Wednesday, January 31, 2018

મોરબીમાં 3 વર્ષ પહેલાં 1,11,111 વૃક્ષો વાવી બિનઉપજાઉ ભૂમિને હરિયાળી બનાવી


Bhaskar News , Morbi | Last Modified - Jan 30, 2018, 12:32 AM IST
4500 વીઘામાં પથરાયેલ પાંજરાપોળ 3500થી વધુ ગાયનું આશ્રય,માસિક 1 કરોડનો ખર્ચ, 800 વીઘા ગાયોનો ઘાસચારો ઉગાડયો
મોરબીમાં 3 વર્ષ પહેલાં 1,11,111 વૃક્ષો વાવી બિનઉપજાઉ ભૂમિને હરિયાળી બનાવી
મોરબીમાં 3 વર્ષ પહેલાં 1,11,111 વૃક્ષો વાવી બિનઉપજાઉ ભૂમિને હરિયાળી બનાવી
મોરબી: મોરબીના સીરામીક ઇન્ડસ્ટ્રી વચ્ચે મકનસર નજીક આવેલ મોરબી પાંજરાપોળ 4500 વિઘા જમીનમાં પથરાયેલ છે .આ ગૌશાળામાં અગાઉ એક સાથે અસંખ્ય ગાય ઘાસચારા વાંકે મોતને ઘાટ ઉતરી ગઈ હતી. નવા ટ્રસ્ટી મંડળ દ્વારા ગૌશાળાની કામગીરીમાં જડમૂળથી સુધારા કરાયા અને આજે ત્રણ વર્ષ બાદ આ ગૌશાળાની તસ્વીર બદલાઈ ગઈ છે. આ ગૌશાળામાં હાલ 3500 જેટલી અલગ અલગ ઓલાદની ગાય રહે છે સૌથી મહત્વની વાત એ છે કે પાલિકાની ઢોર પકડની ટીમ અહીં ગાય પરત ન કરવાની શરતે રાખવામાં આવે છે.
હાલ આ ગાયની નિભાવ ખર્ચ માસિક એક.કરોડ જેટલો છે આ ખર્ચ ઘટાડવા 800 વિઘા જમીનમાં જ અલગ અલગ પ્રકારના ચારો ઉગાડવામાં આવે છે. જેમાં ગાયના મડમૂત્રથી તૈયાર કરેલ સેન્દ્રીય ખાતર જ વાપરવામાં આવે છે.તો કિંમતી જમીન કોઈ અન્ય લોકો પચાવી ન પડે અને બંજર પડેલી જમીનમાં સામાજીક વનીકરણ હેઠળ વનવિભાગને સાથે રાખી 1,11,111 વૃક્ષ વાવી ત્રણ વર્ષમાં જમીનને હરિયાળી બનાવી દીધી છે. હાલ ગાયના પીવાના તેમજ ચારાના પિયત માટે તેં 3 તળાવ નું તેમજ ગૌશાળાની ફરતે દીવાલ બનાવવાનું કામ કરવાનું હોય જેથી તેમાં આર્થિક મદદની જરૂર થતા સીરામીક ઉધોગકારોને દાન આપવા અપીલ કરાઈ છે.
ગાયના દૂધથી બનતું ઘી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતાને આપવામાં આવશે
હાલ આ ગૌશાળામાં 3હજાર લીટર દૂધનું ઉત્પાદન થાય છે જે 30 હાજર લીટર સુધીનું આયોજન છે . આ દૂધથી તૈયાર થનારુ ઘી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતી ગરીબ પ્રસૂતા માતા અને તેના સંતાનોને શિરો અને અન્ય પૌષ્ટિક આહાર આપવાનું આયોજન હોવાનું ટ્રસ્ટી વેલજીભાઈ પટેલે જણાવ્યું છે.

No comments: