Bhaskar News, Somnath | Last Modified - Jan 10, 2018, 02:25 AM IST
અહીં આ પક્ષીઓને લોકો ખાવાની ચીજ વસ્તુઓ આપતા હોય મિત્રતા થઇ ગઇ છે
સોમનાથ: આ કોઇ વિદેશી પક્ષી નથી, સોમનાથ ત્રિવેણી સંગમમાં દરિયા
કિનારા વિસ્તારમાં કલા નામનાં સફેદ પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા
છે. અહીં આ પક્ષીઓને લોકો ખાવાની ચીજ વસ્તુઓ આપતા હોય મિત્રતા થઇ ગઇ છે.
યાત્રીકો કિનારે આવતા પક્ષીઓ તેમની આજુબાજુ ઉડવા માંડે છે ત્યારે લોકો તેની
સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી.
ચોમાસામાં બચ્ચાનો ઉછેર કરે છે
ત્રિવેણી સંગમ નજીક જોવા મળતા સફેદ રંગનાં આ કલા પક્ષી ચોમાસા દરમિયાન દરિયા કિનારે બચ્ચાનો ઉછેર કરે છે અને શિયાળામાં આ બચ્ચા મોટા થઇ જતાં અહીં ઉડતા જોવા મળે છે.
ત્રિવેણી સંગમ નજીક જોવા મળતા સફેદ રંગનાં આ કલા પક્ષી ચોમાસા દરમિયાન દરિયા કિનારે બચ્ચાનો ઉછેર કરે છે અને શિયાળામાં આ બચ્ચા મોટા થઇ જતાં અહીં ઉડતા જોવા મળે છે.
No comments:
Post a Comment