DivyaBhaskar News Network | 2017-07-16T03:10:03+00:00
મધુરમના મંગલધામ સેન્ટર ખાતે કરાશે યોગ મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો સોમવારે કરશે યોગ તપસ્યા ...
વિશેષ યોગ દ્વારા પ્રકૃતિને અપાશે શાંતિના વાઇબ્રેશન
મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો સોમવારે કરશે યોગ તપસ્યા
જૂનાગઢમાંઓછી મેઘ મહેરથી લોકો ચિંતાતુર બન્યા છે ત્યારે રૂઠેલા મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો દ્વારા યોગ તપસ્યા કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં મેઘરાજા કોઇ અકળ કારણોસર મન મૂકીને વરસતા નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે પરંતુ ગરવા ગઢ ગિરનારની ભૂમિ મેઘરાજાની કૃપાથી બાકી રહી જાય છે. માત્ર હળવા ઝાપટાથી લોકોને સંતોષ માની લેવો પડે છે. ઓછો વરસાદ વરસતા લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. દિવસભર વાતાવરણ ડામાડોળ રહે છે પરંતુ જોઇએ તેવી મેઘ વર્ષા થતી હોય મેઘરાજાને મનાવવા બ્રહ્માકુમારી બહેનો દ્વારા વિશેષ યોગ તપસ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
મધુરમના મંગલધામ 1 ખાતેના બ્રહ્માકુમારી સેન્ટર ખાતે યોગ કાર્યક્રમ યોજાશે. બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય સંચાલીકા રાજયોગીની પુ. દમયંતિ દીદી અને બિના દીદીના માર્ગદર્શન હેઠળ મધુરમના મંગલધામ 1 ખાતે મનીષા દીદી યોગ કરાવશે.
જેમાં 17 જુલાઇને સોમવારે સવારના 8 થી 11 અને સાંજના 3 થી રાત્રીના 8 વાગ્યા સુધી એમ દિવસના 12 કલાકમાંથી 8 કલાક સુધી યોગ તપસ્યા દ્વારા પ્રકૃતિને શાંતિના વાઇબ્રેશન આપવામાં આવશે અને તેના દ્વારા મેઘરાજાને મનાવી જૂનાગઢ પર ભરપૂર મેઘ મહેર થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે.
No comments:
Post a Comment