Divyabhaskar.com | Updated - Jul 18, 2018, 12:27 AM
ખાંભા રેન્જ કચેરીએ કન્ટ્રોલ રૂમ અને બે રેસ્કયુ ટીમ પણ બનાવવામાં આવી છે : આરએફઓ
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં હાલમાં છેલ્લા 2 દિવસથી વરસાદના પગલે સિંહ દીપડા તેમજ અન્ય પ્રાણી પણ પ્રભાવિત થયા છે. અને જંગલ છોડી સુરક્ષિત ઉંચાઈવાળી જગ્યા પર પોતાનું આશ્રય સ્થાન લઈ રહ્યા છે. ત્યારે ગયા વર્ષે વરસાદી પાણીમાં પુર ઘણા વન્ય પ્રાણી અને સિંહોના મોત નિપજયા હતા. ત્યારે આ વખતે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો વનવિભાગની તુલસીશ્યામ દ્વારા આગોતરૂ આયોજન કરી 2 રેસ્ક્યુ ટીમ બનાવી રાખી છે.તેમજ રેન્જના દરેક બીટના જવાબદાર ગણાતા વનકર્મીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે પોતાના બીટમાં રહેતા તમામ સિંહો કે દીપડા અન્ય વન્યપ્રાણીઓ અંગે માહિતગાર રહે. અને પોતાના બીટ વિસ્તારમાં આવતી નદીઓના વહેણ તેમજ અને વરસાદી પાણીના પ્રવાહ નજીક સતત વોચ રાખવી તેમજ દર 2 કલાકે વડી કચેરી ખાતે ઉભી કરવામાં આવેલ પોઇન્ટમાં રિપોર્ટ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ રેસ્ક્યુ બાબતે વનપ્રાણીઓ ફસાયાનો બનાવ સામે આવ્યો નથી.
ખાંભા રેન્જ કચેરીએ કન્ટ્રોલ રૂમ અને બે રેસ્કયુ ટીમ પણ બનાવવામાં આવી છે : આરએફઓ
તુલસીશ્યામ રેન્જના આર.એફ.ઓ પટેલે સાથે વાતચીતમા જણાવ્યું હતું કે હાલમાં વરસાદના પગલે સિંહો અને અન્ય વન્યપ્રાણીની સુરક્ષાને લઈ 2 રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. તેમજ ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ ઉભો કરવામા આવેલ છે. તેમજ દર 2 કલાકે જે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી તેને તેમના વિસ્તાર કે બીટનો રિપોર્ટ કરવાના આદેશ આપી દેવાયા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-due-to-heavy-rains-in-the-gir-forest-the-ridge-on-the-lions-of-the-lions-gujarati-news-5918850-NOR.html
No comments:
Post a Comment