Tuesday, July 31, 2018

લુવારિયા ગામમાં સિંહે કરેલા પશુઓનાં મારણનું ખેડૂતોને કોઇ વળતર નથી ચુકવાયું

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 02:00 AM

નિલગાય તથા ભુંડથી મુક્તિ મેળવવા હદ નિશાન નક્કી થાય અને તાકીદે વાયર ફેન્સીંગ કરવા રજુઆત

છેલ્લાં થોડા સમયમાં લાઠી અને લીલીયા તાલુકાના ગામોમાં સિંહ દ્વારા ઘેટા-બકરા તથા નાના વાછરડાઓનું મારણ કરી નાખવામાં આવ્યું છે.લુવારિયામાં તેનું કોઇ વળતર ખેડૂતોને કે માલધારીઓને ચુકવવામાં આવ્યું નથી. તેથી લાઠી તાલુકાના લુવારીયા ગામના સમસ્ત ગ્રામજનો વતી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે કલેક્ટરને સિંહ તેમજ અન્ય પશુઓથી રક્ષણ મેળવવા હદ નિશાન નક્કી થાય અને તાકીદે વાયરફેન્સીંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અમરેલી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નો રજુ કરવામાં આવે છે. ત્યારે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે લુવારીયા સમસ્ત ગ્રામજનો તરફથી પત્ર રજુ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે લાઠી અને લીલીયા તાલુકાના લુવારીયા, કૃષ્ણગઢ, મતીરાળા, લીલીયા તાલુકાના જાત્રુડા, સાજણટીંબા, અંટાળીયામાં સાવજો દ્વારા પશુઓના મારણની ઘટનાઓ સતત બની રહી છે. આ અંગે ગ્રામજનો તરફથી રજૂઆત પણ આવી છે.

વધુમાં જણાવાયું હતું કે જંગલની હદ નક્કી ન હોવાના કારણે લુવારીયા ગામના પશુપાલકોને વળતર મળતુ નથી. આ વિસ્તારમાં આશરે 25થી 30 ગાયો, અને 50થી વધુ ઘેટર-બકરા તેમજ નાના વાછરડાનો સિંહ તરફથી મારણ થયુ છે. હજુ સુધી તેનું કોઇ વળતર ચુકવવામાં આવ્યું નથી. જે પશુપાલકો માટે વજ્રઘાત સમાન છે. પશુપાલકો મહામહેનતે પોતાની રોજી રોટી મેળવે છે. આ ઉપરાંત ખેડૂતોને નિલગાય તથા ભુંડનો પણ ત્રાસ છે. અને પશુપાલકોને આ ત્રાસ વધ્યો છે. તેમાંથી મુક્તિ મેળવવા હદ નિશાન નક્કી થાય અને તાકીદે વાયર ફેન્સીંગ કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020038-2334391-NOR.html

જિલ્લામાં એક તરફ વૃક્ષારોપણ અને બીજી તરફ વીસ વર્ષ જુના વડલાનું નિકંદન

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 02:00 AM

અમરેલી જિલ્લામાં એક તરફ વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. અને વૃક્ષોની મહિમા ગાઇ વધુ વૃક્ષો વાવવાની ગુલબાંગો હંકાઇ રહી...

જિલ્લામાં એક તરફ વૃક્ષારોપણ અને બીજી તરફ વીસ વર્ષ જુના વડલાનું નિકંદન
અમરેલી જિલ્લામાં એક તરફ વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. અને વૃક્ષોની મહિમા ગાઇ વધુ વૃક્ષો વાવવાની ગુલબાંગો હંકાઇ રહી છે. તેની વચ્ચે જ ઠેર ઠેર વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યુ છે. અહીં આવેલા સમર્થ વ્યાયામ મંદિરમાં વર્ષો જુનો વડલો કાપી નખાતા તમામ વ્યાયામવીરોએ ભારે રોષ સાથે અમરેલી જિલ્લા વન સંરક્ષકને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. જ્યારે ધારી ખાતે 69માં વનમહોત્સવની ઉજવણીમાં વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં આર.સી.ફડદુ, અધિક વનસરંક્ષક શ્રી વાસ્તવ સહિતનાંઓ હાજર રહી વૃક્ષો વિશે માહીતી આપી હતી. તસ્વીર- જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020036-2334390-NOR.html

86 પ્રકારનાં વૃક્ષો એવા છે જેને કટિંગ કરવા માટે વન ખાતાની પરમીશન જરૂરી નથી : વન સંરક્ષક શ્રીવાસ્તવ

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 02:01 AM

ધારીમાં યોજાયો 69મો વનમહોત્સવ | અાખા વર્ષ ડેમમાંથી માટી લેવાની છુટ: આર.સી.ફળદુ

અમરેલી જીલ્લાના વનમહોત્સવની ૬૯મી ઉજવણી ધારી ખાતે આજે કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા કક્ષાની આ ઉજવણી કૃષિ ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેના મુખ્ય મહેમાન બન્યા હતા.

સ્વાગત પ્રવચનમાં સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડો.પ્રિયંકા ગેહલોતએ જણાવ્યું હતું કે ૨૩ લાખ રોપા અમોએ તૈયાર કર્યા છે જે લોકોને વાવેતર કરવા આપીશુ તેમજ કેટલા વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેની માહિતી પ્રસારિત કરી હતી. અધિક વનસંરક્ષક એન.સી.શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ૮૬ પ્રકારના એવા વૃક્ષો છે જેની કટિંગ કરવા માટે જંગલ ખાતાની પરમીશન જરૂરી નથી. કદાચ ખેડુતો ડરતા હોય કે જાડ વાવ્યા બાદ પીંજણનો પાર નહીં તેવુ નથી. દરેક વૃક્ષને ઓક્સિજનનો બાટલો જ સમજશો વડ, પીપર, તુલસી અને ચંદન જે ૨૪ કલાક ઓક્સિજન જ રીલીઝ કરે છે એવા વૃક્ષો વાવીએ જેમાંથી આવક થાય ૧૦-૧૫ વર્ષે ઉછેર બાદ આવક રળી શકાય.

ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીભાઈ ખાંભલીયાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક અને સ્ટીલના ફર્નિચરનો ઉપયોગ વધ્યો છે જે સારી બાબત છે હું તો એમ કહુ છું કે દિકરીને વળાવવામાં આવે ત્યારે બે છોડ પણ કરીયાવરમાં દેવા જોઈએ કૃષિ, ગ્રામવિકાસ, મત્સ્યોદ્યોગ, અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે અગાઉ આપણી પૂર્વજ પરંપરા મુજબ વિદ્યાના આશ્રમો વૃક્ષો વચ્ચે સ્થપાતા જેથી શુદ્ધ ઓક્સિજન વચ્ચે જ્ઞાન પ્રાપ્ત થતું અને ઉપચાર પણ વનસ્પતિમમાંથી વૈદો કરતાં આવી વિરાસત વાળો આપણો દેશ છે અને સાડા છ કરોડ ગુજરાતીઓ વન પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવે છે વૃક્ષ એટલે પરિવારનો જ એક ભાગ એક ઘટક એટલે આપણે આપણા જ પરિવારના સભ્યને મારીએ ખરા કોઈ મારે વૃક્ષ જીવન સાથે વણાય ગયેલો એક ભાગ છે વૃક્ષ વિના ગરમીનું પ્રમાણ ખૂબ ઉંચુ હોય છે. આ ઉપરાંત ખેડૂત સમૃદ્ધ બને અને જમીન ફળદ્રુપ થાય માટે સરકાર આખુ વર્ષ ડેમોમાંથી માટી લેવાની છુટ આપી રહી છે પશુપક્ષીઓને ચારો મળી રહે તેવા ફળાવ જાડ વાવવા જોઈએ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે પશુ અને પક્ષીઓ કુદરતી ઘટક છે આપણે જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020109-2334381-NOR.html

અમરેલીમાં વિદ્યાસભા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Jul 30, 2018, 02:40 AM

અમરેલી | અમરેલી ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત જિલ્લા વિદ્યાસભા વિકાસ વિભાગ સંચાલીત પ્રાથમિક,માધ્યમિક, ઉ.માધ્યમિક...

અમરેલી | અમરેલી ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત જિલ્લા વિદ્યાસભા વિકાસ વિભાગ સંચાલીત પ્રાથમિક,માધ્યમિક, ઉ.માધ્યમિક દ્વારા વિદ્યાસભા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ડાયરેકટર હસમુખભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 250 વૃક્ષોનું વાવેતર કર્યું હતું . તેમજ આ સંકુલના વિદ્યાર્થીનો જ્યારે પણ જન્મ દિવસ હોય ત્યારે વૃક્ષ વાવી પોતે જતન કરે છે. 

અમરેલી: આંબરડી વચ્ચેની દિપડવાવ ધાર પર બકરા ચરાવતા યુવક પરા ત્રણ સિંહોનો હુમલો

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 02:45 PM

બકરાઓ પર સિંહોઓ હુમલો કરતા યુવાને છોડવવાં જતા યુવાન પર હુમલો કર્યો

Amreli, Three lions attacking a suburban young goats caralata
અમરેલી: સાવરકુંડલાના આંબરડી ગામના ભાવેશ હમીરભાઇ ભરવાડ નામનો યુવાન દિપડવાવ ધાર પર બકરાઓ ચારવવા ગયા હતા. તે દરમિયાન ત્રણ ડાલા મથા સિંહો બકરાઓનું મારણ કરવા ત્રાટક્યા હતા. જ્યારે બકરાઓ પર સિંહોએ હુમલો કરતા યુવાને છોડવવાં જતા યુવાન પર હુમલો કર્યો હતો. યુવાના પર સિંહોએ હુમલો કરતા હાથના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-amreli-three-lions-attacking-a-suburban-young-goats-caralata-gujarati-news-5921696-NOR.html

29 જુલાઇનાં ધારીમાં 69માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

Divyabhaskar.com | Updated - Jul 26, 2018, 02:00 AM

વન વિભાગનાં સહયોગથી રોપાઓનું વાવેતર અને વિતરણ કરાશે

અમરેલી જિલ્લા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને 69મો વન મહોત્સવ ધારી ખાતે ઉજવવામાં આવશે. ધારી સ્થિત ગૌચર સુધારણા એગ્રીકલચર યુનિવર્સિટી ધારી-બગસરા રોડ ખાતે 29જુલાઈના રોજ સવારે 9 વાગ્યે યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં વનપ્રવૃત્તિને સઘન બનાવવાના ઉદેશ્ય સાથે રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવશે.

વાતાવરણમાં આવેલા પરિવર્તનને પગલે પર્યાવરણ સંબંધિત પ્રવૃત્તિમાં સઘન વનીકરણ અતિ ઉપયોગી નીવડે છે. વન મહોત્સવની ઉજવણી દરમિયાન શહેરી વિસ્તારમાં મફત રોપા વિતરણ, વૃક્ષરથ તેમજ રોપા વિતરણ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જ્યાંથી ઇચ્છુક લોકોને રોપા મળી શકશે.

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. અને ચોમાસામાં વૃક્ષારોપણ માટે અનુકૂળ વાતાવરણ પણ સર્જાયું છે. વન વિભાગના સહયોગથી રોપા વિતરણ કરવામાં આવશે. ત્યારે વૃક્ષ વાવેતર-ઉછેરમાં સહભાગી બનવા નાયબ વન સંરક્ષક-સામાજિક વનીકરણ વિભાગ અમરેલીએ જણાવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020012-2292022-NOR.html

રાજુલાના ખેરા ગામે વિદેશી પક્ષીનો શિકાર, 5 શખ્સોને 1.20 લાખનો દંડ

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 05:44 PM

પાંચેય શખ્સોએ 13 જેટલા વિદેશી પક્ષીનો કર્યો હતો શિકાર

Foreign bird hunting by 5 person in khera area of rajula and 1 lac 20 thousand rupee fine
રાજુલા: રાજુલાના ખેરા વિક્ટર સહિત દરિયા કાંઠે વિદેશી પક્ષીનો દબદબો છે. અહીં ફ્લેમિંગો સહિત અનેક વિદેશી પક્ષીઓ રહે છે. ત્યારે ખેરા ગામ નજીક વિદેશી પક્ષીનો શિકાર કર્યાની બાતમી રાજુલા વનવિભાગના આર.એફ.ઓ. રાજલ પાઠક અને સ્ટાફને મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 5 શખ્સોને 1.20 લાખનો દંડ ફટકાર્યો હતો.
એક ઓરીપને 20 હજારના દંડ પેટે તમામને 1 લાખ 20 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાં આરોપીઓમાં જીવરાજભાઈ જેઠુરભાઈ શિયાળ, ડાયાભાઈ રૂડાભાઈ ગુજરીયા, ધનસુખભાઈ છગનભાઈ શિયાળ, જીવનભાઈ નથુભાઈ ગુજરીયા અને રમેશભાઈ ભગવાનભાઈ શિયાળનો સમાવેશ થાય છે. આ તમામ સ્થાનિક છે અને 13 જેટલા વિદેશી પક્ષીનો શિકાર કર્યો હતો. તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરતા શિકારી પ્રવૃતિમાં રોક લાગે તેવી શક્યતા છે. પ્રથમ વખત રાજુલા આર.એફ.ઓ.રાજલ પાઠક આ પ્રકારની આ વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા છે જેને લઇને દરિયા કાંઠે ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

માહિતી અને તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-foreign-bird-hunting-by-5-person-in-khera-area-of-rajula-and-1-lac-20-thousand-rupee-fine-gujarati-news-5923575-NOR.html

મચ્છરનો ઉપદ્રવ વધતા ગીરનું જંગલ છોડી સિંહોના રેવન્યુ વિસ્તારમાં ધામા

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 05:26 PM

રેવન્યુ વિસ્તારમાં પીવાનું પાણી અને મારણ મળી રેહતા સિંહો પણ જંગલમાં જતા નથી

Revenue increased Gir Forest lions camped out nuisance mosquitoes in the area
સિંહપ્રેમીઓને એક ઝલક આપવા સિંહો ઉંચાઇવાળા ટેકરા ઉપર નજરે પડી રહ્યા છે
ખાંભા: ખાંભા તાલુકો તુલસીશ્યામ અને સાવરકુંડલા રેન્જની નજીક ગીર અભ્યારણની વચ્ચે આવેલો છે. ત્યારે આ બંને રેન્જની બીટોમાં સિંહો મોટી માત્રામાં છે. પરંતુ હાલમાં એક સપ્તાહમાં વરસાદ વરસ્યા બાદ જંગલમાં ઘાસ ઊગી નિકળ્યું છે. આથી જંગલમાં મચ્છરનો ઉપદ્રવ વધતા ગીર જંગલ છોડી સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાંખ્યા છે. જ્યારે બીજી તરફ રેવન્યુ વિસ્તારમાં પીવાનું પાણી અને મારણ મળી રહેતા સિંહો પણ જંગલમાં જતા નથી.
જંગલ વિસ્તાર છોડી સિંહો રેવન્યુ વિસ્તારમાં
મળતી માહિતી પ્રમાણે હાલ જંગલ વિસ્તાર છોડી સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યા છે. તેનું મુખ્ય કારણ જંગલમાં પડેલા ભારે વરસાદના કારણે હાલમાં જંગલમાં હરિયાળી ફૂટી નીકળી છે અને ઘાસ ઊગી નીકળતા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જ્યારે બીજી તરફ રેવન્યુ વિસ્તારમાં પણ ઘાસ ઊગી નીકળતા હાલમાં દૂધાળા પશુઓ ચરિયાણ વિસ્તારમાં ચરવા આવે છે. ત્યારે સિંહોને રોજ તાજું મારણ અને પાણી પીવા માટે મળી રહે છે. તે માટે હવે સિંહોને જંગલમાં જવાનું ગમતું નથી. સિંહો પણ મારણ બાદ સિંહપ્રેમીઓને એક ઝલક આપવા ઉંચાઇવાળા ટેકરા ઉપર નજરે આવી રહ્યા છે.
રાજકોટના વેપારીએ વૃક્ષ કપાતું જોયું અને 7 વર્ષમાં અનેક સ્થળે વૃક્ષો વાવ્યા
તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-revenue-increased-gir-forest-lions-camped-out-nuisance-mosquitoes-in-the-area-gujarati-news-5922832-PHO.html?seq=1

ખાંભાનાં જામકા ગામે ખીલી ઉઠેલી પ્રકૃતિમાં સાવજોની લટાર

Divyabhaskar.com | Updated - Jul 20, 2018, 01:21 AM

ખાંભા ગીરકાંઠાના જામકા ગામે પણ મેઘમહેરથી હાલ વનરાઇઓ ખીલી ઉઠી છે.

The lions stroke is in the nature of the nail in the village of Khambh
ખાંભા: સમગ્ર જિલ્લામા મેઘરાજાએ સારી એવી મહેર કરી છે. ત્યારે ખાંભા ગીરકાંઠાના જામકા ગામે પણ મેઘમહેરથી હાલ વનરાઇઓ ખીલી ઉઠી છે. જંગલ વિસ્તારમા પણ સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે ખીલી ઉઠેલી વનરાઇઓમા સાવજો લટાર મારી રહ્યાં છે. તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતી આંબલિયાળા વિડીના જામકાના રેવન્યુ વિસ્તારમાં હાલમાં પડેલા વરસાદના કારણે વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે અને જાણે ધરતીએ લીલી ચુંદડી ઓઢી હોય તેવો અહેસાસ પ્રકૃતિ કરાવી રહી છે. ત્યારે દરેક જીવ માતર હાલ આ સોળે કળાએ ખીલી ઉઠેલી વનરાજીની મોજ લઈ રહ્યું છે. ત્યારે જંગલનો રાજા ગણાતા સિંહો પણ કેમ પાછી પાની કરે ?અહી જામકા વિસ્તારમા ખીલી ઉઠેલ વનરાજીમા બે ડાલામથ્થા સાવજો લટાર મારતા કેમેરામા કંડારાઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર પંથકમા પડેલા સારા વરસાદને પગલે ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-lions-stroke-is-in-the-nature-of-the-nail-in-the-village-of-khambh-gujarati-news-5920426-NOR.html

ગીર જંગલમાં ભારે વરસાદને પગલે સિંહોનાં ટેકરા પર ધામા

Divyabhaskar.com | Updated - Jul 18, 2018, 12:27 AM

ખાંભા રેન્જ કચેરીએ કન્ટ્રોલ રૂમ અને બે રેસ્કયુ ટીમ પણ બનાવવામાં આવી છે : આરએફઓ

Due to heavy rains in the Gir forest, the ridge on the lions of the lions
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં હાલમાં છેલ્લા 2 દિવસથી વરસાદના પગલે સિંહ દીપડા તેમજ અન્ય પ્રાણી પણ પ્રભાવિત થયા છે. અને જંગલ છોડી સુરક્ષિત ઉંચાઈવાળી જગ્યા પર પોતાનું આશ્રય સ્થાન લઈ રહ્યા છે. ત્યારે ગયા વર્ષે વરસાદી પાણીમાં પુર ઘણા વન્ય પ્રાણી અને સિંહોના મોત નિપજયા હતા. ત્યારે આ વખતે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો વનવિભાગની તુલસીશ્યામ દ્વારા આગોતરૂ આયોજન કરી 2 રેસ્ક્યુ ટીમ બનાવી રાખી છે.
તેમજ રેન્જના દરેક બીટના જવાબદાર ગણાતા વનકર્મીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે પોતાના બીટમાં રહેતા તમામ સિંહો કે દીપડા અન્ય વન્યપ્રાણીઓ અંગે માહિતગાર રહે. અને પોતાના બીટ વિસ્તારમાં આવતી નદીઓના વહેણ તેમજ અને વરસાદી પાણીના પ્રવાહ નજીક સતત વોચ રાખવી તેમજ દર 2 કલાકે વડી કચેરી ખાતે ઉભી કરવામાં આવેલ પોઇન્ટમાં રિપોર્ટ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ રેસ્ક્યુ બાબતે વનપ્રાણીઓ ફસાયાનો બનાવ સામે આવ્યો નથી.
ખાંભા રેન્જ કચેરીએ કન્ટ્રોલ રૂમ અને બે રેસ્કયુ ટીમ પણ બનાવવામાં આવી છે : આરએફઓ
તુલસીશ્યામ રેન્જના આર.એફ.ઓ પટેલે સાથે વાતચીતમા જણાવ્યું હતું કે હાલમાં વરસાદના પગલે સિંહો અને અન્ય વન્યપ્રાણીની સુરક્ષાને લઈ 2 રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. તેમજ ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ ઉભો કરવામા આવેલ છે. તેમજ દર 2 કલાકે જે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી તેને તેમના વિસ્તાર કે બીટનો રિપોર્ટ કરવાના આદેશ આપી દેવાયા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-due-to-heavy-rains-in-the-gir-forest-the-ridge-on-the-lions-of-the-lions-gujarati-news-5918850-NOR.html

અમરેલી: 24 કલાક વરસાદથી ઘોડાપૂર, સિંહણે બે બચ્ચાને બચાવવા લીધો ટેકરાનો સહારો

Divyabhaskar.com | Updated - Jul 17, 2018, 02:13 PM

લાખાભાઇ વાળા નામના ખેડૂતની વાડીમાં આ સિંહણ પોતાના બે બચ્ચા સાથે સુરક્ષિત ટેકરા પર બેઠી હતી

પૂરના પાણીથી બચવા સિંહણે બે બચ્ચા સાથે ડુંગરા પર લીધો સહારો
અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારની તમામ નદીઓ અને નાળા બે કાંઠે વહી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં વસતા સાવજો પોતાના પરિવાર સાથે ક્યાં રહેતા હશે? તેવો સવાલ ઉઠતો હોય છે. પરંતુ જમીનથી લગભગ 50 મીટર ઉંચા ટેકરા પર આ સિંહણે પોતાના બે બચ્ચાને બચાવવા સહારો લીધો હતો. એવું કહેવાય છે કે ચોમાસાના ઋતુમાં સાવજો પોતાનું રહેઠાણ ઉંચા ટેકરા પર બનાવી લેતા હોય છે. પરંતુ આવા દ્રશ્યો જોવા દુર્લભ હોય છે. આ દ્રશ્યો ખાંભા તાલુકાના કોળિયા ગામની સીમના છે. લાખાભાઇ વાળા નામના ખેડૂતની વાડીમાં આ સિંહણ પોતાના બે બચ્ચા સાથે સુરક્ષિત ટેકરા પર બેઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-and-two-cub-seat-on-hills-for-flood-water-saved-at-amreli-gujarati-news-5918305-PHO.html

ખાંભા તાલુકાનાં નાની ધારી ગામે બે સાવજોએ કર્યું બળદનું મારણ

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 08:29 AM

ખેતીની સીઝનમાં સાવજોના મારણની ઘટનાઓ વધતા ખેડુતો ચિંતીત

Khambha Singh oxen Hunting
ખાંભા: ખાંભા તાલુકાનાં નાની ધારીમાં એક વાડીમાં ચરી રહેલા બળદનું 2 સિંહો દ્વારા મારણ કરી મિજબાની માણી હતી. મળતી માહિતી પ્રમાણે ખાંભાના નાની ધારી ગામના ખેડૂત પ્રતાપભાઈ અમકુભાઈ વાળાનો બળદ પોતાની વાડીમાં છુટ્ટો ચારિયાણમાં ચારી રહ્યો હતો ત્યારે આજે બપોરેના 4 વાગ્યાના અરસામાં 2 ડાલામથ્થા સિંહ આવી ચડ્યા હતા. અને ગણતરીની મિનિટમાં જ આ બંને સિંહોએ બળદનો શિકાર કરી નાખ્યો હતો. બાદમાં બંને સિંહોએ મિજબાની માણી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-khambha-singh-oxen-hunting-gujarati-news-5917321-NOR.html

કોવાયાનાં માઇન્સ વિસ્તારમાં વરસાદનાં મદમસ્ત વાતાવરણમાં નીકળેલી વનરાણીની જોશીલી છલાંગ

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 08:30 AM

વરસાદનાં મદમસ્ત માહોલમાં એક સિંહણ જાણે વરસાદમાં ભીંજાવા માટે ટહેલવા નીકળી પડી હતી

The lioness stirred in the rainy season
રાજુલાનાં કોવાયામાં માઇન્સ વિસ્તારમાં વરસતા વરસાદનાં મદમસ્ત માહોલમાં એક સિંહણ જાણે વરસાદમાં ભીંજાવા માટે ટહેલવા નીકળી પડી હતી. જો કે અહી રસ્તા પર વાહન ચાલકોની અવરજવરથી આ સિંહણને ખલેલ પહોંચતા તે રસ્તાના કાંઠે નાળામા વહેતા પાણી પરથી છલાંગ લગાવી બાવળની કાટમા ચાલી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-lioness-stirred-in-the-rainy-season-gujarati-news-5917322-NOR.html

ખાંભા: ઘરની ઓસરીમાં સૂતો હતો યુવાન, દીપડાએ માથામાં બચકું ભર્યું


 panther attack on young man during sleep his home near khanbha

રાબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ 24 કલાકમાં 2 હુમલા કર્યા

+2બીજી સ્લાઈડ્સ જુઓ
ઘરની ઓસરીમાં સૂતો હતો યુવાન અને દીપડાએ કર્યો હુમલો
panther attack on young man during sleep his home near khanbhaખાંભા: ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રાબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના આંતકથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ફફડાટ ફેલાયો છે. ખાંભાના બોરાળા ગામે હનુમાનપુર ગામ તરફ જવાના રોડ પર રેહતા પ્રતાપભાઈ કેશુભાઈ ચારોલીયા નામનો 23 વર્ષીય યુવાન પોતાના ઘરની ઓસરીમાં સૂતો હતો ત્યારે ગત રાત્રીના 2.30 વાગ્યાની આસપાસ એક કદાવર દીપડા આવી ચડ્યો હતો અને દીપડાએ સૂતેલા યુવાનના માથાના ભાગે બચકું ભર્યું અને ખભા અને ડોકના ભાગે નહોર માર્યા હતા. યુવાને સામનો કરતા દીપડાના મોઢામાંથી પોતાનો બચાવ કરી દીપડા સામે હિંમત દેખાડી અને હાકલા પડકારા કર્યા હતા. આથી યુવાનના ઘરમાં સૂતેલી તેની માતા અને બહેન પણ બહાર આવી ગયા હતા અને દીપડાને ખસેડી મુક્યો હતો. બાદમાં ખાંભા 108નો સંપર્ક કરતા દોડી આવી હતી અને યુવાનને લોહીલુહાણ હાલતમાં ખાંભા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો.

રાબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ 24 કલાકમાં 2 હુમલા કર્યા હતા. છતાં હજુ વનવિભાગના કહેવાતા આ રાઉન્ડના વનકર્મીઓના પેટનું પાણી હલતું નથી અને દીપડાને પાંજરે પૂરવા કોઇ કવાયત હાથ ધરવામાં આવી નથી.બોરાળા ગામે જે દીપડા દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો તેની નજીક જ શાળા આવેલ છે ત્યારે આ માનવભક્ષી દીપડો રાત્રીના જ નહીં પણ દિવસના આંટાફેરા કરી રહ્યો હોવાનું ગ્રામજનોના મુખે સાંભળવા મળી રહ્યું છે.
ઇજાગ્રસ્ત યુવાનની માતા ગીતાબેન કેશુભાઈ ચારોલીયા આ ઘટના વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારો પુત્ર ઘરની ઓસરીમાં સૂતો હતો ત્યારે ગત રાત્રીના 2 થી3 વાગ્યાની વચ્ચે આ દીપડો અહીં આવી ચડ્યો હતો ત્યારે અમો તો અંદર સૂતા હતા, મારો પુત્ર બહાર ઓસરીમાં સૂતો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-panther-attack-on-young-man-during-sleep-his-home-near-khanbha-gujarati-news-5914975-PHO.html?seq=1

પરેશ ધાનાણીએ પકડ્યો સાપ: પોસ્ટ અને વીડિયો FB પર કર્યો અપલોડ

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 03:32 PM

આ પહેલા ગોળ બનાવતો વીડિયો પણ થયો હતો વાયરલ, અને ભેંસ દોહતા પરેશ ધાનાણી દેખાયા હતા

  • અમરેલી: અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે સાપ સરનામું ભૂલ્યો છે. મને સાપ પકડતાં પણ આવડે છે. ધાનાણીએ આ સાપ પોતાના ગાંધીનગરના નિવાસસ્થાનથી પકડ્યો હતો.
    પરેશ ધાનાણીએ પોસ્ટમાં લખ્યું-
    "' ખડ શીતળો "'
    આજે "સાપ" પણ
    સરનામું ભૂલ્યો.,
    "એરૂ" પકડતા ય
    આવડે હો ભાઈ.!

    ગોળ બનાવતો વીડિયો પણ થયો હતો વાયરલ
    કોમન મેનની છાપ ધરાવતા વિપક્ષના નેતાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ શેરડીનો રસ કાઢતા નજરે પડ્યા હતા. હાલમાં આવેલા વીડિયોમાં વિપક્ષના નેતાની સાથે સાથી મિત્ર નાસીર ટાંક સાથે અન્ય મિત્રો શેરડીનો રસ કાઢી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. ધાનાણી ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને જાતે નિરિક્ષણ કરી રહ્યા હોય તેમ જોવા મળે છે. ધાનાણીનો ગોળ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો. લોકોએ પરેશ ધાનાણીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા નેતા તરીકે ઓળખાવ્યા હતા. આ પહેલા પરેશ ધાનાણી શેરડીમાંથી ગોળ બનાવતા મશીન દ્વારા ગોળ બનાવવાની જાત મહેનત કરી હતી.
    પરેશ ધાનાણીએ સાંપ પકડતો વીડિયો ફેસબુક પેજ પર અપલોડ કર્યો
  • અમરેલી: અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે સાપ સરનામું ભૂલ્યો છે. મને સાપ પકડતાં પણ આવડે છે. ધાનાણીએ આ સાપ પોતાના ગાંધીનગરના નિવાસસ્થાનથી પકડ્યો હતો.
    પરેશ ધાનાણીએ પોસ્ટમાં લખ્યું-
    "' ખડ શીતળો "'
    આજે "સાપ" પણ
    સરનામું ભૂલ્યો.,
    "એરૂ" પકડતા ય
    આવડે હો ભાઈ.!

    ગોળ બનાવતો વીડિયો પણ થયો હતો વાયરલ
    કોમન મેનની છાપ ધરાવતા વિપક્ષના નેતાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ શેરડીનો રસ કાઢતા નજરે પડ્યા હતા. હાલમાં આવેલા વીડિયોમાં વિપક્ષના નેતાની સાથે સાથી મિત્ર નાસીર ટાંક સાથે અન્ય મિત્રો શેરડીનો રસ કાઢી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. ધાનાણી ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને જાતે નિરિક્ષણ કરી રહ્યા હોય તેમ જોવા મળે છે. ધાનાણીનો ગોળ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો. લોકોએ પરેશ ધાનાણીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા નેતા તરીકે ઓળખાવ્યા હતા. આ પહેલા પરેશ ધાનાણી શેરડીમાંથી ગોળ બનાવતા મશીન દ્વારા ગોળ બનાવવાની જાત મહેનત કરી હતી.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો: ભેંસ દોહતો પરેશ ધાનાણી દેખાયા હતા...
  • Paresh Dhanani caught snake, post and video uploaded on FB
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ પહેલા ધાનાણીનો ભેંસ દોહતા વીડિયો વાયરલ થયો હતો
    ભેંસ દોહતો પરેશ ધાનાણી દેખાયા હતા
    પરેશ ધાનાણી ભેંસ દોહી રહ્યા હોય તેવો એક વીડિયો પણ મહિનાઓ પહેલા વાયરલ થયો હતો. પરેશ ધાનાણી પોતાની સાદગી અને સામાન્ય જીવનશૈલી માટે જાણીતા છે. તેઓ અવારનવાર આ રીતે મીડિયામાં છવાતા રહે છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો: ધાનાણી સિંહ સાથેની તસવીરથી  પણ આવ્યા હતા વિવાદમાં
  • સિંહ સાથેની તસવીરથી વિવાદમાં આવ્યા હતા ધાનાણી
    Paresh Dhanani caught snake, post and video uploaded on FBધાનાણી સિંહ સાથેની તસવીરથી  પણ આવ્યા હતા વિવાદમાં
     અમરેલી ના ધારાસભ્ય પરેશ ધાનાણીની સાવજો સાથેની તસવીરોએ વિવાદ સર્જયો હતો. પરેશ ધાનાણીએ 12 ઓગસ્ટ 2017ના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટમાં આ તસવીર અપલોડ કરી હતી.  https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-paresh-dhanani-caught-snake-post-and-video-uploaded-on-fb-gujarati-news-5914065-PHO.html?seq=1

