DivyaBhaskar News Network | Last Modified - Jan 29, 2018, 02:20 AM IST
પ્રશ્ન : ઉછરતા આંબાના છોડ અથવા મોટા ઝોડ એકાએક કેવી રીતે સૂકાય જાય છે?
જવાબ : છોડના થડ પર ગુંદર નીકળતો હોય, જમીન ભારે...
પ્રશ્ન : ઉછરતા આંબાના છોડ અથવા મોટા ઝોડ એકાએક કેવી રીતે સૂકાય જાય છે? જવાબ : છોડના થડ પર ગુંદર નીકળતો હોય, જમીન ભારે કાળી, ચીકણી અને પાણી ભરાઈ રહેતું હોય તો છોડ સૂકાય જાય છે. તેમજ ઠંડી 4-5 ડિગ્રી સુધી પહોંચી ગઈ હોય અને આંબાનો મેઢ લાગ્યો હોય ત્યારે સૂકાય જાય છે. તેમજ રોપેલી કલમોના મૂળકાંડના મૂળ એકદમ ગુંચળુ વળી ગયા હોય ત્યારે પણ સૂકાય જાય છે. આ ઉપરાંત ડાય બેક એટલે કે સૂકારો લાગ્યો હોય તો પણ આંબાના છોડ કે વૃક્ષ સૂકાય છે. આ પ્રશ્નોના ઉકેલમાં પ્રથમ તેનું મૂળ તપાસી નિદાન કરવું જોઇએ. ત્યારબાદ તેનો ઉપાય શોધવો જોઇએ. જમીનના નિતારનો પ્રશ્ન હોય તો જીપ્સમ છોડ દીઠ ઉમર પ્રમાણે 1-2 કિલો ખામણામાં ભેળવો અને પૂષ્કળ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઇએ. લીલો પડવાશ કરો અને તેને ફુલ આવ્યા બાદ ખામણામાં દાટો, કઠોળ વર્ગના પાકને મિશ્ર પાક તરીકે લેવા જોઇએ.
ખેડૂતોના પ્રશ્નો
જયેશ પટેલ, ખેડૂત, અંભેટા
No comments:
Post a Comment