Bhaskar News, Khambha | 2017-07-11T00:07:00+00:00
જંગલમાં પૂરતું મારણ ન મળતા સિંહો ગામ તરફ વળ્યા
ખાંભા: ખાંભામાં છેલ્લા આઠેક દિવસથી એક 4
સિંહોના ગ્રુપે ખાંભાના અમુક વિસ્તાર ગમી ગયા હોય તેમ લાગી રહ્યું છે. અને
જ્યારે ખાંભાના રહીશો મીઠી મધુર નિંદરમાં હોઈ ત્યારે આ ગ્રુપ ખાંભાની
શેરીઓમાં નીકળી પડે અને જે વચ્ચે આવે તેનું મારણ કરી નાખે છે. ત્યારે
રાત્રીના શેરીઓમાં ઘમાસાણ અને ધૂળની ડમરીના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ
સિંહોના ગ્રુપે આઠ દિવસમાં ત્રીજી વાર મારણ કર્યું છે.
છેલ્લા 8 દિવસથી આ 4 સિંહોનું ગ્રુપ ખાંભાના આશ્રમપરા, નવા ડેપોના પાછળનો વિસ્તાર, હંસાપરા, હોસ્પિટલ રોડ વિસ્તાર, આનંદ સોસાયટી જેવા માનવ વસાહત વાળા વિસ્તારમાં ધામા નાખ્યા હોય તેવું આ વિસ્તારના રહીશોને લાગી રહ્યું છે.
છેલ્લા 8 દિવસમાં આ સિંહોના ગ્રુપે 10 જેટલા રેઢિયાર તેમજ માલિકીના પશુઓના મારણ કર્યા છે. ત્યારે અવાર નવાર ચડી આવતા આ સિંહો દ્વારા જો કોઈ માનવ ઉપર હુમલો થશે ત્યારે શું ? તે વિચારીને હાલમાં રહીશો ફફડી રહ્યા છે. આ સિંહો દ્વારા ખાંભાના આશ્રમપરામાં 1 ગાય, નવા ડેપો પાછળના વિસ્તારમાં એક ગાય, હંસાપરા વિસ્તાર 1 ગાયનું મારણ કર્યું હતું. સવારે આ વાત વાયુ વેગે ખાંભા ગામમાં ફેલાતા લોકો સિંહોની એક ઝલકની આશાએ આ વિસ્તારના આંટાફેરા ચાલુ કર્યા હતા. પરંતુ તેવોને માત્ર મારણ જોઈને સંતોષ માન્યો હતો.
No comments:
Post a Comment