ખાંભાનાં માલકનેસમાં દીપડાએ 16 વર્ષીય કિશોરી પર હુમલો કરી ઇજા પહોંચાડી

Divyabhaskar.com | Updated - Jul 12, 2018, 12:19 AM

માતાએ હાકલા પડકારા કરતા દીપડો કિશોરીને મુકી નાસી છૂટયો, પાંજરે પુરવા માંગ

Deepa attacked an 16-year-old girl in Malanchanes in Khambha and injured her
ખાંભા: ખાંભાનાં નવા માલકનેશમા રહેતા સવિતાબેન ધીરૂભાઈ મકવાણા પોતાની માલિકીની વાડી વિસ્તારમાં રહે છે. ગત રાત્રીના કોમલબેન અને તેની માતા સવિતાબેન બંને રસોડાની ઓરડીમાં સુતા હતા. રાત્રીના 2 વાગ્યા આસપાસ એક દીપડો ચડી આવ્યો હતો અને દીપડાએ કોમલબેનના માથાના ભાગે પકડી ઢસડી લઈ જવા લાગ્યો હતો. તેણે બુમાબુમ કરતા તેની માતા પણ જાગી ગઈ હતી અને પોતાની પુત્રીને બચાવવા દીપડો જે દિશામાં ઢસડીને લઈ જતો હતો તે દિશામાં હાકલા પડકારા કરતા દોડી અને દીપડાના મોઢામાંથી પોતાની પુત્રીને છોડાવી હતી.
દીપડાએ કોમલબેનને માથાના ભાગે પકડી ઢસડી હતી. ત્યારે માથાના ભાગે તેમજ ધસડતા શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી. આજુબાજુના અન્ય ખેડૂતો અને વાડીમાં રહેતા ભાગીયા પણ આવી પહોંચ્યા હતા. બાદમા ખાંભા 108ની મદદ માંગવામા આવતા ખાંભા 108ના સ્ટાફ દોડી ગયો હતો. અને તાત્કાલિક સારવાર અર્થે ખાંભા લઈ આવ્યો હતો. બાદમાં આજે સવારે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી હતી.
માનવભક્ષી દીપડાને પકડવા માંગ
નવા માલકનેશ ગામના વાડી વિસ્તારમા દિપડાએ કિશોરી પર હુમલો કરતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો. જેને પગલે આ માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા માંગ કરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-deepa-attacked-an-16-year-old-girl-in-malanchanes-in-khambha-and-injured-her-gujarati-news-5914674-NOR.html

ખાંભા: અજગરે મોરનો કર્યો શિકાર, પચાવી ન શકતા બહાર કાઢ્યો

Divyabhaskar.com | Updated - Jul 13, 2018, 04:06 PM

વનવિભાગ દ્વારા મોરની દફનવિધિ કરાઇ, અજગરને વિડીમાં મુકી દીધો

ખાંભા: રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં આવતા ડેડાણ ગામના વાડી વિસ્તારમાં એક અજગર દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવામાં આવ્યો હતો. ત્યારે અજગર દ્વારા મોરને આખો ગળી ગયા બાદ પચાવી ન શકતા ફરી બહાર કાઢી નાખ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં મોરનું મોત નીપજ્યું હતું. વનવિભાગના રેસ્ક્યુ ટીમને જાણ થતાં રાષ્ટ્રીય પક્ષી મૃત મોરનો કબ્જો લઇ દફનવિધિ કરવામાં આવી હતી અને અજગરને સુરક્ષિત વિડીમાં છોડી મુકવામાં આવ્યો હતો
.
મળતી માહિતી પ્રમાણે ખાંભા તાલુકા તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડના ડેડાણ રેવન્યુ વિસ્તારમાં મજીદભાઈ ઈસાકભાઈ ટાંકની માલિકીની વાડીમાં એક અજગરે રાષ્ટ્રીય પક્ષી મોરને ગળી ગયો હતો. મજીદભાઇની નજરે પડતા સ્થાનિક વનમિત્ર અને રેસ્ક્યુ ટીમવાળા સાહિદભાઈ પઠાણને જાણ કરી હતી. તેઓ અહીં દોડી આવ્યા હતા ત્યારે અજગરે રાષ્ટ્રીય પક્ષી મોરને ગળી ગયા બાદ પચાવી ન શકતા મોરને આખેઆખો બહાર કાઢી નાખ્યો હતો. જ્યારે અજગરના મોઢામાંથી બહાર નીકળેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. બાદમાં સાહિદ ખાન પઠાણ દ્વારા મૃત રાષ્ટ્રીય પક્ષી મોરનો કબ્જો લઇ મોરની દફન વિધિ કરી હતી. જ્યારે અજગરને પણ રેસ્ક્યુ કરી પકડીને વિડીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.............
માહિતી અને તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-python-hunting-national-bird-peacock-at-khanbha-gujarati-news-5915829-NOR.html?seq=1

રાજુલા: 4 સિંહોએ 35 બકરાનું કર્યું મારણ, ચારે તરફ હતું પાણી

Divyabhaskar.com | Updated - Jul 13, 2018, 08:46 PM

વનવિભાગ દ્વારા બકરાઓના મોતનું વળતર આપવા માટેની કાર્યવાહી હાથ ધરી

ધોધમાર વરસાદ હોવા છતાં સિંહોએ શિકાર કરી બકરાની મિજબાની માણી
રાજુલા: તાલુકાના વિસળિયા ગામની નદીકાંઠે આતુભાઇ બિજલભાઈ શિયાળના પોતાના વાડામાં 45 થી 50 બકરા હતા. વરસાદ હોવાને કારણે તેમના માલિક તેમના ઘરે હતા. ભારે વરસાદથી નદી અાસપાસ પાણી આવી ચડ્યું હતું. દરમિયાન ચાર સિંહો વાડામાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અહીં વાડામાં રહેલા બકરાઓ પર હુમલો કર્યો હતો. 35 જેટલા બકરાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને અન્ય કેટલાક બકરા પાણીના પૂરમાં તણાઇ ગયા હતા.
બકરાઓનાં શિકારની વનવિભાગને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચ્યું
ઘટના મોડી રાત્રે બની હોવાનું સ્થાનિક લોકોનું અનુમાન છે. બીજી તરફ અહીં એટલી મોટી માત્રામાં બકરાનો શિકાર થતા આસપાસમાં રહેલા વિસળિયા, કથીવદર સહિતના ગામોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વનવિભાગના અધિકારીઓ પણ વાડા સુધી પહોંચવામાં પાણીના પૂરમાંથી પસાર થવું પડ્યું હતું. બીજી તરફ પશુ માલિકને વળતર વહેલી તકે મળી રહે તેને લઇને રાજુલા વન વિભાગે અમરેલી ડી.સી.એફ. કચેરીમાં રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી.
જૂનાગઢ: 600 Crમાં બનેલી સિવિલ 'પાણી'માં, 20મીએ PM કરશે લોકાર્પણ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-rajula-4-lions-made-35-goats-of-antaraya-surrounded-by-water-gujarati-news-5916114-PHO.html?seq=1

વિસાવદરની ભાગોળે બે સિંહ પરિવારે બનાવી નવી ટેરેટરી

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 02:00 AM

સિંહોને જંગલ ટુંકુ પડી રહ્યું છે. કારણકે વર્ષો પહેલા સિંહોની સંખ્યા 200 જેટલી હતી.ત્યારે એટલું જ જંગલ હતું અને...

સિંહોને જંગલ ટુંકુ પડી રહ્યું છે. કારણકે વર્ષો પહેલા સિંહોની સંખ્યા 200 જેટલી હતી.ત્યારે એટલું જ જંગલ હતું અને ત્યારબાદ એકાદવાર અમરેલીના મીતીયાળા, ભાણીયા સહિતના વિસ્તારને અભયારણ્ય જાહેર કર્યા બાદ જંગલ જાહેર કર્યુ નથી.

જેમાં છેલ્લા દસેક દિવસથી વિસાવદર પશ્ચિમ બાજુ ભાગ્યે જ એટલે કે ધ્રાફડ કોલોની, માંડાવડ, પાંદરખીયા આશ્રમ નજીક સિંહો આવતાં હતાં. પરંતુ હવે આ સિંહ પરિવારે છેલ્લા દસેક દિવસથી માંડાવડનો સીમ વિસ્તાર, ધ્રાફડ કોલોની, પાંદરખીયા આશ્રમ નજીક તથા વિસાવદરના ટેલીફોન એક્ષચેન્જ નજીક ધામા નાખ્યા છે અને ધ્રાફડ કોલોની નજીક અેક વાછરડીનું મારણ કર્યુ હતું. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અમારા આ વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા સિંહોએ દેખા દિધી હતી. પરંતુ બે દિવસમાં ફરી જંગલમાં ચાલ્યા ગયા હતાં, પણ ઓણસાલ છેલ્લા દસેક દિવસથી આ વિસ્તારમાં સિંહ પરિવાર વિચરી રહ્યું છે અને ધ્રાફડ ડેમ નજીક હોવાથી સિંહ પરિવારને પાણી સહેલાઇથી મળી રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-2137211-NOR.html

અમરેલી: સોશિયલ મીડિયામાં 11 સિંહોનો અદભુત વિડિયો થયો વાયરલ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 12:17 AM

સાવજોના ટોળાનો વિડિયો ફરી એક વાર વાયરલ થતા સાવજો ગઢમાં હોવાનો પુરાવો પુરવાર કર્યો છે.

11 lions escaped on the road, video viral
અમરેલી: સાવજોના ટોળાનો વિડિયો ફરી એક વાર વાયરલ થતા સાવજો ગઢમાં હોવાનો પુરાવો પુરવાર કર્યો છે. રાજુલાના રામપરાના ભેરાઇ વિસ્તારમાં એક સાથે 11 જેટલા સિંહ જોવા મળતા જાણે સમય જ થંભી ગયો હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. રોડ પર આવેલા સિંહો જાણે વરસાદ બાદ નગરની મુલાકાત કરવા આવ્યા હોય તેમ લાગી રહ્યું હતું. એક વાહન ચાલકે આ વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જ્યારે રાજુલા વન વિભાગે આ અંગે તપાસ શરૂ કરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-11-lions-escaped-on-the-road-video-viral-gujarati-news-5913087-NOR.html

રસ્તો આપી દે તો સિંહણ શાની ? હુમલો કરી યુવાનને કરી દીધો લોહીલુહાણ

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 12:40 AM

સિંહણ પણ જાણે આ યુવાનને રસ્તો આપવાના મુડમા ન હતી. અને સીધો જ તેણે આ યુવાન પર હુમલો કરી દીધો હતો.

Lion attacked and injured the young man In Dhari
પ્રતિકાત્મક તસવીર
ધારી: આંબરડી આસપાસનો વિસ્તાર આમપણ પહેલેથી જ સાવજોના હુમલા માટે કુખ્યાત છે. ભુતકાળમા અહી એક માસના ટુંકાગાળામા સાવજોએ ત્રણ વ્યકિતઓને ફાડી ખાઇ હાહાકાર મચાવી દીધો હતો. હવે ફરી એકવાર અહીની સિંહણે એક યુવાન પર હુમલો કરી દીધો હતો. આંબરડી ગામનો અરવિંદ ખોડાભાઇ (ઉ.વ.22)નામનો યુવાન પોતાની વાડીએથી આજે સાંજે ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક સાંકડા રસ્તા પર સિંહણનો સામનો થયો હતો.
સિંહણ પણ જાણે આ યુવાનને રસ્તો આપવાના મુડમા ન હતી. અને સીધો જ તેણે આ યુવાન પર હુમલો કરી દીધો હતો. યુવકને પગમા, પીઠમા તથા કમરમા ગંભીર ઇજા પહોંચી હતી. જો કે તેની સાથે રહેલા યુવાને શોરબકોર કરતા સિંહણ નાસી છુટી હતી. ઘાયલ યુવાનને 108 એમ્બ્યુલન્સના પાઇલોટ પ્રવિણભાઇ તથા ઇએમટી શિલ્પાબેને તાબડતોબ સારવાર માટે ધારી દવાખાને ખસેડયા હતા અને ત્યાંથી આ યુવાનને વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રિફર કરાયો હતો.ધારીના આંબરડી પંથકમા બે વર્ષ પહેલા પણ સાવજોએ હાહાકાર મચાવ્યો હતો. રાત્રે વાડીમા રખોપુ કરતા ત્રણ વ્યકિતઓને ફાડી ખાધા હતા. જુદીજુદી ત્રણ ઘટના એક માસના ગાળામા બની હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-attacked-and-injured-the-young-man-in-dhari-gujarati-news-5912355-NOR.html

પર્યાવરણ પ્રેમ: અમરેલીના મુસ્લિમ યુવાને પોતાનાં લગ્નમાં મહેમાનોને વૃક્ષોનાં રોપા આપ્યા

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 01:05 AM

વૃક્ષોની સંખ્યા ધીમેધીમે ઘટતી જતી હોય પર્યાવરણ કુદરતી આફતો નોતરી રહ્યું છે ત્યારે યુવાનની અનોખી પહેલ

Environment Love: Muslim youths gift trees in the wedding
વડીયા: વડીયા ગામે રહેતા અશરફભાઇ રજાકભાઇ મકવાણા નામના મુસ્લિમ પરિવારમા લગ્ન પ્રસંગે ખુદ વરરાજાએ એક અનોખો નિર્ણય લીધો હતો. લગ્નમા આવેલા તમામ મહેમાનો અને મિત્રોને એક-એક રોપાનુ વિતરણ કર્યુ હતુ અને પર્યાવરણને બચાવવા જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતુ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે.
રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યાં છે ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’ વિગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા-વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે. જો કે વડીયામા રહેતા મુસ્લિમ પરિવારે અનોખી રીતે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતુ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-environment-love-muslim-youths-gift-trees-in-the-wedding-gujarati-news-5913832-NOR.html

11 સાવજો રસ્તા પર આવતા ટુરિસ્ટ બસ ઊભી રહી ગઈ, વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 02:14 PM

ટુરિસ્ટે બસમાંથી 11 સાવજોનો વીડિયો ઉતારી વાયરલ કર્યો

+2બીજી સ્લાઈડ્સ જુઓ
11 સિંહોનો વધુ એક વીડિયો વાયરલ
અમરેલી: ગઇકાલે વરસાદ બાદ 11 સાવજો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આજે ફરી અમરેલીના લીલીયાના ટીંબડી ગામ નજીક 11 સાવજો રસ્તા પર આવતા ટુરિસ્ટ બસને ઉભા રહેવું પડ્યું હતું.
11 lion run on way so tourist bus stop near amreli
ટુરિસ્ટે બસમાંથી 11 સાવજોનો વીડિયો ઉતારી વાયરલ કર્યો
એકસાથે 11 સાવજો રસ્તા પર આવતા બસમાં બેઠેલા એક ટુરિસ્ટે પોતાના મોબાઇલમાં વીડિયો કેદ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. 11 સિંહોનું ટોળુ લીલીયાના અંટાલીયા નજીક પહોંચ્યું હતું ત્યારે ટુરિસ્ટ બસનો રસ્તો રોકી દીધો હતો.
અમરેલી: સોશિયલ મીડિયામાં 11 સિંહોનો અદભુત વિડિયો થયો વાયરલ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-11-lion-run-on-way-so-tourist-bus-stop-near-amreli-gujarati-news-5913405-PHO.html?seq=2

