100 મહિલા બીટગાર્ડને સાસણ ખાતે અપાશે તાલીમ વનવિભાગમાં થોડા સમય પહેલા ભરતી પામેલા બીટ ગાર્ડ પૈકી 100 મહિલા બીટ...
વન વિભાગમાં નવ નિયુક્ત
વનવિભાગમાં થોડા સમય પહેલા ભરતી પામેલા બીટ ગાર્ડ પૈકી 100 મહિલા બીટ ગાર્ડને આગામી 1 ઓગસ્ટથી સાસણ ખાતે તાલીમ આપવામાં આવશે.
વન વિભાગ દ્વારા થોડા સમય પહેલા બીટગાર્ડની કામગીરી હાથ ધરાઇ હતી. નવ નિયુક્ત બીટ ગાર્ડ પૈકી 100 જેટલી મહિલા બીટગાર્ડને આગામી 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેની કામગીરીને લઇ પ્રાથમિક તાલીમ આપવામાં આવશે. તાલીમ સાસણ ખાતે યોજાશે.તાલીમાર્થીઓને તેની કામગીરી,ગીર જંગલ વિશે પ્રાથમિક વિગત,વન્યપ્રાણી, ને લગતી માહિતી,જંગલમાં કામ કરતી વખતે શું કાળજી રાખવી,તેમજ કાયદાકીય માહિતી પણ આપવામા આવશે. તેમ સાસણના ડીઅેફઓ રામરતન નાલાએ જણાવ્યું હતું. તમામ મહિલા બીટગાર્ડ 30 જુલાઇએ રિપોર્ટ કરશે.
No comments:
Post a Comment