Jaydev Varu, Amreli | Last Modified - Jan 07, 2018, 12:27 AM IST
નાગેશ્રી રેસ્ક્યુ ટિમએ ગણતરીની કલાકોમાં સિંહ બાળને બચાવી લીધું ગામ લોકોએ વનવિભાગની કામગીરી બિરદાવી
અમરેલી: જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી નાગેશ્રી વિસ્તારમાં સિંહોનો
દબદબો છે. અહીં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે. ત્યારે આજે ધોળાદ્રી
ગામની સિમમાં આવેલ સરકારી પડતર જમીનમાં 8 ફૂટના ખાડામાં 7 માસનું સિંહ બાળ
ખાબકતા નાગેશ્રી ગામના પૂર્વ સરપંચ અને સિંહ પ્રેમી અજયભાઇ વરૂએ વનવિભાગને
જાણ કરતા રાજુલા વનવિભાગ અને નાગેશ્રી રેસ્ક્યુ ટિમ તાત્કાલિક ધોળાદ્રી ગામ
નજીક પોહચી અને સિંહબાળનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું ગણતરીની
મિનિટોમાં સિંહબાળને ખાડામાંથી બહાર કાઢી સિંહ બાળને હેમખેમ રીતે બચાવી
લીધું હતું.
જેમાં રાજુલા વનવિભાગના દીલાભાઇ રાજ્યગુરુ નાગેશ્રી રેસ્ક્યુ ટિમના વિજયભાઈ વરૂ ,અજયભાઇ કોટીલા,સહીત રાજુલા વનવિભાગ સ્ટાફને સિંહ બાળને બચાવી લેવામાં મોટી સફળતા મળી હતી. જોકે સિંહબાળને પાંજરામાં પકડી તાત્કાલિક નાગેશ્રી વિસ્તારમાં તેમની માતા સાથે મીલન પણ કરાવી દીધું હતું. સિંહ બાળને કોઈ ઇજા અથવા તો બીમારી ન હતી. જેથી તાત્કાલિક છોડી દેવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ વખત વનવિભાગ દ્વારા તાત્કાલિક બચાવી લેતા સૌવ કોઈએ વનવિભાગની કામગીરીની સરાહના કરી હતી. સિંહ બાળનું માતા સાથે મિલન થતા સિંહ પરિવારમાં પણ ભારે ઉત્સાહ વધી ગયો હતો.
3 બચ્ચા પણ નાગેશ્રી વિસ્તારમા હોવાનું જાણવા મળ્યું હતું. આ વિસ્તારમાં સિંહોનો દબદબો દિવસે દિવસે વધી રહ્યો છે તેની સામે વનવિભાગ પણ હવે હરકતમાં આવી ગયું છે. જો કે અહીં નાગેશ્રી વિસ્તારના સિંહ પ્રેમી અજયભાઇ વરૂએ જણાવ્યું હતું. મેં વનવિભાગને જાણ કરી એટલે તાત્કાલિક અહીં આવી જયને સિંહબાળને બચાવી તેમની માતા સાથે મિલન પણ તાત્કાલિક કરાવી દીધું હતું (તસવીર- જયદેવ વરૂ)

No comments:
Post a Comment