સિંહે કર્યું મંદિર પાસે મેટિંગ, આવી હોય છે મેથડ, ગર્ભધારણ તો ઓક્ટોબરમાં જ

Divyabhaskar.com | Updated - Jul 02, 2018, 02:16 PM

મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે

અમરેલી: ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાંની સાથે જ સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ પિરિયડ શરૂ થાય છે. ત્યારે અમરેલીના ધારી ગીર પૂર્વના જંગલમાં અનેક જગ્યાએ સિંહ-સિંહણએ મેટિંગ પિરિયડ શરૂ કરી દીધો છે. સિંહ-સિંહણ મંદિર પાસે મેટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે. મેટિંગ બાદ પણ સિંહણ ગર્ભધારણ તો ઓક્ટોબરમાં જ કરે છે. સિંહની વસતી સતત વધતી રહે એ માટે વનવિભાગ જ નહીં સૌરાષ્ટ્રના લોકો ઇચ્છે છે. પરંતુ બચ્ચાંના જન્મ માટે સિંહણના જનનાંગોમાં થતી આંતરિક પ્રક્રિયા પણ એટલી જ જવાબદાર છે.
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો. વાય. વી. ઝાલાએ જણાવ્યું હતું કે, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે. તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે. ચોમાસા અને શિયાળા દરમિયાન ઇન્ડ્યુસ પોરુલેશનની પ્રક્રિયા બીજી સિઝન કરતાં વધુ થતી હોય છે. એટલે જે મેટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થાય તે દરમિયાન આ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, જેથી મેટિંગ સફળ રહે છે. આ પ્રક્રિયા સિંહણની રજપીંડ ગ્રંથિમાં થતી હોય છે. આ પ્રક્રિયા થાય તો જ સિંહણને બચ્ચાં જન્મે. ઘણી વાર સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ થવા છત્તાં તેની ફલશ્રુતિ થતી નથી. તેની પાછળ પણ આ જ પ્રક્રિયા જવાબદાર છે.
ગીર જંગલનાં રેવન્યુ વિસ્તારમાં વનરાજ અને વનરાણીનો અનોખો રોમાન્સ
ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષી જણાવ્યું હતું કે, બચ્ચાંને જન્મ આપ્યા બાદ સામાન્ય રીતે સિંહણ બે વર્ષ સુધી મેટિંગ કરતી નથી, કારણ કે જો કોઈ બીજા નર મેટિંગમાં આવે તો બચ્ચાંને મારી ન નાખે. અમુક કિસ્સામાં બે વર્ષ પહેલાં પણ સિંહણ હીટમાં આવી જાય છે અને મેટિંગ કરે છે. જો કોઇ નર સિંહ બચ્ચાંનો પિતા હોય તો બચ્ચાં તેની સાથે રહે છે. સામાન્ય રીતે બીજા કોઇ સિંહ સાથે બચ્ચાં રહેતાં નથી.

ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા સિંહ ઉપરાંત વાઘ, દીપડામાં પણ થાય છે. સિંહણ મેટિંગ બાદ અંદાજે 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે. એટલે કે, તેનો ગર્ભાધાનકાળ 110 દિવસ હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-monsoon-is-the-season-for-mating-for-lions-gujarati-news-5907668-PHO.html?seq=1

બાબરીયાધારમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર થયો

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 11:48 PM

શિકારીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ : આરએફઓ
National Bird Peacock Hunting In Amreli
રાજુલા: રાજુલા તાલુકામાં આવેલા બાબરીયાધાર ગામમાં સોમનાથ મંદિર પાસે આવેલા 66 કેવી નજીક મોરનો શિકાર કરેલો મોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. વનતંત્રની ટીમ દ્વારા અહીં અલગ અલગ લોકોની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલમાં વનવિભાગને સમગ્ર ઘટનાક્રમની હકીકત મળી ગઈ છે. પરંતુ અહીં શિકારની પ્રવૃતિ કરતા કેટલાક લોકો આ ઘટના બાદ ફરાર થઇ ગયા છે. અને શિકાર કોણે કર્યો તેને લઇને તપાસ ચાલી રહી છે.
શિકારીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ : આરએફઓ

આ અંગે વનવિભાગના આર.એફ.ઓ. રાજલ પાઠકનો સંપર્ક કરતા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના સ્થળે અમારી ટીમે પહોંચી તપાસ કરી છે. મોરનો શિકાર થયો છે. હાલમાં શિકાર કરનારાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-national-bird-peacock-hunting-in-amreli-gujarati-news-5910514-NOR.html

રાજકોટમાં ઝરમર, જાફરાબાદમાં ધોધમાર, ધાતર નદીમાં 3 વર્ષે આવ્યું પૂર

Divyabhaskar.com | Updated - Jul 04, 2018, 04:02 PM

ગઇકાલ સાંજ સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એકથી 6 ઇંચ વરસાદ પડ્યો
રાજકોટ:
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે પણ મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી ગયો છે. ત્યારે આજે બીજા દિવસે પણ સૌરાષ્ટ્રભરમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસતા ધાતર નદીમાં ત્રણ વર્ષે પૂર આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પૂર જોવા લોકો નદી કાંઠે ઉમટ્યા છે. તેમજ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ યથાવત છે.

ગઇકાલ સાંજ સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એકથી 6 ઇંચ વરસાદ પડ્યો
સોરઠમાં મેઘરાજાએ લાંબી વાટ જોવરાવ્યાં બાદ ધમાકેદાર એન્ટ્રી કરી એક પળમાં જ ધરતીપુત્રોની ચિંતા હળવી કરી દીધી છે. તેમજ આકાશમાંથી ધોધમાર વર્ષા બુંદ વરસાવતાં લોકોમાં પણ ખુશીનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. મેઘાએ સોમવારે રાત્રીનાં આગમન કરી મંગળવારે સાંજ સુધીમાં સાર્વત્રીક અડધાથી 6 ઇંચ જેવું પાણી વરસાવી દઇ તરસી ધરાને તૃપ્ત કરી દીધી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વેરાવળમાં 6 ઇંચ, ઊના- 4, ગીરગઢડા - 3.5, તાલાલા, સુત્રાપાડા, કોડીનારમાં 3-3 ઇંચ પાણી પડયું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ કેશોદમાં 4 ઇંચ, માંગરોળ, માળિયા, વિસાવદર, માણાવદરમાં 2.5 - 2.5 ઇંચ, મેંદરડા- 2, વંથલી - જૂનાગઢમાં 1-1 અને ભેંસાણમાં 0.5 ઇંચ પાણી વરસ્યું હતું.
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર એકથી ચાર ઇંચ વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-rain-fall-in-saurashtra-and-heavy-rain-in-jafarabad-gujarati-news-5909182-PHO.html