Monday, July 31, 2017

વિસાવદરની સિંહ પાછળ કાર દોડાવવાની ઘટના બાદ


સિંહને રંજાડ્યો તો શું સજા થશે ? તેની વન વિભાગ લોકોને જાણકારી આપશે વિશ્વ સિંહ દિને 4 જિલ્લાના 2400 ગામ, શહેરોમાંથી 10.29...
વિસાવદરની સિંહ પાછળ કાર દોડાવવાની ઘટના બાદ
સિંહને રંજાડ્યો તો શું સજા થશે ? તેની વન વિભાગ લોકોને જાણકારી આપશે

વિશ્વ સિંહ દિને 4 જિલ્લાના 2400 ગામ, શહેરોમાંથી 10.29 લાખ લોકોની રેલી કાઢવામાં આવશે

10મીઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ વન વિભાગ દ્વારા શાળા-કોલેજ, સામાજિક સંસ્થાઓ સાથે મળી સિંહના જતનને લઇ જાગૃતિ સંદેશ ફાળવવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ વન વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે રેલીમાં જોડાવવા માંગતા લોકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે.

ઉજવણીમાં જૂનાગઢ,ગીર સોમનાથ, અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. થોડા સમય પહેલા વિસાવદરમાં સિંહ પાછળ વાહન દોડાવવાની ઘટના બની હતી. ઘટના બાદ સિંહને રજાડનાર સામે શું કાયદાકીય જોગવાઇ છે. સિંહને રંજાડનાર સામે કેવા પગલા ભરાઇ શકે છે. તે અંગે પણ ખાસ જાણકારી આપતા પેમ્પલેટ પણ છપાવી તેનું વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું. તેમ ડીઅેફઓ રામ રતન નાલાએ જણાવ્યું હતું. તો ચાલુ વર્ષ 4 જિલ્લાના 2400 ગામ અને શહેરની અંદાજે 4500 જેટલી શાળા, ઉપરાંત સામાજિક સંસ્થાઓ મળી 10.29 લાખ લોકો દ્વારા એક સાથે રેલી કાઢશે તેમ સીસીઅેફ એ.પી.સિંહે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે એક તરફ સિંહની સંખ્યા વધતા સોરઠમાં પ્રવાસનનો બહુ ઝડપથી વિકાસ થયો છે. તો બીજી તરફ સિંહને રંજાડવાની પ્રવૃતિ પણ વધી છે.

સિંહનું મહત્વ દર્શાવતી ડોક્યુમેન્ટરી બતાવાશે

સાસણખાતે સિંહ દિવસ નિમિતે 11થી 12 દરમિયાન રેલી થશે.બાદમાં 12:15થી 12:30 સુધી સિંહ વિશે માહિતી તેમજ તેના મહત્વ વિશે જાણકારી આપતી ડોક્યુમેન્ટરી બતાવાશે. ગીર જંગલમાં સિંહનું સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાશે.

No comments: