DivyaBhaskar News Network | Last Modified - Jan 12, 2018, 11:15 AM IST
ગિરના સિંહોનું અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાને બદલે સૌરાષ્ટ્રમાં જ તેમનું બીજું ઘર બને અને તેમને ગીર જેવુજ માફક...
ગિરના સિંહોનું અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાને બદલે સૌરાષ્ટ્રમાં જ તેમનું
બીજું ઘર બને અને તેમને ગીર જેવુજ માફક આવે તેવું વાતાવરણ મળી રહે તે માટે
પોરબંદરના બરડા અભ્યારણ્યને વૈકલ્પિક વસવાટ માટે પસંદ કરાયું હતું. અને
સરકારે ત્રણ વર્ષ પૂર્વે પ્રાયોગિક ધોરણે અહી 2 સિંહયુગલને સાસણગીરમાંથી
લાવી વસાવવામાં આવ્યા હતા. આ બંને સિંહયુગલે 4 સિંહ બાળને જન્મ આપ્યો હતો.
જેમાંથી ૨ બાળસિંહનું જન્મતાની સાથેજ મરણ થયું હતું. અને બાદમાં 1 મોટા
સિંહ અને 1 બાળસિંહનું મોત નીપજ્યું હતું. તેથી અહી સિંહોની સંખ્યા ઘટી જતા
1 વધુ સિંહને જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી લાવવા માટે તજવીજ હાથ
ધરવામાં આવી હતી. પરંતુ આ અંગે ચારેક મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ
સુધી આ બાબતે કશું નક્કર પરિણામ આવ્યું નથી. પોરબંદરના બરડા અભ્યારણ્યમાં ગીરના સિંહને વસાવવા માટે ગત તા. ૧૩-૧૦-૨૦૧૪નાં રોજ પ્રાયોગિક ધોરણે યુવરાજ સિંહ અને સરિતા સિંહણ તથા નાગરાજ સિંહ અને પાર્વતી સિંહને લાવવામાં આવ્યા હતા. આ બન્ને સિંહયુગલો પૈકી નાગરાજ અને પાર્વતીએ કુલ ૪ સિંહ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી 2 સિંહબાળના જન્મતાની સાથેજ મોત થયા હતા, જ્યારે એક નર અને માદા બન્ને બચ્ચા જીવીત રહેતા તેને નાગેશ્વરી અને નાગરાજ નામ આપવામાં આવ્યા હતા. બાદમાં વનવિભાગ દ્વારા યોગ્ય જતન કરવા છતાં યુવરાજ નામના સિંહનું બિમારી સબબ મોત થયું હતું ત્યારબાદ સિંહબાળ નાગેશ્વરનું પણ ગત તા. ૨૦-૭-૨૦૧૭ના રોજ મોત થયું હતું. 4 સિંહ પૈકી ૧નું મોત થતાં તેના સ્થાને વધુ એક સિંહ લાવવાની વનવિભાગ દ્વારા ઘણા લાંબા સમયથી કાર્યવાહી ચાલી રહી હતી, અંતે સક્કરબાગમાંથી વધુ એક એવન નામનો સિંહને અહી લાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ એ વાતને ચાર ચાર મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારી બાબુશાહી કે પછી સરકારી મંથર ગતિને લીધે હજુ સુધી આ સિંહને અહી લાવી શકાયો નથી પોરબંદરના બરડા અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન યોગ્ય રીતે થાય તે રીતે લાયન જીનપુલ સેન્ટર માટે લાયન એનિમલ યુનિટ-1 તથા યુનિટ-2 બનાવવામાં આવ્યા છે. દરેક યુનિટમાં એનિમલ હાઉસ, સ્ક્રોલ, સર્વિસ સેટ, લોફીંગ ગ્રાઉન્ટ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજીત 30 હેક્ટરમાં લાયન માટે મોટું એન્ક્લોઝર બનાવવામાં આવ્યું છે.
નાગરાજનું મોત બાદ બરડામાં 3 સિંહ રહી ગયા
યુવરાજ અને સરીતા તેમજ નાગરાજ અને પાર્વતી આ બન્ને યુગલો પૈકી નાગરાજ અને પાર્વતીએ કુલ 4 સિંહ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી 2 સિંહબાળના મોત થયા હતા, જ્યારે એક નર અને માદા બન્ને બચ્ચા જીવીત રહેતા તેને નાગેશ્વરી અને નાગરાજ આપવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા યોગ્ય જતન કરવા છતાં યુવરાજ નામના સિંહનું બિમારી સબબ મોત થયું હતું ત્યારબાદ સિંહબાળ નાગેશ્વરનું ગત તા. 20/7/2017 ના રોજ મોત થતાં બરડા અભ્યારણ્યમાં 4 સિંહ પૈકી 1 નું મોત થતાં 3 સિંહ રહી ગયાં છે.
No comments:
Post a Comment