોમાં જ શિકારી બન્યો શિકાર

Bhaskar News, Sutrapada | 2017-07-31T01:13:00+00:00
થોડા દિવસો પહેલા પણ એક દિપડો મોતને ભેટ્યો હતો
સુત્રાપાડા: ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં મનુભાઈ વરજાંગભાઈ વાળાની વાડીમાં આવેલા ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર પર શિકાર કરવા જતા પોતે જ મોત ને ભેટી પડયો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને કરતા ધટના સ્થળે સુત્રાપાડા ફોરેસ્ટ એ.ડી. ખુમાર તેમજ ટ્રેકર વિરાભાઈ ડોડીયા તેમજ વેરાવળની ટીમ પહોંચી ગઈ ત્યારબાદ દીપડાના મૃતદેહને ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ હાથ ધરાયું ત્યાર બાદ દીપડાના મૃતદેહને અમરાપર ખાતે એનિમલ કેર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

જૂનાગઢના મંગલધામમાં દિપડીના આંટા ફેરા: ફફડાટ

DivyaBhaskar News Network | 2017-07-31T05:10:02+00:00
છેલ્લા બેક દિવસથી 2 બચ્ચા સાથે દેખા દીધા મધુરમવિસ્તારમાં આવેલ મંગલધામ 1 વસુંધરા એપાર્ટમેન્ટ પાછળના વિસ્તારમાં...
જૂનાગઢના મંગલધામમાં દિપડીના આંટા ફેરા: ફફડાટ
છેલ્લા બેક દિવસથી 2 બચ્ચા સાથે દેખા દીધા

મધુરમવિસ્તારમાં આવેલ મંગલધામ 1 વસુંધરા એપાર્ટમેન્ટ પાછળના વિસ્તારમાં જૂનાગઢ ક્રૃષિ યુનિ.ની જમીન આવેલ છે. તેની આગળ જતા અનેક ખાનગી માલિકોની જમીન આવેલ છે. સ્થાનીક લોકોમાં થતી ચર્ચા મુજબ આવા કોઇ ખાનગી માલિકના ખેતરમાં દિપડીએ બે બચ્ચા સાથે ધામા નાંખ્યા છે. દરમિયાન છેલ્લા બે દિવસથી દિપડી રાત્રીના સમયે પોતાના બચ્ચા સાથેે ટહેલવા નીકળે છે. શુક્રવારની રાત્રીના દિપડી બચ્ચાને લઇને નીકળતા મોડી રાત્રે લોકોએ અગાશીએ ચડી નજારો માણ્યો હતો. જયારે શનિવારે એક બાઇક ચાલક રસ્તાના કિનારે ઝાડમાં બેઠેલી બે બચ્ચા સાથેની દિપડીને જોઇ જતા જીવ બચાવીને ભાગ્યો હતો. જોકે દિપડીએ અત્યાર સુધીમાં કોઇના પર હુમલો કર્યો નથી પરંતુ દિપડીના આંટા ફેરા વધી જતા સ્થાનીક લોકોમાં ભયનું લખલખું પસાર થઇ ગયુું છે. અંગે વન વિભાગ તપાસ કરે અને જો હજુ વિસ્તારમાંજ દિપડી હોય તો કોઇના પર હુમલો કરે તે પહેલા તેને જંગલ માં ખસેડવાની માંગ ઉઠી છે.

વન વિભાગમાં નવ નિયુક્ત


100 મહિલા બીટગાર્ડને સાસણ ખાતે અપાશે તાલીમ વનવિભાગમાં થોડા સમય પહેલા ભરતી પામેલા બીટ ગાર્ડ પૈકી 100 મહિલા બીટ...
વન વિભાગમાં નવ નિયુક્ત
100 મહિલા બીટગાર્ડને સાસણ ખાતે અપાશે તાલીમ

વનવિભાગમાં થોડા સમય પહેલા ભરતી પામેલા બીટ ગાર્ડ પૈકી 100 મહિલા બીટ ગાર્ડને આગામી 1 ઓગસ્ટથી સાસણ ખાતે તાલીમ આપવામાં આવશે.

વન વિભાગ દ્વારા થોડા સમય પહેલા બીટગાર્ડની કામગીરી હાથ ધરાઇ હતી. નવ નિયુક્ત બીટ ગાર્ડ પૈકી 100 જેટલી મહિલા બીટગાર્ડને આગામી 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેની કામગીરીને લઇ પ્રાથમિક તાલીમ આપવામાં આવશે. તાલીમ સાસણ ખાતે યોજાશે.તાલીમાર્થીઓને તેની કામગીરી,ગીર જંગલ વિશે પ્રાથમિક વિગત,વન્યપ્રાણી, ને લગતી માહિતી,જંગલમાં કામ કરતી વખતે શું કાળજી રાખવી,તેમજ કાયદાકીય માહિતી પણ આપવામા આવશે. તેમ સાસણના ડીઅેફઓ રામરતન નાલાએ જણાવ્યું હતું. તમામ મહિલા બીટગાર્ડ 30 જુલાઇએ રિપોર્ટ કરશે.

સોસાયટીમાં પાંજરૂ મુકાયું, દીપડો પકડાતો નથી

Bhasakr News, Junagadh | 2017-07-28T04:04:00+00:00
છેલ્લા 22 દિવસથી વનખાતાને ચાલક દીપડો હંફાવે છે
સોસાયટીમાં પાંજરૂ મુકાયું, દીપડો પકડાતો નથી
સોસાયટીમાં પાંજરૂ મુકાયું, દીપડો પકડાતો નથી
વેરાવળ: પ્રભાસપાટણ માં સોમનાથ કર્મચારી સોસાયટીમાં છેલ્લા 22 દિવસથી દીપડાનાં આંટાફેરા વધ્યા હોય એક વાછરડીનું પણ મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા બકરાનાં મારણ સાથે એક પાંજરૂ ગોઠવી દીધુ હોવા છતાં વનખાતાનાં સ્ટાફને આ ચાલાક દીપડો હંફાવતો હોય એમ પાંજરે પુરાતો નથી. હાલ શ્રાવણમાસમાં ભાવિકોનો ઘસારો રહેતો હોય તેમજ ટ્રસ્ટનાં ગેસ્ટહાઉસમાં નોકરી કરતાં કર્મીઓ પણ અહિંયા રહેતા હોય અવર-જવરમાં સતત ડર અનુભવી રહયાં છે.

કાંબલીયા સ્કુલમાં એનએસએસની બહેનેાએ વૃક્ષારોપણ કર્યું


DivyaBhaskar News Network | 2017-07-27T03:55:02+00:00
જૂનાગઢ | જૂનાગઢનીએન.બી.કાંબલિયા કન્યા વિદ્યાલયમાં એન.એસ.એસની સ્વયંસેવક બહેનો દ્વારા શાળાના કેમ્પસમાં...
કાંબલીયા સ્કુલમાં એનએસએસની બહેનેાએ વૃક્ષારોપણ કર્યું
કાંબલીયા સ્કુલમાં એનએસએસની બહેનેાએ વૃક્ષારોપણ કર્યું
જૂનાગઢ | જૂનાગઢનીએન.બી.કાંબલિયા કન્યા વિદ્યાલયમાં એન.એસ.એસની સ્વયંસેવક બહેનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેરમાંથી તેમજ ગામડેથી અભ્યાસ માટે આવતી છાત્રાઆેને કરેણ, કરંજ, ગરમાળો, લીમડો, તુલસી, આસોપાલવ જેવા 145 જેટલા રોપાઓનું વિતરણ શાળાના આચાર્ય અલકાબેન સોલંકી, પ્રો.ઓ.રામશીભાઇ ચાંડેરા, કુંદનબેન ડેર, જીતલબેન વાઢેર, ભીખનભાઇ રામ, શોભનાબેન બામરોટિયા તેમજ સ્ટાફગણના હસ્તે વિતરણ કરી તેના ઉછેર માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમ બી.એમ.રામે જણાવ્યું હતું.

ચિરોડા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરાયું


DivyaBhaskar News Network | 2017-07-25T04:00:03+00:00
જૂનાગઢ | જૂનાગઢમાંકિશાન મિત્ર ક્લબ દ્વારા ચિરોડા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100 જેટલા...
ચિરોડા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરાયું
ચિરોડા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરાયું
જૂનાગઢ | જૂનાગઢમાંકિશાન મિત્ર ક્લબ દ્વારા ચિરોડા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100 જેટલા બોરસલી, લીમડો તેમજ પીપળાના વૃક્ષો વાવ્યાં હતાં. રોપા કિશાન મિત્ર ક્લબ દ્વારા આપવામાં આવ્યા છે જે બાળકોને ઉછેરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તકે સુભાષભાઇ ચોથાણી, અરવિંદભાઇ ટીંબલીયા સહીતના સભ્યો હાજર રહ્યાં હતાં.

DivyaBhaskar News Network | 2017-07-21T05:30:03+00:00 પીટીસી કોલેજમાં વૃક્ષ વાવેતર કરાયું : શાળા - કોલેજનાં છાત્રોને વૃક્ષ વાવવા અનુરોધ જિલ્લામાં 21.80 લાખ રોપાનું... ગૌચર વિકાસ બોર્ડના ચેરમેનની હાજરીમાં વન મહોત્સવનો પ્રારંભ ગૌચર વિકાસ બોર્ડના ચેરમેનની હાજરીમાં વન મહોત્સવનો પ્રારંભ પીટીસી કોલેજમાં વૃક્ષ વાવેતર કરાયું : શાળા - કોલેજનાં છાત્રોને વૃક્ષ વાવવા અનુરોધ જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે જૂનાગઢનાપોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં આજે 68માં વન મહોત્સવનો ડો.વલ્લભ કથીરીયાએ પ્રારંભ કરાવ્યો હતો. તકે વૃક્ષારોપણ કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ડીએફઅો આર સેન્થિલ કુમારે જિલ્લામાં 21.80 લાખ રોપનું વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું. રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવતેરના લક્ષ્યાંક સાથે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે્ ત્યારે જૂનાગઢમાં બિલખા રોડ પર અાવેલા પોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં પણ આજે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો.વલ્લભ કથીરીયાની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું હતું અને વનમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.ડો.કથીરીયાએ શાળા કોલેજના છાત્રોને ઘર,ગામ તેમજ ખેતરના શેઢા પાસે વૃક્ષોનું વાવેતર કરવા તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. સાથે તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત અંતર્ગત 10 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. તકે ડીઅેફઓ આર.સેન્થિલ કુમાર જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત 21.80 લાખ રોપાનું વિતરણ કરી તેનું વાવતેર કરાવાશે તેમ જણાવ્યું હતું. તકે સીસીઅેફ ડો.એ.કે.સિંઘ ડીઅેફઓ,ડીઅેફઓ સેન્થિલકુમાર,ધારાસભ્ય અરવિંદ લાડાણી, મેયર આધ્યાશક્તિબેન મજમુદાર,કલેક્ટર રાહુલ ગુપ્તા,મનપા કમિશ્નર વી.જે.રાજપુત,સહિતના હાજર રહ્યા હતા.


Divyabhaskar.com | 2017-07-22T21:51:00+00:00
સતત વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થતાં લોકો નજારો જોવા માટે ઊમટી પડ્યા હતા
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 72 કલાકથી ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગિરનાર પર નવા નીર આવ્યા છે. પર્વત પર વરસાદ પડતાં પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઊઠી હતી. ગિરનાર પરથી પડતાં ઝરણાંને માણવા લોકો ઊમટી પડ્યા હતા. તો વરસાદને કારણે ઘરો અને મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આસ્થાનું કેન્દ્ર એવા દામોદર કુંડ પાસે પૂરના જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસાદને કારણે વિલિંગ્ડન પણ ડેમ પણ ઓવરફ્લો થયો હતો. તો લોકોએ વરસાદને વધાવી મેઘરાજાને ભાવભીનું આમંત્રણ આપ્યું હતું. અનરાધાર વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી હતી.

ગૌચર વિકાસ બોર્ડના ચેરમેનની હાજરીમાં વન મહોત્સવનો પ્રારંભ


DivyaBhaskar News Network | 2017-07-21T05:30:03+00:00
પીટીસી કોલેજમાં વૃક્ષ વાવેતર કરાયું : શાળા - કોલેજનાં છાત્રોને વૃક્ષ વાવવા અનુરોધ જિલ્લામાં 21.80 લાખ રોપાનું...
ગૌચર વિકાસ બોર્ડના ચેરમેનની હાજરીમાં વન મહોત્સવનો પ્રારંભ
પીટીસી કોલેજમાં વૃક્ષ વાવેતર કરાયું : શાળા - કોલેજનાં છાત્રોને વૃક્ષ વાવવા અનુરોધ

જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે

જૂનાગઢનાપોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં આજે 68માં વન મહોત્સવનો ડો.વલ્લભ કથીરીયાએ પ્રારંભ કરાવ્યો હતો. તકે વૃક્ષારોપણ કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ડીએફઅો આર સેન્થિલ કુમારે જિલ્લામાં 21.80 લાખ રોપનું વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું.

રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવતેરના લક્ષ્યાંક સાથે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે્ ત્યારે જૂનાગઢમાં બિલખા રોડ પર અાવેલા પોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં પણ આજે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો.વલ્લભ કથીરીયાની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું હતું અને વનમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.ડો.કથીરીયાએ શાળા કોલેજના છાત્રોને ઘર,ગામ તેમજ ખેતરના શેઢા પાસે વૃક્ષોનું વાવેતર કરવા તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. સાથે તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત અંતર્ગત 10 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. તકે ડીઅેફઓ આર.સેન્થિલ કુમાર જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત 21.80 લાખ રોપાનું વિતરણ કરી તેનું વાવતેર કરાવાશે તેમ જણાવ્યું હતું. તકે સીસીઅેફ ડો.એ.કે.સિંઘ ડીઅેફઓ,ડીઅેફઓ સેન્થિલકુમાર,ધારાસભ્ય અરવિંદ લાડાણી, મેયર આધ્યાશક્તિબેન મજમુદાર,કલેક્ટર રાહુલ ગુપ્તા,મનપા કમિશ્નર વી.જે.રાજપુત,સહિતના હાજર રહ્યા હતા.

જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે

Bhaskar News, Junagdh | 2017-07-21T01:16:00+00:00
પીટીસી કોલેજમાં વૃક્ષ વાવેતર કરાયું : શાળા - કોલેજનાં છાત્રોને વૃક્ષ વાવવા અનુરોધ
જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે
જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે
જૂનાગઢ: જૂનાગઢના પોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં આજે 68માં વન મહોત્સવનો ડો.વલ્લભ કથીરીયાએ પ્રારંભ કરાવ્યો હતો. આ તકે વૃક્ષારોપણ કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ડીએફઅો આર સેન્થિલ કુમારે જિલ્લામાં 21.80 લાખ રોપનું વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું.

રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવતેરના લક્ષ્યાંક સાથે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે્ ત્યારે જૂનાગઢમાં બિલખા રોડ પર અાવેલા પોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં પણ આજે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો.વલ્લભ કથીરીયાની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું હતું અને વનમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.ડો.કથીરીયાએ શાળા કોલેજના છાત્રોને ઘર,ગામ તેમજ ખેતરના શેઢા પાસે વૃક્ષોનું વાવેતર કરવા તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત અંતર્ગત 10 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે.
આ તકે ડીઅેફઓ આર.સેન્થિલ કુમાર જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત 21.80 લાખ રોપાનું વિતરણ કરી તેનું વાવતેર કરાવાશે તેમ જણાવ્યું હતું. આ તકે સીસીઅેફ ડો.એ.કે.સિંઘ ડીઅેફઓ,ડીઅેફઓ સેન્થિલકુમાર,ધારાસભ્ય અરવિંદ લાડાણી, મેયર આધ્યાશક્તિબેન મજમુદાર,કલેક્ટર રાહુલ ગુપ્તા,મનપા કમિશ્નર વી.જે.રાજપુત,સહિતના હાજર રહ્યા હતા.

ગીર પંથકમાં મેઘાની સટાસટી, આંબળાશમાં છ કલાકમાં મુશળધાર 8 ઇંચ વરસાદ


Bhaskar News, Talala | 2017-07-21T00:58:00+00:00
તાલાલામાં 2 ઈંચ, સાસણ સહિત જંગલમાં પણ ધમાકેદાર વરસાદ
તાલાલા: તાલાલા સહિત ગીર પંથકમાં આજે બપોરથી મેઘરાજાએ જમાવટ કરી વરસવાનું ચાલુ કરતા આંબળાશ ગામ અને આસપાસનાં વિસ્તારોમાં બે કલાકમાં ધમાકેદાર ચાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયેલ. જયારે તાલાલામાં સાંજે પાંચ થી છ એક કલાકમાં મુશળધાર બે ઇંચ વરસાદ ખાબકતા સ્વયંભુ કર્ફયુ થઇ ગયો હતો. તાલાલા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો તેમજ સાસણ ગીર જંગલમાં પણ વરસાદ પડી ગયો હતો. આ લખાય છે ત્યારે પણ ઘોધમાર વરસાદ વરસવાનું ચાલુ હોય મેઘરાજાની જમાવટથી ગીર પંથકનાં લોકો ખુશ ખુશાલ બન્યાં છે.
સુત્રાપાડા - ધામળેજ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ
સુત્રાપાડા સહિત ધામળેજ અને ગ્રામ્ય પંથકોમાં ગુરૂવારે બપોરનાં ત્રણ વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાંજનાં 6 સુધીમાં ત્રણ ઇંચ જેવું પાણી વરસાવી દીધુ હતું. દરિયામાં પણ કરંટ જોવા મળેલ અને ઉંચા મોજાઓ ઉછળી રહયાં હતાં. તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
વેરાવળમાં મોડી રાત્રીનાં બે ઈંચ પાણી વરસ્યું

વેરાવળ શહેરમાં ગુરૂવારે રાત્રીનાં મેઘરાજાએ આગમન કરી બે ઈંચ જેવું પાણી વરસાવી દીધું હતું. તાલુકાનાં ગ્રામ્ય પંથકોમાં પણ સારો વરસાદ પડી ગયાનાં અહેવાલ મળી રહ્યાં હતા.
કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં 1 ઈંચ વરસાદ

કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં પણ ગુરૂવારે રાત્રીનાં સમયે એક ઈંચ જેવું પાણી પડી ગયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી સારો વરસાદ પડી રહ્યો હોય ખેતી પાકનું ચિત્ર વધુ ઉજળું બન્યું છે. જ્યારે નાઘેર ગણાતા ઉના-ગીરગઢડા પંથકમાં મેઘરાજાએ ગુરૂવારે વિરામ લીધો હતો. લોકોમાં વરસાદથી રાહતની લાગણી પ્રસરી છે.

નાગલપુરની સીમમાંથી વધુ 1 દીપડી પાંજરે પુરાઇ DivyaBhaskar News Network | 2017-

DivyaBhaskar News Network | 2017-07-20T03:05:03+00:00
બે કલાકમાં 6 ઇંચ, સોનરખમાં ઘોડાપુર, જૂનાગઢનાં પશ્વિમ ભાગમાં માત્ર ઝાપટાં 4 દિ\' માં બીજી દીપડી પકડાઇ, બચ્ચું હજુ...
નાગલપુરની સીમમાંથી વધુ 1 દીપડી પાંજરે પુરાઇ
બે કલાકમાં 6 ઇંચ, સોનરખમાં ઘોડાપુર, જૂનાગઢનાં પશ્વિમ ભાગમાં માત્ર ઝાપટાં

4 દિ\' માં બીજી દીપડી પકડાઇ, બચ્ચું હજુ બહાર

નાગલપુરગામની સીમમાં નગાભાઇ જાદવની વાડી અને આસપાસનાં વિસ્તારમાં વન્ય પ્રાણીનાં આટાંફેરા વધ્યા હતાં. અંગેની ફરીયાદો ઉઠતા નાગલપુરની સીમમાં વન વિભાગે પાંજરૂ મુક્યું હતું.આ પાંજરામાં મંગળવારની રાત્રે એક દીપડી પુરાઇ ગઇ હતી. ચાર દિવસમાં બીજી દીપડી પકડાઇ છે. તેમજ હજુ એક દીપડીનું બચ્ચુ બહાર હોય તેને પકડવાની કવાયત હાથ ધરી છે.

ગરવોગઢ ગિરનાર વાદળથી વાતું કરે


Bhaskar News, Junagadh | 2017-07-18T02:23:00+00:00
ગીરનારની ગીરીમાળામાં કુદરતની કરતામત જોવા મળી, ચોમાસામાં વદળો ગીરનારને અડીને જઇ રહ્યા છે.
ગરવોગઢ ગિરનાર વાદળથી વાતું કરે
ગરવોગઢ ગિરનાર વાદળથી વાતું કરે
જૂનાગઢ: ચોમાસાની ઋતુમાં ગિરનાર ચઢનારને મસુરી કે સિમલા જેવા હિલસ્ટેશનમાં હોવાની અનુભૂતિ થાય. પગથિયા ચઢનાર વાદળોમાંથી પસાર થતા હોય છે. આ સમયે ઉંચાઇવાળા સ્થળેથી લેવાયેલી ગુરૂ દત્તાત્રેયની તસ્વીર જોઇ બોલી ઉઠવાનું મન થાય. ગરવો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે.

