Monday, July 31, 2017

ઉના: ગીરની સીમમાં સિંહો વચ્ચે ઘમાસાન ફાઇટ, સિંહબાળનું મોત


Bhaskar News, Una | 2017-04-14T00:51:00+00:00
બે સિંહોની ફાઇટમાં સિંહબાળનું મોત
બે સિંહોની ફાઇટમાં સિંહબાળનું મોત
સિંહબાળનું મોત સિંહો વચ્ચે થયેલ ઇનફાઇટના કારણે થયુ હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યું
ઉના: ગીરગઢડા તાલુકાના આકોલાળી ગામની સીમમાં જમીન ધરાવતા ભીખાભાઇ દેવશીભાઇ વાજાની વાડીમાં 3 માસનું સિંહબાળ મૃતક હાલતમાં મળી આવતા તેની જાણ જંગલ વિભાના અધિકારીને કરતા તેઓએ મૃતક સિંહબાળ કબ્જે લઇ અને તેને થયેલ ઇજાના નિશાનો જોતા આ સિંહબાળનું મોત સિંહો વચ્ચે થયેલ ઇનફાઇટના કારણે સિંહબાળનું મોત થયુ હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યુ છે.
મૃતક સિંહબાળનો કબ્જો લઇ તપાસ હાથ ધરી
આ બાબતે વનવિભાગનો મોટો કાફલો અને રેસક્યુ ટીમ દ્વારા વાડી વિસ્તારો ખુંદી રહ્યા છે અને આ વિસ્તારમાં રહેલા વનજનાવરોના લોકેશન અને પંજાના નિશાનોના આધારે આવિસ્તારમાં ક્યા જનાવર વચ્ચે ઇનફાઇટ થઇ છે તેની તપાસ ચલાવી રહ્યા છે. હાલ મૃતક સિંહબાળનો કબ્જો લઇ વનવિભાગના એનીમલકેરના ડોક્ટર ઘટના સ્થળ પર સિંહબાળનુ પીએમ કરી તેનું મોતનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. વનપ્રાણી પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે.

No comments: