Bhskar News, Amreli | 2017-07-15T23:26:00+00:00
થોડો વરસાદ થતાંજ વનરાજી ખીલી ઉઠી, પણ સાથે મચ્છરોનો યે ઉપદ્રવ વધ્યો
વિસાવદર: ગિરનાં જંગલ વિસ્તારમાં છેલ્લા
થોડા દિવસોથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આથી માલધારીઓ પોતપોતાનાં
નેસડા તરફ જવા લાગ્યા છે. જ્યારે વન્ય પ્રાણીઓ મચ્છરનાં ભારે ઉપદ્રવને લીધે જંગલની બહાર નિકળવા લાગ્યા છે.
ગિર જંગલ એક તરફ થોડો વરસાદ થતાંજ વનરાજીઓથી ખીલી ઉઠ્યું છે. સાથે જ ગિરનાં જે માલધારીઓ પોતાનાં પશુનાં નિભાવ માટે બહાર ગયા હતા એ પણ હાલ પોતપોતાનાં નેસડામાં પરત આવી ગયા છે. જોકે, વરસાદની સાથેજ ગિરમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધી ગયો છે. આથી ગિરનું અણમોલ રતન કહી શકાય એવા સાવજો તેમજ દિપડા મચ્છરોનાં ઉપદ્રવથી ત્રાસીને રેવન્યુ વિસ્તારોમાં આવવા લાગ્યા છે. આથી જંગલમાં સિંહ-દિપડા જેવા પ્રાણીઓની મુવમેન્ટ વધી ગઇ છે. જોકે, માલધારીઓ અને વનવિભાગનાં સ્ટાફે તો મચ્છરોનો ઉપદ્રવ હોવા છત્તાં જંગલમાંજ રહેવું પડે છે. આથી તેઓ નાની મોટી બિમારીનો પણ ભોગ બનતા હોય છે.
No comments:
Post a Comment