કિશાન મિત્ર કલબ દ્વારા વૃક્ષારોપણની ઝુંબેશ સધન બનાવવાનો નિર્ણય લેવાયો

ivyaBhaskar News Network | 2017-07-17T04:05:03+00:00
જૂનાગઢ | એગ્રોડીલર દ્વારા સ્થાપવામાં આવેલા કિશાન મિત્ર કલબની ભવનાથમાં કારોબારી મિટીંગ મળી હતી. મિટીંગમાં...
કિશાન મિત્ર કલબ દ્વારા વૃક્ષારોપણની ઝુંબેશ સધન બનાવવાનો નિર્ણય લેવાયો
કિશાન મિત્ર કલબ દ્વારા વૃક્ષારોપણની ઝુંબેશ સધન બનાવવાનો નિર્ણય લેવાયો
જૂનાગઢ | એગ્રોડીલર દ્વારા સ્થાપવામાં આવેલા કિશાન મિત્ર કલબની ભવનાથમાં કારોબારી મિટીંગ મળી હતી. મિટીંગમાં વૃક્ષારોપણ તેમજ લીંબોડી બીજ વિતરણ કાર્યક્રમને સઘન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કિશાન મિત્ર કલબ દ્વારા દર વર્ષે 10 લાખ લીંબોનાં બીજ અને 1000 હજાર વૃક્ષનું વિતર કરવામાં આવે છે. તકે સંસ્થાનાં પ્રમુખ અરવિંદભાઇ ટીંબડીયા, પ્રકાશભાઇ ચોથાણી, રસીકભાઇ બાટવણી, વિનુભાઇ બારસીયા, સુભાષભાઇ ચોથાણી સહિતનાં હાજર રહ્યા હતા.

જૂનાગઢનાં વન કર્મીઓને એરીયર્સ મળતાં રોષ

DivyaBhaskar News Network | 2017-07-16T03:15:03+00:00
નિવૃત થયેલા કર્મીને નીમડેટની રકમ મળી નથી વનવિભાગમાં ફરજ બજાવતા કેટલાક નિવૃત કર્મચારીઓને હજુ સુધી એરીયસની રકમ...
જૂનાગઢનાં વન કર્મીઓને એરીયર્સ મળતાં રોષ
નિવૃત થયેલા કર્મીને નીમડેટની રકમ મળી નથી

વનવિભાગમાં ફરજ બજાવતા કેટલાક નિવૃત કર્મચારીઓને હજુ સુધી એરીયસની રકમ મળતાં રોષ ફેલાયો છે. જે તે સમયે પ્રમોશનથી વંચિત રહી ગયેલા કર્મચારીઓને પાછળથી પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. તેમને તે પ્રમોશનની રકમ મળવા પાત્ર થાય છે. નીમડેટ હજુ સુધી કેટલાક કર્મચારીઓને મળ્યું નથી. જેના કારણે કર્મચારીઓની હાલત કફોળી બની છે. સરકાર દ્વારા જાહેરાત થઇ ગઇ હોવા છતાં પણ નિવૃત કર્મચારીઓને નીમડેટની રકમ મળતી નથી. અંગે નિવૃત વન અધિકારી કર્મચારી મહામંડળનાં પ્રમુખ જી.એમ.દાણીધારીયા, મંત્રી પાલાભાઇ કનારાએ જણાવ્યુ હતુ કે વહેલી તકે નીમડેટની રકમ ચુકવવામાં આવે તેવી માંગ છે. એરીયસ સમયસર મળવાનાં કારણે કર્મચારીની હાલત દયનીય બની છે ત્યારે વહેલી તકે રકમ આપવા માંગ છે.

જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં સેંકડો માછલાનાં મોત

DivyaBhaskar News Network | 2017-07-17T04:05:03+00:00
ગટરનું પાણી તળવામાં ભળતું હોય ઘટના બન્યાનું તારણ નરસિંહમહેતા તળાવમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. જેના કારણે...
જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં સેંકડો માછલાનાં મોત
જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં સેંકડો માછલાનાં મોત
ગટરનું પાણી તળવામાં ભળતું હોય ઘટના બન્યાનું તારણ

નરસિંહમહેતા તળાવમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. જેના કારણે પાણી દુષિત બન્યું છે. નરસિંહ મહેતા તળાવમાં આજે સેંકડો માછલાનાં મોત થયા હતા. માછલાઓ તણાઇને કિનારે પહોંચી ગયા હતા. દુષિત પાણીનાં કારણે મોત થયાનું તજજ્ઞો માની રહ્યા છે. ત્યારે નરસિંહ મહેતા તળાવમાં ભળગી ગટર અટકાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. નરસિંહ મહેતા તળાવમાં માછલીઓને લોટ તથા બિસ્કીટ ખવડાવવામાં આવે છે જેનાથી તેને નુકશાન થઇ રહ્યું છે.

નાગલપુરની સીમમાં ભેંસની ગમાણમાં દીપડી ફસાઇ ગઇ

Bhaskar News, Junagadh | 2017-07-17T02:52:00+00:00
વન વિભાગે રેસ્કયુ કરી દીપડીને બચાવી, રાત્રે શિકાર માટે ઘુસી હતી
નાગલપુરની સીમમાં ભેંસની ગમાણમાં દીપડી ફસાઇ ગઇ
નાગલપુરની સીમમાં ભેંસની ગમાણમાં દીપડી ફસાઇ ગઇ
જૂનાગઢ: જૂનાગઢ નજીકનાં અને મેંદરડા તાલુકાનાં નાગલપુર ગામની સીમમાં ગત મોડી રાત્રીનાં દીપડી આવી ચઢી હતી. આ દીપડી ભેંસનો શિકાર કરવા તેના ઢાળીયામાં ગઇ હતી. પરંતુ દીપડી ગમાણમાં ફસાઇ ગઇ હતી. તેની જાણ કરતા વન વિભાગની ટીમે રેસ્કયુ કરી બચાવી હતી. બનાવની મળતી વિગત મુજબ નાગલપુર ગામની સીમમાં નાગાભાઇ જાદવની વાડીએ ગત રાત્રીએ દીપડી આવી ચઢી હતી અને ભેંસનો શિકાર કરવા તબેલામાં ઘુસી હતી. પરંતુ આ દીપડી ગમાણમાં ફસાઇ ગઇ હતી. સવારે જાણ થતાં વન વિભાગને માહિતગાર કર્યા હતા. જેના પગલે વન વિભાગની ટીમે રેસ્કયુ કરી દીપડીને બહાર કાઢી હતી. અને જંગલમાં છોડી મુકી હતી.

વિશેષ યોગ દ્વારા પ્રકૃતિને અપાશે શાંતિના વાઇબ્રેશન

DivyaBhaskar News Network | 2017-07-16T03:10:03+00:00
મધુરમના મંગલધામ સેન્ટર ખાતે કરાશે યોગ મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો સોમવારે કરશે યોગ તપસ્યા ...
વિશેષ યોગ દ્વારા પ્રકૃતિને અપાશે શાંતિના વાઇબ્રેશન
મધુરમના મંગલધામ સેન્ટર ખાતે કરાશે યોગ

મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો સોમવારે કરશે યોગ તપસ્યા

જૂનાગઢમાંઓછી મેઘ મહેરથી લોકો ચિંતાતુર બન્યા છે ત્યારે રૂઠેલા મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો દ્વારા યોગ તપસ્યા કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં મેઘરાજા કોઇ અકળ કારણોસર મન મૂકીને વરસતા નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે પરંતુ ગરવા ગઢ ગિરનારની ભૂમિ મેઘરાજાની કૃપાથી બાકી રહી જાય છે. માત્ર હળવા ઝાપટાથી લોકોને સંતોષ માની લેવો પડે છે. ઓછો વરસાદ વરસતા લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. દિવસભર વાતાવરણ ડામાડોળ રહે છે પરંતુ જોઇએ તેવી મેઘ વર્ષા થતી હોય મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો દ્વારા વિશેષ યોગ તપસ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

મધુરમના મંગલધામ 1 ખાતેના બ્રહ્માકુમારી સેન્ટર ખાતે યોગ કાર્યક્રમ યોજાશે. બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય સંચાલીકા રાજયોગીની પુ. દમયંતિ દીદી અને બિના દીદીના માર્ગદર્શન હેઠળ મધુરમના મંગલધામ 1 ખાતે મનીષા દીદી યોગ કરાવશે.

જેમાં 17 જુલાઇને સોમવારે સવારના 8 થી 11 અને સાંજના 3 થી રાત્રીના 8 વાગ્યા સુધી એમ દિવસના 12 કલાકમાંથી 8 કલાક સુધી યોગ તપસ્યા દ્વારા પ્રકૃતિને શાંતિના વાઇબ્રેશન આપવામાં આવશે અને તેના દ્વારા મેઘરાજાને મનાવી જૂનાગઢ પર ભરપૂર મેઘ મહેર થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે.

તાલાલા RFOનું સસ્પેન્શન રદ, ગિરનારમાં મૂકાયા

DivyaBhaskar News Network | 2017-07-16T03:10:03+00:00
તાલાલાનાંઆરએફઓનું સસ્પેન્શન રદ કરી તેમને ગિરનારની દક્ષિણ ડુંગર રેન્જમાં મૂકવામાં આવ્યા છે. થોડા વખત પહેલાં એક...
તાલાલા RFOનું સસ્પેન્શન રદ, ગિરનારમાં મૂકાયા
તાલાલાનાંઆરએફઓનું સસ્પેન્શન રદ કરી તેમને ગિરનારની દક્ષિણ ડુંગર રેન્જમાં મૂકવામાં આવ્યા છે. થોડા વખત પહેલાં એક યુવાનને માર મારવાનાં આક્ષેપ બાદ તાલાલા રેન્જનાં અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો. જોકે, તેની સામે વન કર્મીઓએ હડતાળ પાડી હતી.

તાલાલાનાં આરએફઓ પી. ટી. કનેરીયા સહિતનાં અધિકારીઓ સામે થોડા વખત પહેલાં એક યુવાનને માર મારી આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો. અને તેને પગલે તેઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. અને તેઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા હતા. જેને પગલે રાજ્યભરનાં છેક બીટ ગાર્ડ લેવલનાં વનકર્મીઓએ હડતાળ પાડી હતી. મામલે અંતે વનવિભાગે આરઅેફઓ પી. ટી. કનેરીયાનું સસ્પેન્શન રદ કર્યું છે. હાલ તેઓને ગિરનારની દક્ષિણ ડુંગર રેન્જમાં નિમણૂંક અપાઇ છે.

ઉના: ગીરની સીમમાં સિંહો વચ્ચે ઘમાસાન ફાઇટ, સિંહબાળનું મોત


Bhaskar News, Una | 2017-04-14T00:51:00+00:00
બે સિંહોની ફાઇટમાં સિંહબાળનું મોત
બે સિંહોની ફાઇટમાં સિંહબાળનું મોત
સિંહબાળનું મોત સિંહો વચ્ચે થયેલ ઇનફાઇટના કારણે થયુ હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યું
ઉના: ગીરગઢડા તાલુકાના આકોલાળી ગામની સીમમાં જમીન ધરાવતા ભીખાભાઇ દેવશીભાઇ વાજાની વાડીમાં 3 માસનું સિંહબાળ મૃતક હાલતમાં મળી આવતા તેની જાણ જંગલ વિભાના અધિકારીને કરતા તેઓએ મૃતક સિંહબાળ કબ્જે લઇ અને તેને થયેલ ઇજાના નિશાનો જોતા આ સિંહબાળનું મોત સિંહો વચ્ચે થયેલ ઇનફાઇટના કારણે સિંહબાળનું મોત થયુ હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યુ છે.
મૃતક સિંહબાળનો કબ્જો લઇ તપાસ હાથ ધરી
આ બાબતે વનવિભાગનો મોટો કાફલો અને રેસક્યુ ટીમ દ્વારા વાડી વિસ્તારો ખુંદી રહ્યા છે અને આ વિસ્તારમાં રહેલા વનજનાવરોના લોકેશન અને પંજાના નિશાનોના આધારે આવિસ્તારમાં ક્યા જનાવર વચ્ચે ઇનફાઇટ થઇ છે તેની તપાસ ચલાવી રહ્યા છે. હાલ મૃતક સિંહબાળનો કબ્જો લઇ વનવિભાગના એનીમલકેરના ડોક્ટર ઘટના સ્થળ પર સિંહબાળનુ પીએમ કરી તેનું મોતનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. વનપ્રાણી પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે.

વિસાવદરની સિંહ પાછળ કાર દોડાવવાની ઘટના બાદ


સિંહને રંજાડ્યો તો શું સજા થશે ? તેની વન વિભાગ લોકોને જાણકારી આપશે વિશ્વ સિંહ દિને 4 જિલ્લાના 2400 ગામ, શહેરોમાંથી 10.29...
વિસાવદરની સિંહ પાછળ કાર દોડાવવાની ઘટના બાદ
સિંહને રંજાડ્યો તો શું સજા થશે ? તેની વન વિભાગ લોકોને જાણકારી આપશે

વિશ્વ સિંહ દિને 4 જિલ્લાના 2400 ગામ, શહેરોમાંથી 10.29 લાખ લોકોની રેલી કાઢવામાં આવશે

10મીઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ વન વિભાગ દ્વારા શાળા-કોલેજ, સામાજિક સંસ્થાઓ સાથે મળી સિંહના જતનને લઇ જાગૃતિ સંદેશ ફાળવવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ વન વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે રેલીમાં જોડાવવા માંગતા લોકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે.

ઉજવણીમાં જૂનાગઢ,ગીર સોમનાથ, અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. થોડા સમય પહેલા વિસાવદરમાં સિંહ પાછળ વાહન દોડાવવાની ઘટના બની હતી. ઘટના બાદ સિંહને રજાડનાર સામે શું કાયદાકીય જોગવાઇ છે. સિંહને રંજાડનાર સામે કેવા પગલા ભરાઇ શકે છે. તે અંગે પણ ખાસ જાણકારી આપતા પેમ્પલેટ પણ છપાવી તેનું વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું. તેમ ડીઅેફઓ રામ રતન નાલાએ જણાવ્યું હતું. તો ચાલુ વર્ષ 4 જિલ્લાના 2400 ગામ અને શહેરની અંદાજે 4500 જેટલી શાળા, ઉપરાંત સામાજિક સંસ્થાઓ મળી 10.29 લાખ લોકો દ્વારા એક સાથે રેલી કાઢશે તેમ સીસીઅેફ એ.પી.સિંહે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે એક તરફ સિંહની સંખ્યા વધતા સોરઠમાં પ્રવાસનનો બહુ ઝડપથી વિકાસ થયો છે. તો બીજી તરફ સિંહને રંજાડવાની પ્રવૃતિ પણ વધી છે.

સિંહનું મહત્વ દર્શાવતી ડોક્યુમેન્ટરી બતાવાશે

સાસણખાતે સિંહ દિવસ નિમિતે 11થી 12 દરમિયાન રેલી થશે.બાદમાં 12:15થી 12:30 સુધી સિંહ વિશે માહિતી તેમજ તેના મહત્વ વિશે જાણકારી આપતી ડોક્યુમેન્ટરી બતાવાશે. ગીર જંગલમાં સિંહનું સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાશે.

તંત્રએ સિંહોને સલામત સ્થળે ખસેડ્યા

DivyaBhaskar News Network | 2017-07-23T02:35:03+00:00
લાઠીતાલુકાના લુવારીયા કૃષ્ણગઢ ગામની સીમમા ગાગડીયા અને જમકુડી નદીના પાણી બંને તરફ ફરી વળતા એક ટીલા પર ગઇકાલે ત્રણ...
તંત્રએ સિંહોને સલામત સ્થળે ખસેડ્યા
લાઠીતાલુકાના લુવારીયા કૃષ્ણગઢ ગામની સીમમા ગાગડીયા અને જમકુડી નદીના પાણી બંને તરફ ફરી વળતા એક ટીલા પર ગઇકાલે ત્રણ સાવજો ફસાઇ ગયા હતા પાઠડા સાવજોને સલામત સ્થળે ખસેડવા માટે વનવિભાગને પાણી ઉતરે તેની રાહ જોવી પડી હતી. ભારે વરસાદની આગાહીને પગલે સાવજોની સુરક્ષા માટે સમગ્ર વનતંત્રને એલર્ટ પર રાખવામા આવ્યું છે. ખાસ કરીને સાવજોના રહેણાક વિસ્તારમા સતત પેટ્રોલીંગ કરવાની વનકર્મીઓને સુચના અપાઇ છે. કારણ કે અગાઉ પુરના કારણે સાવજોના મોતની ઘટના બની ચુકી છે. કૃષ્ણગઢ લુવારીયાની સીમમા ભારે પુરની વચ્ચે ઉંચી જગ્યાએ ચડી ગયેલા ત્રણેય પાઠડા સાવજો પર તંત્રએ સતત દેખરેખ રાખી હતી અને મોડીરાત્રે પાણી ઉતરતા તેને સલામત વિસ્તાર તરફ ખદેડી દીધા હતા.

દિપડાએ બકરાનો શિકાર પડતો મુકી ત્રણ ભાઇઓને લોહીલુહાણ કર્યા


Jaydev Varu, Amreli | 2017-07-24T00:08:00+00:00
હાકલા પડકારા કરતા દીપડો બકરાને પડતું મુકી તેના પર ત્રાટક્યો,સારવારમાં
ખાંભા: ખાંભાનાં ચક્રવા ગામે રહેતા ખીમભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. ગતરાત્રીના જંગલમાંથી એક દીપડો તેમના ઘરમા દીવાલ કુદી ફળીયામાં રાખવામાં આવેલ બકરાની ઉપર મારણ કરવા હુમલો કર્યો ત્યારે ઓસરીમાં સુતેલા ખીમભાઈ જાગી ગયા અને હાકલા પડકારા કરતા તેમનો પુત્ર હિતાભાઈ પણ જાગી ગયા હતા ત્યારે દીપડાએ બકરાને પડતું મૂકીને તેમના પર હુમલો કર્યો હતો. અને તેમના અન્ય બે ભાઇઓ જે ઘરમાં સુતા હતા તેમાં મગનભાઈ હિતાભાઇને બચાવવા દોડ્યા તો હિતાભાઈને દીપડાએ છોડી દીધા અને મગનભાઈ ઉપર હુમલો કરી દીધો.
મગનભાઈને બચાવવા અજાભાઈએ દીપડા સામે આવ્યા તો મગનભાઈને છોડી દીપડાએ અજાભાઈ પર પણ હુમલો કરી દીધો હતા.ત્રણેયને લોહીલુહાણ કરી દિપડો ભાગી ગયો હતો. બાદમા ખીમભાઈએ ખાંભા 108ને જાણ કરવામાં આવી હતી. 108 દ્વારા ત્રણ ઇજાગ્રસ્તોને તાબડતોબ ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યારે ત્રણ ભાઈઓમાં એકને માથાના ભાગે, એકને હાથમાં અને એકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે આ અંગે સવારમાં ગ્રામજનોને જાણ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. (તસવીર: જયદેવ વરૂ)

લાઠીના દુધાળા ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

DivyaBhaskar News Network | 2017-07-21T04:45:03+00:00
કૃષિરાજયમંત્રી વી.વી.વઘાસીયાના અધ્યાક્ષસ્થાાને લાઠી તાલુકાના દુધાળા ખાતે જિલ્લાતકક્ષાનો ૬૮મો વન મહોત્સ્વ...
લાઠીના દુધાળા ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
કૃષિરાજયમંત્રી વી.વી.વઘાસીયાના અધ્યાક્ષસ્થાાને લાઠી તાલુકાના દુધાળા ખાતે જિલ્લાતકક્ષાનો ૬૮મો વન મહોત્સ્વ યોજવામાં આવ્યો હતો. કૃષિ રાજયમંત્રી વી.વી. વઘાસીયાએ દિપ પ્રાગટ્ય કરતા કહ્યું હતું કે, જળ અને વન જીવન છે ત્યા રે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીએ તે આવશ્યક છે. વૃક્ષોનો ઉછેર કરીએ અને પ્રદૂષણ નિયંત્રણથી પ્રકૃત્તિ અને માનવજીવન બચાવીએ તે જરૂરી છે. ગૌસેવા આયોગના ઉપાધ્યણક્ષશ્રી ચૈતન્ય શંભુ મહારાજે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, પ્રકૃત્તિનું દોહન અટકાવી, જતન કરીએ. વૃક્ષ અને જળએ પ્રેરણા અને સેવાના કેન્દ્રત છે, તે પરોપકાર માટે છે. રાષ્ટ્ર્ને ઉન્નપતિના શિખરે લઇ જવા ગૌ-વન અને જળ રક્ષા કરવી આવશ્યક છે. કલેકટર સંજય અમરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃોત્તિમાં વૃક્ષોનું મહત્વન અનેરું છે. અમરેલી જિલ્લા માં અંદાજે ૨૬ લાખ તેમજ સમગ્ર રાજયમાં અંદાજે ૧૦ કરોડ જેટલા રોપાઓના વાવેતર કરવામાં આવનારા છે. વનઉછેરમાં જનભાગીદારી વધે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

બાબાપુરમાં વાડીમાંથી નિકળતા દીપડો કાંટાળી વાડમાં ફસાઇ ગયો

Bhaskar News, Balapur | 2017-07-23T01:39:00+00:00
વનવિભાગે રેસ્કયુ કરી ઇન્જેકશન મારી બેભાન કરી દીપડાને બહાર કાઢ્યો, લોકોનાં ટોળા ઉમટી પડ્યાં
બાબાપુરમાં વાડીમાંથી નિકળતા દીપડો કાંટાળી વાડમાં ફસાઇ ગયો
બાબાપુરમાં વાડીમાંથી નિકળતા દીપડો કાંટાળી વાડમાં ફસાઇ ગયો
બાબાપુર: અમરેલી તાબાના બાબાપુર ગામે આજે સવારના દસેક વાગ્યા આસપાસ વાડીની વાડમા દિપડો ફસાઇ ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગની રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી અને દિપડાને બેભાન કરી લઇ જવાયો હતો. દિપડો વાડમા ફસાયાની જાણ થતા અહી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

દિપડો વાડમા ફસાઇ ગયાની આ ઘટના અમરેલી તાબાના બાબાપુર ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી આવેલ જયસુખભાઇ રામજીભાઇ રાદડીયાની વાડીમા એક દિપડો આંટાફેરા મારતો હોય અહી વાડમા ફસાઇ ગયો હતો. અહીથી પસાર થતા લોકોનુ ધ્યાન જતા વનવિભાગને જાણ કરવામા આવી હતી.
ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને દિપડાને ઇંજેકશન મારી બેભાન કરી લઇ જવામા આવ્યો હતો. દિપડો વાડમા ફસાઇ ગયાની ગ્રામજનોને જાણ થતા અહી મોટી સંખ્યામા લોકો દિપડાને નિહાળવા દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાબાપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા સિંહ દિપડાનો વસવાટ છે. અનેક વખત અહી સિંહો પણ શિકારની શોધમા આવી ચડે છે.

બાબરા તાલુકાનાં સમઢીયાળા ગામમાં નદીમાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ

Bhaskar News, Babara | 2017-07-21T00:42:00+00:00
સેવાભાવી યુવાનો દોડી ગયા : વનવિભાગને જાણ કરતા રેસ્કયું હાથ ધરાયું
બાબરા તાલુકાનાં સમઢીયાળા ગામમાં નદીમાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ
બાબરા તાલુકાનાં સમઢીયાળા ગામમાં નદીમાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ
બાબરા: બાબરા તાલુકાના સમઢીયાળા ગામે નદીની ઝાડીમાં ઈજાગ્રસ્ત હાલતમાં એક નિલગાય ફસાઇ ગઇ હતી. આ અંગે ગામના સ્થાનિક યુવાનોને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નીલગાયને નદી બહાર કાઢવાની કવાયત હાથ ધરી વનવિભાગને જાણ કરી હતી.

બાબરા તાલુકાના સમઢીયાળા ગામે નીલગાય ઈજાગ્રસ્ત હાલતમાં ગામની સ્થાનિક નદીમા પડેલી જોવા મળતા ગામના સેવાભાવી યુવાન મહેશ દિવેટિયા સહિતના મિત્રો નદીકાંઠે દોડી ગયા હતા. નદીકાંઠે ઝાડીમા નિલગાય ફસાઇ ગઇ હોવાથી પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
યુવાનોએ તાત્કાલિક અસરથી પશુ ડોક્ટરને બોલાવી સારવાર શરૂ કરાવી હતી. યુવાનોના જણાવ્યા અનુસાર ગામના શ્વાન નીલગાયની પાછળ પડતા તે નદીમા પડતા તારની ઝાડીમા ફસાઇ જતા શરીર અને પગના ભાગે ગંભીર ઇજા પહોચી હતી અને આ બાબતે બાબરા ખાતે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

વનરાજને પણ હેરાન કરે છે આ જીવ, જંગલ છોડવા માટે સાવજ મજબૂર

Bhskar News, Amreli | 2017-07-15T23:26:00+00:00
થોડો વરસાદ થતાંજ વનરાજી ખીલી ઉઠી, પણ સાથે મચ્છરોનો યે ઉપદ્રવ વધ્યો
વિસાવદર: ગિરનાં જંગલ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આથી માલધારીઓ પોતપોતાનાં નેસડા તરફ જવા લાગ્યા છે. જ્યારે વન્ય પ્રાણીઓ મચ્છરનાં ભારે ઉપદ્રવને લીધે જંગલની બહાર નિકળવા લાગ્યા છે.

ગિર જંગલ એક તરફ થોડો વરસાદ થતાંજ વનરાજીઓથી ખીલી ઉઠ્યું છે. સાથે જ ગિરનાં જે માલધારીઓ પોતાનાં પશુનાં નિભાવ માટે બહાર ગયા હતા એ પણ હાલ પોતપોતાનાં નેસડામાં પરત આવી ગયા છે. જોકે, વરસાદની સાથેજ ગિરમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધી ગયો છે. આથી ગિરનું અણમોલ રતન કહી શકાય એવા સાવજો તેમજ દિપડા મચ્છરોનાં ઉપદ્રવથી ત્રાસીને રેવન્યુ વિસ્તારોમાં આવવા લાગ્યા છે. આથી જંગલમાં સિંહ-દિપડા જેવા પ્રાણીઓની મુવમેન્ટ વધી ગઇ છે. જોકે, માલધારીઓ અને વનવિભાગનાં સ્ટાફે તો મચ્છરોનો ઉપદ્રવ હોવા છત્તાં જંગલમાંજ રહેવું પડે છે. આથી તેઓ નાની મોટી બિમારીનો પણ ભોગ બનતા હોય છે.

ખાંભામાં સાવજોએ ત્રણ પશુનું મારણ કર્યું, 8 દિ'માં ત્રીજો બનાવ

Bhaskar News, Khambha | 2017-07-11T00:07:00+00:00
  • 4 સિંહો ના ગ્રુપે ખાંભા ની શેરીઓમાં છેલ્લા 8 દિવસ માં ત્રીજી વાર મારણ કરતા ફફડાટ.
  • જંગલમાં પૂરતું મારણના મળતા સિંહો ગામ તરફ વળ્યા.
સાવજ દ્વારા ત્રણ ગાયનું મારણ કરવામાં આવ્યું
સાવજ દ્વારા ત્રણ ગાયનું મારણ કરવામાં આવ્યું
જંગલમાં પૂરતું મારણ ન મળતા સિંહો ગામ તરફ વળ્યા
ખાંભા: ખાંભામાં છેલ્લા આઠેક દિવસથી એક 4 સિંહોના ગ્રુપે ખાંભાના અમુક વિસ્તાર ગમી ગયા હોય તેમ લાગી રહ્યું છે. અને જ્યારે ખાંભાના રહીશો મીઠી મધુર નિંદરમાં હોઈ ત્યારે આ ગ્રુપ ખાંભાની શેરીઓમાં નીકળી પડે અને જે વચ્ચે આવે તેનું મારણ કરી નાખે છે. ત્યારે રાત્રીના શેરીઓમાં ઘમાસાણ અને ધૂળની ડમરીના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ સિંહોના ગ્રુપે આઠ દિવસમાં ત્રીજી વાર મારણ કર્યું છે.

