Bhaskar News, Amreli | Last Modified - Dec 28, 2017, 12:59 AM IST
શિબિર દરમિયાન છાત્રોએ દરિયાઇ જીવ સૃષ્ટી વિશે વિસ્તૃત માહીતી મેળવી
અમરેલીનાં છાત્રો નરારા ટાપુ ખાતે પ્રાકૃતીક શૈક્ષણિક શિબિરમાં જોડાયા
અમરેલી: દર વર્ષે અમરેલી કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ
કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને જામનગર પાસે આવેલ નરારા ટાપુ ખાતે
મરીશ નેશન પાર્કમાં પ્રાકૃતીક શૈક્ષણીક શિબિર માટે લઇ જવામાં આવે છે. આ
વર્ષે પણ સાયન્સ વિભાગના કોમ્પ્યુટર વિભાગના સ્ટાફ દ્વારા કુલ 50
વિદ્યાર્થીઓને નરારા ટાપુ ખાતે મરીન નેશનલ પાર્કમાં પ્રાકૃતીક શૈક્ષણીક
શિબિર માટે લઇ જવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓએ અહીં વિવિધ દરીયાઇ જીવ
સૃષ્ટી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
શિબિર દરમિયાન છાત્રોએ દરિયાઇ જીવ સૃષ્ટી વિશે વિસ્તૃત માહીતી મેળવી
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ અહીં જોવા મળતા વિવિધ દરીયાઇ જીવોને હાથમાં લઇ અલગ
અલગ અનુભવ પણ કર્યો હતો. જેમ કે વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના કરચલા,
ઓક્ટોપસ, સ્ટાર ફીશ, એન્જલ ફીશ, કોરલ, પપર ફીશ, વિગેરે દરિયાઇ જીવોને
હાથમાં લઇ અલગ અલગ અનુભવ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન
પ્રિન્સીપાલ ડો. અતુલભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સફળ સંચાલન
પ્રો.દિનેશભાઇ લાલકીયા, પ્રો.રવીભાઇ જોશી, પ્રો. ધર્મેશભાઇ, પ્રો. રૂષિભાઇ,
તથા પ્રો. વિપુલભાઇ બાલધા દ્વારા કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment