Wednesday, January 31, 2018

સાસણમાં વનખાતું ખાલી સિંહ જ નથી દેખાડતું સાથે પ્રકૃતિ શિક્ષણ પણ આપે છે


DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 11:10 AM IST
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન આખા દેશમાં એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત છે. આ સાથે અહીંની જૈવિક વિવિધતા પણ ઉડીને આંખે વળગે...
સાસણમાં વનખાતું ખાલી સિંહ જ નથી દેખાડતું સાથે પ્રકૃતિ શિક્ષણ પણ આપે છે
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન આખા દેશમાં એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત છે. આ સાથે અહીંની જૈવિક વિવિધતા પણ ઉડીને આંખે વળગે એવી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે એશિયાટિક સિંહો 10 હજાર ચોરસ કિમી કરતાં વધુ વિસ્તારમાં વિહરે છે. જેમાં જૂનાગઢ, ગિર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓનાં 1500 ગામડાંનો સમાવેશ થાય છે. સિંહોની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો હોઇ સમયાંતરે તેમનાં સંવર્ધન માટે અનેક પડકારોનો પણ સામનો કરવો પડે છે. એમ સાસણનાં ડીએફઓ અને ગિર અભયારણ્યનાં વડા રામ રતન નાલા કહે છે. તેઓ વધુમાં ઉમેરે છે કે, અમારા માટે લોકોને વન્ય પ્રાણીઓ અને જંગલ વિશેનું જ્ઞાન આપવું આ સંજોગોમાં ખુબજ જરૂરી બન્યું છે. વનવિભાગ આ માટે પ્રકૃતિ શિક્ષણ શિબીરોનું આયોજન કરે છે. જેમાં બાળકો, સામાજીક સંસ્થાઓ, ગિર આસપાસ વસવાટ કરતા લોકો, વગેરેને વનસંપદાનાં મહત્વ અને તેનાં સંરક્ષણ માટે વિવિધ પગલાં કેવી રીતે લઇ શકાય તેમાં સામાન્ય નાગરિકોની ભૂમિકા શી હોઇ શકે એના વિશેની માહિતી અપાય છે. આ શિબિરોમાં સ્વચ્છતા, જંગલનાં સંરક્ષણ, વન્યપ્રાણીઓ, વગેરે બાબતો આવરી લેવાય છે. છેક 1976 થી લઇને અત્યાર સુધીમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાણકારી અપાઇ છે.

શિબીરની દિનચર્યા | 3 દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબીરમાં દિવસની શરૂઆત યોગથી થાય છે. ત્યારબાદ વકતવ્ય અને ફિલ્ડમાં લઇ જઇ પ્રકૃતિ સાથે જોડાયેલા નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવે છે.

No comments: