સતત વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થતાં લોકો નજારો જોવા માટે ઊમટી પડ્યા હતા
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 72 કલાકથી ગિરનાર
પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગિરનાર પર નવા
નીર આવ્યા છે. પર્વત પર વરસાદ પડતાં પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઊઠી હતી.
ગિરનાર પરથી પડતાં ઝરણાંને માણવા લોકો ઊમટી પડ્યા હતા. તો વરસાદને કારણે
ઘરો અને મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આસ્થાનું કેન્દ્ર એવા દામોદર કુંડ
પાસે પૂરના જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસાદને કારણે વિલિંગ્ડન પણ ડેમ
પણ ઓવરફ્લો થયો હતો. તો લોકોએ વરસાદને વધાવી મેઘરાજાને ભાવભીનું આમંત્રણ
આપ્યું હતું. અનરાધાર વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી
હતી.
No comments:
Post a Comment