છેલ્લા 8 દિવસથી આ 4 સિંહોનું ગ્રુપ ખાંભાના આશ્રમપરા, નવા ડેપોના પાછળનો વિસ્તાર, હંસાપરા, હોસ્પિટલ રોડ વિસ્તાર, આનંદ સોસાયટી જેવા માનવ વસાહત વાળા વિસ્તારમાં ધામા નાખ્યા હોય તેવું આ વિસ્તારના રહીશોને લાગી રહ્યું છે.

છેલ્લા 8 દિવસમાં આ સિંહોના ગ્રુપે 10 જેટલા રેઢિયાર તેમજ માલિકીના પશુઓના મારણ કર્યા છે. ત્યારે અવાર નવાર ચડી આવતા આ સિંહો દ્વારા જો કોઈ માનવ ઉપર હુમલો થશે ત્યારે શું ? તે વિચારીને હાલમાં રહીશો ફફડી રહ્યા છે. આ સિંહો દ્વારા ખાંભાના આશ્રમપરામાં 1 ગાય, નવા ડેપો પાછળના વિસ્તારમાં એક ગાય, હંસાપરા વિસ્તાર 1 ગાયનું મારણ કર્યું હતું. સવારે આ વાત વાયુ વેગે ખાંભા ગામમાં ફેલાતા લોકો સિંહોની એક ઝલકની આશાએ આ વિસ્તારના આંટાફેરા ચાલુ કર્યા હતા. પરંતુ તેવોને માત્ર મારણ જોઈને સંતોષ માન્યો હતો.

અમરેલી: અડધી રાતે જંગલમાં 12 સિંહોની વચ્ચે 108 એમ્બ્યુલન્સમાં આમ થઈ ડિલિવરી

divyabhaskar.com | 2017-07-03T13:20:00+00:00
અઢીથી ત્રણ વાગ્યા આસપાસ સિંહનાં ટોળાંએ 108 એમ્બ્યુલન્સને ઘેરી લેતાં આખી ટીમ ચિંતામાં મુકાઈ ગઈ હતી
અમરેલી પંથકમાં ઘણી વાર રસ્તા પર સિંહ ઊતરી આવતાં હોય છે. તો સિંહો વાહનો પણ રોકી લેતાં હોય એવી ઘટના બનતી હોય છે. ત્યારે જાફરાબાદમાં આવી જ એક દિલધડક ઘટના બની હતી. થયું એવું કે રાતે અઢીથી ત્રણ વાગ્યા આસપાસ સિંહનાં ટોળાંએ એક 108 એમ્બ્યુલન્સને ઘેરી લીધી હતી. જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામથી એક સગર્ભાને 108માં હોસ્પિટલ લવાઈ રહી હતી. ગામથી ત્રણેક કિલોમિટર દૂર જંગલ વિસ્તારમાં મહિલાને દુખાવો થતાં ગાડી ઊભી રાખી હતી. જેવી 108 ઊભી રહી કે 10થી 12 સિંહોએ એમ્બ્યુલન્સને ઘેરી લીધી હતી. આ ઘટનાથી આખી ટીમ ચિંતામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ ગાડીને સિંહોએ ઘેરી લીધી હતી અને બીજી બાજુ એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાને અસહ્ય પીડા થઈ રહી હતી. જોકે ડોક્ટરની સલાહ પ્રમાણે ગાડીમાં જ મહિલાની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે સિંહોએ ગાડીને ઘેરી લીધી હતી પણ કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. તો મેડિકલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે 108ની ટીમ પણ જંગલમાં બનતી આવી ઘટનાઓથી પરિચિત હતી. આથી કોઈ મુશ્કેલી ન પડી. આખરે બાળક અને માતાને જાફરાબાદની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

સિંહોએ રહેણાક વિસ્તારમાં ધૂસી 6 પશુનું કર્યું મારણ, લોકોમાં ભયનો માહોલ

Bhaskar News, Amreli | 2017-07-04T01:43:00+00:00
ખાંભાની શેરીઓમાં મધરાત્રે સાવજોએ કર્યા છ પશુનાં મારણ
ખાંભાની શેરીઓમાં મધરાત્રે સાવજોએ કર્યા છ પશુનાં મારણ
ગામડાઓમાં ધસી આવતા ભૂખ્યા સિંહોને રોકવા વનતંત્ર સંદતર નિષ્ફળ રહ્યું : લોકોમાં ભયનો માહોલ
અમરેલી: ગીરકાંઠાના ખાંભા તાલુકામાં સાવજો અવાર નવાર માલધારીઓના ઉપયોગી પશુઓનું મારણ કરતા રહે છે. પરંતુ ગઇરાત્રે તો ખાંભા શહેરમાં જાણે આંતકવાદીઓનું ટોળુ ત્રાટક્યુ હોય તેમ સાવજોએ જુદા જુદા વિસ્તારમાં છ પશુઓનું મારણ કરતા ચકચાર મચી જવા પામી છે.

ખાંભામાં ગઇરાત્રે સાવજોએ હાહાકાર મચાવ્યો હતો. અહિં મધ્યરાત્રીના સાવજોનું ટોળુ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફર્યુ હતું અને રસ્તા પર રખડતા ગાય-ખુંટીયાના મારણ કર્યા હતાં. રાત્રીના સમયે ગામલોકો મીઠી નિંદ્રામાં હતા ત્યારે શેરી-ગલીઓમાં સાવજોએ રીતસર આંતક મચાવ્યો હતો. ખાંભાના આશ્રમપરામાં આવેલી હાઇસ્કૂલની પાછળ સાવજોએ ત્રણ પશુઓનું મારણ કર્યુ હતું. આ ઉપરાંત પીપળવા રોડે પણ એક પશુનું મારણ કર્યુ હતું.

ભુખ્યા થતા શીકારની શોધમાં નિકળેલા સાવજોએ મહાદેવપરામાં એક તથા હંસાપરામાં બે વાછરડાનું મારણ પણ કર્યુ હતું. સવારે આ અંગે ગામલોકોને જાણ થતા સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો હતો. ખાંભા શહેર ગીર બોર્ડર અને મીતીયાળા અભ્યારણ્યની નજીક આવેલુ છે. વળી શહેર ફરતે ત્રણ નદીઓ પણ આવેલી છે. જેથી અવાર નવાર શિકાર અને પાણીની શોધમાં સાવજો આ તરફ આવી ચડે છે.